Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 2:24 - પવિત્ર બાઇબલ C.L.

24 અનાજનાં ખળાં અનાજથી ભરાઈ જશે, પીલવાના કુંડ પાસેના ખાડાઓ દ્રાક્ષાસવ અને ઓલિવ તેલથી ઊભરાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 ખળીઓ ઘઉંથી ભરાઈ જશે, ને કુંડોમાંથી દ્રાક્ષારસ તથા તેલ ઊભરાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 ખળીઓ ફરીથી ઘઉંથી ભરાઈ જશે અને કુંડો જૈતતેલ અને દ્રાક્ષારસથી છલકાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 ફરી ખળીઓ ઘઉંથી ભરાઇ જશે અને કુંડો જૈતતેલ અને દ્રાક્ષારસથી ઊભરાશે.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 2:24
8 Iomraidhean Croise  

પણ હે ઇઝરાયલના પર્વતો, તમારા પરનાં વૃક્ષોની ડાળીઓ ફૂટશે અને ટૂંક સમયમાં સ્વદેશ પાછા ફરનાર મારા લોકો માટે એ વૃક્ષો ફળવંત બનશે.


તેઓ તો નર્યા દુષ્ટ છે, તેમને કાપણી સમયના ધાન્યની જેમ લણી લો. ભરેલા દ્રાક્ષાકુંડમાંથી દ્રાક્ષાસવ વહેવા લાગે ત્યાં સુધી જેમ દ્રાક્ષોને ખૂંદવામાં આવે છે તેમ તેમને કચડી નાખો.


તે સમયે પર્વતો દ્રાક્ષવાડીઓથી છવાઈ જશે અને પ્રત્યેક ટેકરી પર ઢોરઢાંક હશે, સમગ્ર યહૂદિયા માટે પુષ્કળ પાણી ઉપલબ્ધ હશે. પ્રભુના મંદિરમાંથી એક ઝરણું વહેતું થશે અને અખાયા ખીણને પાણી પાશે.


જમીન તમારે માટે મબલક પાક ઉતારશે અને તમને જોઈએ તેટલું ખાવા મળશે તથા તમે સલામત રહેશો.


તમારી ફસલ આખું વર્ષ ખાવા છતાં ખૂટશે નહિ અને તેની નવી ફસલ આવતાં વધેલા જૂના અનાજનો નિકાલ કરવો પડશે.


પ્રભુ કહે છે, “એવા દિવસો આવી રહ્યા છે કે જ્યારે કાપણી કરનારનું કામ છેક ખેડનારનું કામ આવી જાય ત્યાં સુધી ચાલે એટલું બધું ધાન્ય પાકશે. દ્રાક્ષ પીલનારાનું કામ છેક બી વાવનારનું કામ આવી જાય ત્યાં સુધી ચાલે એટલી બધી દ્રાક્ષો પાકશે. પર્વતો મીઠા દ્રાક્ષાસવથી ટપકશે અને તેનાથી ટેકરીઓ છલકાઈ જશે.


તમારાં પૂરેપૂરાં દશાંશ મંદિરમાં લાવો, એ માટે કે ત્યાં અન્‍નની અછત રહે નહિ. મારી પારખ કરી જુઓ કે હું આકાશની બારીઓ ખોલીને તમારે માટે સર્વ સારી વસ્તુઓ ભરપૂરીમાં વરસાવું છું કે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan