Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 2:30 - પવિત્ર બાઇબલ C.L.

30 આકાશમાં અને પૃથ્વી ઉપર હું ચેતવણીનાં ચિહ્નો દેખાડીશ; રક્તપાત, અગ્નિ અને ધૂમાડાનાં વાદળો થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 વળી હું આકાશોમાં તથા પૃથ્વી પર અદ્‍ભુત કામો બતાવીશ, એટલે લોહી, અગ્નિ તથા ધુમાડામા સ્તંભો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 વળી હું પૃથ્વી પર અને આકાશમાં આશ્ચર્યજનક કાર્યો બતાવીશ, એટલે કે લોહી, અગ્નિ તથા ધુમાડાના સ્તંભો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 વળી હું પૃથ્વી પર અને આકાશમાં આશ્ચર્યજનક નિશાનીઓ મૂકીશ, લોહી અને અગ્નિ તથા ધુમાડાના સ્તંભો

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 2:30
16 Iomraidhean Croise  

તેણે સદોમ અને ગમોરા તરફ તેમ જ સમગ્ર ખીણપ્રદેશ તરફ જોયું તો ત્યાંથી ભઠ્ઠીના ધૂમાડાની જેમ ધૂમાડો ઉપર ચડતો હતો.


ધુમાડાના સ્થંભ જેવો તથા બોળ, લોબાન અને વેપારીઓનાં બધાં સુગંધીદ્રવ્યોથી ફોરતો આ જે રણમાંથી આવી રહ્યો છે તે કોણ છે?


એને લીધે પૃથ્વી વિલાપ કરશે અને આકાશ અંધકારમય બની જશે. પ્રભુ બોલ્યા છે અને તે પોતાનું મન બદલશે નહિ. પ્રભુએ નિર્ણય કર્યો છે અને તે તેમાંથી ફરશે નહિ.


એ દિવસ આવે ત્યારે ઠંડી કે હિમ નહિ હોય. અંધકાર પણ નહિ હોય. સતત દિવસનો પ્રકાશ હશે, અને રાત્રિના સમયે પણ એ પ્રકાશ રહેશે. એવું ક્યારે બનશે એ તો માત્ર પ્રભુ જ જાણે છે.


આ દિવસોની વિપત્તિઓ પછી તરત જ સૂર્ય પોતાનું તેજ ગુમાવશે અને ચંદ્ર પ્રકાશશે નહિ. આકાશમાંથી તારાઓ ખરશે અને આકાશનાં નક્ષત્રો તેમના માર્ગમાંથી હટાવાશે.


મોટા મોટા ધરતીકંપો થશે, ઠેકઠેકાણે દુકાળ પડશે અને રોગચાળો ફાટી નીકળશે; આકાશમાં ભયંકર દૃશ્યો અને મોટી નિશાનીઓ દેખાશે.


આયના માણસોએ પાછા વળીને જોયું તો શહેરમાંથી ગગનમાં ધૂમાડો ચડતો જોયો. હવે તેમને માટે નાસી છૂટવાનો કોઈ માર્ગ નહોતો, કારણ, વેરાનપ્રદેશ તરફ નાસી ગયેલા ઇઝરાયલીઓએ હવે પાછા ફરીને તેમના પર હુમલો કર્યો.


અને તેના બળવાનો ધૂમાડો જોઈને રડવા લાગ્યા, “આ મહાનગરી જેવી બીજી કોઈ હતી નહિ!”


તેનાં વ્યભિચાર અને વાસનામાં ભાગ લેનાર પૃથ્વીના રાજાઓ તેના બળવાનો ધૂમાડો જોઈને રડશે.


પહેલા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું, એટલે પૃથ્વી પર રક્તમિશ્રિત કરા અને અગ્નિ વરસ્યા. તેથી પૃથ્વીનો ત્રીજો ભાગ, વૃક્ષોનો ત્રીજો ભાગ અને બધું લીલું ઘાસ બળી ગયું.


ઇઝરાયલના મુખ્ય દળ અને સંતાઈ રહેલા માણસો વચ્ચે એક સંકેતની વ્યવસ્થા ગોઠવી હતી. જ્યારે નગરમાંથી ધૂમાડાના ગોટેગોટા ગગનમાં ચડતા દેખાય,


પછી પેલો સંકેત દેખાયો. નગરમાંથી ધૂમાડાના ગોટેગોટા સ્તંભરૂપે ઊંચે ચડવા લાગ્યા. બિન્યામીનીઓએ પાછા ફરીને જોયું તો આખા નગરમાંથી અગ્નિની જ્વાળાઓ ઊંચે ચડતી હતી.


Lean sinn:

Sanasan


Sanasan