Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 2:23 - પવિત્ર બાઇબલ C.L.

23 હે સિયોનવાસીઓ, આનંદ કરો, તમારા ઈશ્વર પ્રભુને લીધે હર્ષ પામો; કારણ, તેમણે શરદઋતુનો પૂરતો વરસાદ સમયસર આપ્યો છે. તે તમને નિયત સમયે શરદઋતુનો તેમ જ વસંતઋતુનો વરસાદ આપતા રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 એ માટે, હે સિયોનના પુત્રો, આનંદ કરો, ને તમારા ઈશ્વર યહોવામાં હરખાઓ, કેમ કે તે તમને આગલો વરસાદ જોઈએ તેટલો આપે છે, ને તે તમારે માટે વરસાદ, એટલે આગલો તથા પાછલો વરસાદ, પહેલાંની [માફક] વરસાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 હે સિયોનપુત્રો, ખુશ થાઓ, અને યહોવાહ તમારા ઈશ્વરના નામે આનંદ કરો. કેમ કે તે તમને શરૂઆતનો વરસાદ જોઈએ તેટલો મોકલી આપે છે. તે તમારા માટે વરસાદ વરસાવશે, એટલે પ્રારંભનો અને અંતનો વરસાદ અગાઉની જેમ વરસાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 હે સિયોનના લોકો, ખુશ થાઓ, તમારા યહોવા દેવના નામે આનંદ કરો; કારણકે તે તમારી સાથેના સંબંધના પ્રસ્થાપનના ચિહનરૂપે શરદઋતુનાં વરસાદો મોકલી રહ્યો છે. તે તમારા માટે વરસાદ વરસાવશે. ફરીથી, તે વસંત અને શરદઋતુમાં વરસાદ વરસાવશે.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 2:23
42 Iomraidhean Croise  

તો આકાશમાંથી તમે તેમનું સાંભળજો. રાજાનાં તેમ જ ઇઝરાયલ લોકનાં પાપ ક્ષમા કરજો. તેમને સદાચરણ શીખવજો. પછી, ઓ પ્રભુ, કાયમી વતન તરીકે તમે તમારા લોકને આપેલા તમારા આ દેશ પર વરસાદ વરસાવજો.


પરંતુ જો ઈશ્વરના હજારો દૂતોમાંથી એક દૂત તેના મયસ્થ તરીકે એની વહારે આવે અને માણસને માટે યથાયોગ્ય શું છે તે તેને સમજાવે,


ઈશ્વર શિક્ષા કરવા અથવા કૃપા દર્શાવવા તેને ધારેલે સ્થાને તાકે છે.


મારું ચિંતન પ્રભુને પ્રસન્‍ન કરો; કારણ, હું પ્રભુમાં આનંદ કરું છું.


તે આકાશને વાદળોથી આચ્છાદિત કરે છે; તે પૃથ્વીને માટે વરસાદ તૈયાર કરે છે; તે ડુંગરો પર ઘાસ ઉગાવે છે.


હે ઇઝરાયલ, તમારા સર્જનહારમાં આનંદ કરો; હે સિયોનપુત્રો, તમારા રાજામાં હરખાઓ.


પ્રભુ મારું બળ અને મારી સંરક્ષક ઢાલ છે, મારું હૃદય તેમના પર જ ભરોસો રાખે છે; તેમણે મને સહાય કરી છે અને તેથી મારું હૃદય અત્યંત આનંદ કરે છે; હું ગીત ગાઈને તેમને ધન્યવાદ આપીશ.


હે નેક જનો, પ્રભુમાં આનંદ કરો અને હરખાઓ; હે સરળ દયના લોકો, જય જયકાર કરો.


બાકાની નિર્જળ ખીણમાંથી તેઓ જ્યારે પસાર થાય છે. ત્યારે તે ઝરણાંની જગામાં ફેરવાઈ જાય છે. પ્રથમ વરસાદ પણ તેને પાણીથી તરબોળ કરી દે છે.


રાજાની કૃપાદષ્ટિ જીવન પ્રદાન કરે છે, અને તેની મહેરબાની કાપણી સમયે આવતા પાછોતરા વરસાદના જેવી જીવનદાયક છે.


જ્યારે તમે માર્ગમાંથી હટીને જમણી કે ડાબી તરફ ફરશો ત્યારે તરત જ તમે પાછળથી તેમનો અવાજ સાંભળશો: “માર્ગ આ છે; તેના પર ચાલો.”


તમે જમીનમાં બીજની વાવણી કરશો ત્યારે પ્રભુ તેને ઉગાડવા માટે વરસાદ વરસાવશે અને જમીનમાંથી પૌષ્ટિક અને મબલક પાક પેદા થશે. તે દિવસે તમારાં ઢોર વિશાળ ચરિયાણમાં ચરશે.


તું તેમને પવનમાં ઉપણશે. પવન તેમને ઉડાડીને લઈ જશે અને વંટોળિયાથી તેઓ વેરવિખેર થઈ જશે. ત્યારે હું તારો ઈશ્વર છું એ વાતમાં તું આનંદ કરીશ. તું ઇઝરાયલના પવિત્ર ઈશ્વરમાં ગૌરવ લઈશ.


હું પ્રભુમાં અતિશય આનંદ કરીશ અને મારો જીવ મારા ઈશ્વરમાં હરખાશે. કારણ, જેમ વર યજ્ઞકારની માફક માથે પાઘડી પહેરી પોતાને શોભાયમાન કરે અને કન્યા પોતાને આભૂષણોથી શણગારે તેમ તેમણે મને ઉદ્ધારનાં વસ્ત્ર પહેરાવ્યાં છે અને મને ન્યાયદત્ત છુટકારાનો ઝભ્ભો ઓઢાડયો છે.


તેથી જ વરસાદને રોકી રાખવામાં આવ્યો છે અને પાછલો વરસાદ હજી પડયો નથી. અરે, હવે તો તું વેશ્યા જેવી નફ્ફટ થઈ ગઈ છે અને તને કોઈ જાતની લાજશરમ નથી!


તમે બળવો કરીને હદ વટાવી છે. તમે તમારા મનમાં કદી એમ નથી કહેતા કે, ‘આપણને ઋતુ પ્રમાણે પ્રથમ વરસાદ અને પાછલો વરસાદ આપનાર અને કાપણીની મોસમ સાચવનાર આપણા ઈશ્વર પ્રભુનો આપણે ડર રાખીએ.


સિયોનના યુવાનો સોના જેવા કીમતી હતા; પણ હવે કુંભારે બનાવેલાં માટીનાં પાત્રો જેવાં સામાન્ય બની ગયા છે.


હું તેમને આશિષ આપીશ અને મારા પર્વતની આસપાસનાં સ્થળોને આશીર્વાદિત કરીશ. હું ઋતુ અનુસાર વરસાદ વરસાવીશ. તે તેમને માટે આશિષની વૃષ્ટિ બની રહેશે.


આવો, આપણે પ્રભુને જાણવાનો ખંતથી યત્ન કરીએ. તેમનું આગમન સૂર્યોદય જેટલું ચોક્ક સ છે અને પૃથ્વીને ભીંજવનાર પાછલા વરસાદની માફક તે આપણી પાસે આવશે.


તો હું ઋતુ પ્રમાણે વરસાદ મોકલીશ. તેથી ભૂમિ પોતાની નીપજ આપશે અને વૃક્ષો પોતાનાં ફળ આપશે.


કાપણીના હજી તો ત્રણ માસ બાકી હતા ત્યારે ખરી જરૂરના સમયે મેં વરસાદ અટકાવ્યો. મેં એક શહેર પર વરસાદ વરસાવ્યો, તો બીજા શહેર પર નહિ. એક ખેતર પર વરસાદ વરસાવ્યો, પણ બીજા ખેતર પર નહિ. જે ખેતરમાં વરસાદ ન પડયો તે સુકાઈ ગયું.


વર્ષની વસંતઋતુમાં પ્રભુ પાસે વરસાદની માગણી કરો. વરસાદમાં વાદળો અને ઝાપટાં મોકલનાર અને સૌને માટે ખેતરો હરિયાળાં બનાવનાર તો પ્રભુ પોતે છે.


ઇઝરાયલના લોકો સૈનિક જેવા મજબૂત થશે. તેઓ દ્રાક્ષાસવ પીનારાના જેવા આનંદી થશે. આ વિજયને તેમના વંશજો યાદ કરશે અને પ્રભુના એ કાર્યને લીધે તેઓ આનંદિત બનશે.


હું યહૂદિયાના સૈનિકનો ધનુષ્યની જેમ અને ઇઝરાયલનો તીરોની જેમ ઉપયોગ કરીશ. ગ્રીસના લોકો સામેની લડાઈમાં હું સિયોનના માણસોનો તલવારની જેમ ઉપયોગ કરીશ.


હે સિયોનના લોકો, આનંદ કરો! યરુશાલેમના લોકો, હર્ષનો પોકાર કરો! જુઓ, તમારો રાજા તમારી પાસે આવે છે. તે વિજયી બની, હા, જયવંત થઈ આવે છે. પણ તે નમ્ર છે, અને તે ગધેડા પર, એટલે પલોટયા વિનાના ખોલકા પર સવાર છે.


તેમ છતાં પોતાની હયાતીના પ્રમાણથી તેમને વંચિત રાખી નહિ. કારણ, તે સારાં કાર્યો કરે છે: તે તમને આકાશમાંથી વરસાદ આપે છે, ખોરાક આપીને તમારાં હૃદયોને ઉલ્લાસિત કરે છે.”


પ્રભુ ઋતુ પ્રમાણે આગલો તથા પાછલો વરસાદ મોકલશે; જેથી તમે તમારાં ધાન્ય, દ્રાક્ષાસવ અને તેલનો સંગ્રહ કરી શકો.


પ્રભુ આકાશમાંના પોતાના અખૂટ ભંડાર ખોલીને તમારા દેશ પર ઋતુસર વરસાદ મોકલશે અને તમારા હાથનાં સર્વ કાર્યો પર આશીર્વાદ રેડશે; જેથી તમે ઘણી પ્રજાઓને ઉછીનું આપશો, પણ તમે કંઈ ઉછીનું લેશો નહિ.


મારો બોધ વરસાદનાં ટીંપાંની માફક ટપકશે; મારું સંબોધન ઝાકળની જેમ ઝમશે; કુમળા ઘાસ પર ઝરમર ઝરમર વરસાદની જેમ તથા નવા છોડ પર ઝાપટાંની જેમ વરસશે;


અંતમાં, મારા ભાઈઓ, પ્રભુમાં હંમેશાં આનંદ કરો. એની એ જ વાત ફરીથી લખતાં મને કંટાળો આવતો નથી. તે તો તમારી સલામતીને માટે છે.


આપણે ખરા સુન્‍નતી છીએ. કારણ, આપણે આત્માથી ઈશ્વરની ભક્તિ કરીએ છીએ અને ખ્રિસ્ત ઈસુમાં આનંદ કરીએ છીએ.


તમે સર્વદા પ્રભુમાં આનંદી રહો. હું ફરીથી કહું છું કે આનંદ કરો.


Lean sinn:

Sanasan


Sanasan