Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 1:9 - પવિત્ર બાઇબલ C.L.

9 મંદિરમાં અર્પણ કરવા માટે કંઈ ધાન્ય કે દ્રાક્ષાસવ રહ્યાં નથી; પ્રભુને ચઢાવવાનાં અર્પણો ન હોવાથી યજ્ઞકારો ઝૂરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ખાદ્યાર્પણો તથા પેયાર્પણો યહોવાના મંદિરમાં બંધ પડી ગયાં છે; યહોવાના સેવક યાજકો શોક કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 યહોવાહના ઘરમાં ખાદ્યાર્પણો અને પેયાર્પણો આવતાં નથી. યહોવાહના સેવકો, યાજકો, શોક કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 યહોવાના મંદિરમાં ખાદ્યાર્પણો અને પેયાર્પણો આવતાં નથી. યાજકો જે યહોવા આગળ સેવક છે તેઓ શોક કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 1:9
10 Iomraidhean Croise  

“પણ અમે તો હજી પણ અમારા ઈશ્વર પ્રભુની સેવા કરીએ છીએ અને તેમનો ત્યાગ કર્યો નથી. આરોનના વંશજો યજ્ઞકાર તરીકે પોતાની ફરજ બજાવે છે અને લેવીઓ તેમને સહાય કરે છે.


“તારા ભાઈ આરોન અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામારને તારી પાસે બોલાવ. તેમને યજ્ઞકાર તરીકે મારી સેવા બજાવવા ઇઝરાયલીઓમાંથી અલગ કર.


પણ તમે તો ‘પ્રભુના યજ્ઞકારો’ તરીકે ઓળખાશો અને તમને ‘આપણા ઈશ્વરના સેવકો’ એવું નામ અપાશે. તમે પ્રજાઓની સંપત્તિનો ઉપભોગ કરશો. અને એ બધી સંપત્તિ તમારી જ છે એમાં તમે ગૌરવ લેશો.


“તેથી મારી આંખોમાંથી આંસુ વહે છે. કોઈ મને દિલાસો દેતું નથી; કોઈ મને હિંમત આપતું નથી. દુશ્મનોએ મને હરાવી છે; મારા લોક નિરાધાર થયા છે.


પવિત્ર પર્વોના દિવસોમાં ભજનને માટે મંદિરમાં કોઈ આવતું નથી. તેથી સિયોનના સૂના માર્ગો શોક કરે છે. સિયોનની ગાનારી યુવતીઓ દુ:ખથી કણસે છે અને તેના યજ્ઞકારો નિસાસા નાખે છે. શહેરના દરવાજા સૂના પડયા છે.


પરદેશમાં તેઓ ઈશ્વરને દ્રાક્ષાસવનાં પેયાર્પણો ચડાવી શકશે નહિ અથવા બલિદાનો અર્પી શકશે નહિ. મૃત્યુ પ્રસંગે ખવાતા ખોરાકની જેમ તેમનો ખોરાક અપવિત્ર થશે અને ખાનારા બધા અશુદ્ધ થશે. તેમનો ખોરાક માત્ર ભૂખ ભાગવા માટે જ વપરાશે અને તેમનું કંઈપણ પ્રભુના મંદિરમાં અર્પણ તરીકે લવાશે નહિ.


હે વેદીઓ આગળ સેવા કરનારા યજ્ઞકારો, કંતાન પહેરીને વિલાપ કરો! મંદિરમાં જઈને આખી રાત રુદન કરો! તમારા ઈશ્વરને અર્પણ કરવા માટે કંઈ ધાન્ય કે દ્રાક્ષાસવ રહ્યાં નથી.


આપણા પાકનો નાશ થયો હોઈ આપણે નિ:સહાય છીએ. આપણા ઈશ્વરના મંદિરમાં કોઈ આનંદ નથી.


પ્રભુ તમારા ઈશ્વર પોતાનું મન કદાચ બદલે અને તમને વિપુલ પાકથી આશીર્વાદિત કરે. ત્યારે તો તમે તેમને ધાન્ય અને દ્રાક્ષાસવનાં અર્પણો ચઢાવી શકશો.


વેદી અને મંદિરના પ્રવેશદ્વાર વચ્ચે રહીને પ્રભુની સેવા કરનારા યજ્ઞકારો વિલાપ સાથે પ્રાર્થના કરે: “પ્રભુ, તમારા લોક પર દયા દર્શાવો, જેથી ‘તેમનો ઈશ્વર ક્યાં છે?’ એમ કહીને અન્ય પ્રજાઓ અમારો તિરસ્કાર કે મશ્કરી ન કરે.”


Lean sinn:

Sanasan


Sanasan