Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 1:15 - પવિત્ર બાઇબલ C.L.

15 પ્રભુનો દિવસ, એવો દિવસ કે જ્યારે સર્વસમર્થ વિનાશ લાવશે, તે નજીક છે. એ દિવસ કેવી ભયંકરતા લાવશે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તે દિવસને માટે અફસોસ! કેમ કે યહોવાનો દિવસ નજીક છે, ને તે સર્વશક્તિમાનની પાસેથી વિનાશરૂપે આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તે દિવસને માટે અફસોસ! કેમ કે યહોવાહનો દિવસ નજીક છે. તે દિવસ સર્વશક્તિમાન તરફથી વિનાશરૂપે આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 અરર! કેવો ભયંકર દિવસ. યહોવાનો વિશેષ દિવસ નજીક છે! સૈન્યોનો દેવ યહોવા તરફથી વિનાશ રૂપે આવશે.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 1:15
18 Iomraidhean Croise  

પરંતુ પ્રભુ દુષ્ટોની હાંસી ઉડાવે છે; કારણ, તે જાણે છે કે તેમના દિવસો ભરાઈ ચૂક્યા છે.


અરેરે, એક એવો ભયાનક દિવસ આવે છે કે જેને બીજા કોઈ દિવસ સાથે સરખાવી શકાય નહિ; તે તો યાકોબના વંશજો માટે સંકટનો સમય હશે; છતાં તેઓ તેમાંથી ઊગરી જશે.


આ તો સૈનાધિપતિ પ્રભુ પરમેશ્વરનો દિવસ છે; એ દિવસે તે વેર વાળશે અને તેમના શત્રુઓને સજા કરશે. તેમની તલવાર ધરાતાં સુધી ભક્ષ કરશે, અને લોહી પીને તૃપ્ત થશે. અરે, ઉત્તરમાં યુફ્રેટિસ નદીને કિનારે સેનાધિપતિ પ્રભુ પરમેશ્વર બલિદાનોની મિજબાની ગોઠવશે.


તે દિવસ એટલે પ્રભુનો દિવસ આવ્યો છે. તે વાદળાંથી ઘેરાયેલો દિવસ છે, પ્રજાઓને માટે સંકટનો દિવસ છે.


પ્રભુ ગર્જનાસહિત પોતાના સૈન્યને હુકમ કરે છે. તેમને આધીન થતી લશ્કરી ટુકડીઓ શક્તિશાળી અને સંખ્યાબંધ છે. પ્રભુનો દિવસ કેવો ભયંકર છે! તેનાથી કોણ બચી શકશે? પાપથી પાછા ફરવાનો પડકાર


પ્રભુનો એ મહાન અને ભયંકર દિવસ આવ્યા પહેલાં સૂર્ય અંધરાઈ જશે અને ચંદ્ર રક્ત સમાન લાલ બની જશે.


ન્યાયની ખીણમાં હજારોહજાર ભેગાં થયાં છે. ત્યાં જ પ્રભુનો દિવસ જલદીથી આવશે.


“સઘળી પ્રજાઓનો ન્યાય કરવાનો મારો દિવસ પાસે છે. અદોમ, તેં જેવું કર્યું છે, તેવું જ તને કરવામાં આવશે. તેં જે આપ્યું છે તે જ તને પાછું અપાશે.


પ્રભુ ન્યાય કરશે તે દિવસ પાસે છે; તેથી તેમની સંમુખ ચૂપ રહો. પ્રભુ પોતાના લોકનું બલિદાન કરી દેવા તેમને તૈયાર કરે છે અને યહૂદિયાને લૂંટાવી દેવા શત્રુઓને અલગ કરી તેમને આમંત્રણ આપ્યું છે.


મારા ભાઈઓ, એકબીજાની વિરુદ્ધ ફરિયાદ ન કરો, જેથી પ્રભુ તમારો ન્યાય કરે નહિ. ન્યાયાધીશ ન્યાય કરવાને આવી પહોંચ્યો છે.


તેમના કોપનો મહાન દિવસ આવી લાગ્યો છે અને તેમની સામે કોણ ટકી શકે?”


Lean sinn:

Sanasan


Sanasan