Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 1:14 - પવિત્ર બાઇબલ C.L.

14 ઉપવાસનો આદેશ આપો; સભા બોલાવો! તમારા ઈશ્વર પ્રભુના મંદિરમાં આગેવાનો અને યહૂદિયાના સર્વ લોકોને એકઠા કરીને પ્રભુને પોકાર કરો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 પવિત્ર ઉપવાસ કરો, ધાર્મિક સંમેલન ભરો, વડીલોને તથા દેશના સર્વ રહેવાસીઓને તમારા ઈશ્વર યહોવાના મંદિરમાં ભેગા કરો, ને યહોવાની સમક્ષ વિનંતી કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પવિત્ર ઉપવાસ કરો. અને ધાર્મિક સંમેલન ભરો, વડીલોને અને દેશના સર્વ રહેવાસીઓને તમારા ઈશ્વર યહોવાહના ઘરમાં ભેગા કરો, અને યહોવાહની આગળ વિલાપ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પવિત્ર ઉપવાસની જાહેરાત કરો. પવિત્રસભા બોલાવો, તમારા દેવ યહોવાના મંદિરમાં આગેવાનોને અને દેશવાસીઓને ભેગા કરો, અને યહોવા આગળ રૂદન કરો.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 1:14
15 Iomraidhean Croise  

પછી યેહૂએ હુકમ કર્યો, “બઆલના માનમાં ઉપાસના માટે સંમેલન ભરો.” તેથી ઢંઢેરો પિટાવવામાં આવ્યો,


યહૂદિયાના સર્વ પુરુષો તેમની પત્નીઓ અને તેમનાં સંતાનો સહિત પ્રભુના મંદિરે ઊભા હતા.


પર્વના પ્રથમથી છેલ્લા દિવસ સુધી તેઓ ઈશ્વરના નિયમશાસ્ત્રમાં દરરોજ અમુક ભાગ વાંચતા. સાત દિવસ સુધી તેમણે ઉત્સવ મનાવ્યો, અને આઠમે દિવસે, નિયમશાસ્ત્રમાં નિયત કર્યા મુજબ પર્વનું સમાપન કર્યું.


“જાઓ, સૂસાના બધા યહૂદીઓને એકત્ર કરો અને આજથી તમે બધા મારે માટે ઉપવાસ કરો. ત્રણ દિવસ સુધી રાત કે દિવસ કંઈ ખાશો કે પીશો નહિ. હું તથા મારી તહેનાતમાં રહેતી યુવતીઓ પણ તેમ જ કરીશું. તે પછી કાયદાથી વિરુદ્ધ હોવા છતાં હું રાજાને મળવા જઈશ. એમ કરવા જતાં મારું મૃત્યુ થાય તો તે પણ હું સ્વીકારી લઈશ.”


“યહૂદિયા વિલાપ કરે છે, તેનાં નગરો ઝૂરે છે, તેમના લોકો ભૂમિગત થઈ શોક કરે છે અને યરુશાલેમ મદદને માટે પોકાર કરે છે.


યહૂદિયાના રાજા અને યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યકાળના પાંચમા વર્ષના નવમા મહિનામાં પ્રભુની દયા પ્રાપ્ત કરવા યરુશાલેમના રહેવાસીઓ અને યહૂદિયાના નગરોમાંથી યરુશાલેમ આવેલા બધા લોકોએ ઉપવાસ કરવાનું ફરમાવ્યું હતું.


હે વયોવૃદ્ધ લોકો, લક્ષ દો, યહૂદિયામાંનું સૌ કોઈ સાંભળે. તમારા કે તમારા પૂર્વજોના સમયમાં આના જેવું ક્યારેય બન્યું છે?


તમારે સાત દિવસ સુધી દરરોજ અગ્નિબલિ ચડાવવાનો છે. આઠમે દિવસે ફરીથી ભજનને માટે સંમેલન ભરવું અને અગ્નિબલિ ચડાવવો. તે તો પર્વ સમાપ્તિ નિમિત્તે પ્રભુના ભજનનો દિવસ છે અને તેથી કોઈએ કંઈ રોજિંદું કામ કરવું નહિ.


નિનવેના લોકોએ પ્રભુનો સંદેશ માન્યો. તેમણે જાહેરાત કરી કે નાનાંમોટાં સૌએ ઉપવાસ કરવો અને કંતાન ઓઢીને પશ્ર્વાતાપ દાખવવો.


સઘળા લોકો અને પશુઓએ કંતાનનાં વસ્ત્ર ધારણ કરવાં. સૌએ ઈશ્વર આગળ ખરા દિલથી પ્રાર્થના કરવી, અને પોતાના દુષ્ટ માર્ગો તથા જુલમ તજી દેવાં.


ઓ બેશરમ લોકો, એકત્ર થાઓ. પવનથી ઊડી જતાં ફોતરાંની જેમ તમને હાંકી કાઢવામાં આવે તે પહેલાં, પ્રભુનો કોપાગ્નિ તમારા પર આવી પડે તે પહેલાં એટલે પ્રભુના રોષનો દિવસ આવી લાગે તે પહેલાં એકત્ર થાઓ.


Lean sinn:

Sanasan


Sanasan