Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 1:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તીડોનાં ટોળેટોળાં પાક પર બેઠાં; એક ટોળાએ જે બાકી રાખ્યું, તે બીજા ટોળાએ કાતરી ખાધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જીવડાંઓએ રહેવા દીધેલું તીડો ખાઈ ગયાં છે; અને તીડોએ રહેવા દીધેલું કાતરાઓ ખાઈ ગયા છે; અને અને કાતરાઓએ રહેવા દીધેલું ઇયળો ખાઈ ગઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જીવડાંઓએ રહેવા દીધેલું તીડો ખાઈ ગયાં; તીડોએ રહેવા દીધેલું તે કાતરાઓ ખાઈ ગયા; અને કાતરાઓએ રહેવા દીધેલું તે ઈયળો ખાઈ ગઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તીડો તમારો બઘો પાક ખાઈ જશે. જે કાતરનારા તીડોએ છોડયું તે ગણગણતા તીડો ખાશે; જે ગણગણતા તીડોએ છોડયું તે કૂદતા તીડો ખાશે; છેલ્લે આંકરાંતિયા તીડ બચેલું બઘું ખાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 1:4
19 Iomraidhean Croise  

“દેશમાં દુકાળ પડે, રોગચાળો ફાટી નીકળે અથવા લૂ કે તીડોનાં ટોળાંથી પાક નાશ પામે અથવા તમારા લોક પર તેમના શત્રુઓ આક્રમણ કરીને ઘેરો ઘાલે અથવા તેમનામાં કોઈ રોગ કે માંદગી આવે તો તેમની પ્રાર્થનાઓ સાંભળજો.


“દેશમાં દુકાળ પડે, કે રોગચાળો ફાટી નીકળે, અથવા લૂથી, તીડથી કે કાતરાથી પાકનો વિનાશ થાય, અથવા તમારા લોક પર તેમના શત્રુઓ આક્રમણ કરે, અથવા તેમનામાં રોગ કે માંદગી આવે, તો તમે તેમની પ્રાર્થના સાંભળજો.


જ્યારે હું આકાશમાં વરસાદ અટકાવું અથવા પાક ખાઈ જવા તીડો મોકલું અથવા મારા લોકમાં રોગચાળો લાવું,


તેમણે આજ્ઞા કરી એટલે તીડો આવ્યાં. અસંખ્ય અને અગણિત કાતરા ઊતરી આવ્યા.


તેમણે તેમનો ઊભો પાક કાતરાને તથા તેમના સખત પરિશ્રમની પેદાશ તીડોને સુપરત કર્યાં.


જો તું મારા લોકોને જવા દેવાની ના પાડીશ, તો આવતી કાલે હું તારા દેશ પર તીડ મોકલીશ.


તેઓ ભૂમિની સપાટી એવી ઢાંકી દેશે કે જમીન બિલકુલ દેખાશે નહિ. કરાની આફતમાંથી જે કંઈ તમારે માટે બચી ગયું છે તે પણ તીડો ખાઈ જશે. વળી, તમારે માટે ખેતરમાં ઊગેલાં બધાં વૃક્ષો તેઓ ખાઈ જશે.


જુવાન તીડોનાં ટોળાં પાક પર ઊતરી પડીને તેને સફાચટ કરી નાખે તેમ હે પ્રજાઓ, તમારી માલમિલક્ત તરાપ મારી લૂંટી લેવાશે.


સેનાધિપતિ પ્રભુએ પોતાના જીવના સોગંદ લઈ કહ્યું છે: “હું તીડોની માફક અસંખ્ય માણસો બેબિલોનમાં લાવીશ, અને તેઓ તારા પર વિજેતા બનીને જયઘોષ કરશે.”


આક્રમણ કરવા માટે વજા ફરકાવો, બધી પ્રજાઓમાં રણશિંગડું વગાડો! બેબિલોનની વિરુદ્ધ યુદ્ધ કરવાને માટે એ પ્રજાઓને સાબદી કરો. અરારાટ, મિન્‍ની અને આશ્કેનાઝની પ્રજાઓને તેના પર આક્રમણ કરવા બોલાવી લાવો. તેની વિરુદ્ધ સેનાનાયકો નીમો. તીડોનાં ટોળાંની જેમ ઘોડેસ્વારોને ચડાઇ કરવા લઇ આવો.


તીડોનાં ટોળાં તમારો પાક ખાઈ ગયાં તે વર્ષોમાં તમે જે ગુમાવ્યું હતું તે હું તમને પાછું આપીશ. તમારી વિરુદ્ધ મેં જ એ સૈન્યને મોકલ્યું હતું.


તમારા પાકને સૂકવી નાખવા મેં સખત ગરમ લૂ અને ફૂગ મોકલ્યાં. તમારા સર્વ બાગબગીચા, વાડીઓ, અંજીરીઓ અને ઓલિવવૃક્ષ તીડો ખાઈ ગયાં. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ.


પ્રભુ પરમેશ્વર તરફથી મને એક દર્શન થયું. તેમાં મેં જોયું તો રાજાને આપવાના હિસ્સાનું ઘાસ કપાઈ ગયા પછી ઘાસ ફરીથી ફૂટી રહ્યું હતું. ત્યારે મેં ઈશ્વરને તીડોનાં ટોળાં સર્જતા જોયા.


હું જીવજંતુઓને તમારો પાક ખાવા દઈશ નહિ અને તમારા દ્રાક્ષવેલા દ્રાક્ષથી લચી પડશે.


“તમે ખેતરમાં પુષ્કળ બી વાવશો, પણ થોડીક ફસલ લણશો. કારણ, તીડો તમારો પાક ખાઈ જશે.


તમારાં સર્વ વૃક્ષ અને તમારો પાક તીડોનો ભક્ષ થઈ પડશે.


Lean sinn:

Sanasan


Sanasan