Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 1:13 - પવિત્ર બાઇબલ C.L.

13 હે વેદીઓ આગળ સેવા કરનારા યજ્ઞકારો, કંતાન પહેરીને વિલાપ કરો! મંદિરમાં જઈને આખી રાત રુદન કરો! તમારા ઈશ્વરને અર્પણ કરવા માટે કંઈ ધાન્ય કે દ્રાક્ષાસવ રહ્યાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 હે યાજકો, તમારી કમરે [ટાટ] વીંટીને વિલાપ કરો. હે વેદીના સેવકો, તમે પોક મૂકો. હે મારા ઈશ્વરના સેવકો, ચાલો, ટાટ પહેરીને આખી રાત સૂઈ રહો, કેમ કે ખાદ્યાર્પણો તથા પેયાર્પણો તમારા ઈશ્વરનાં મંદિરમાં આવતાં બંધ થઈ ગયાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 હે યાજકો શોકનાં વસ્ત્રો ધારણ કરો, તમારા વસ્ત્રોને બદલે હૃદય ફાળો. હે વેદીના સેવકો, તમે બૂમ પાડીને રડો. હે મારા ઈશ્વરના સેવકો, ચાલો, શોકના વસ્ત્રોમાં સૂઈ જઈને આખી રાત પસાર કરો. કેમ કે ખાદ્યાર્પણ કે પેયાર્પણ તમારા ઈશ્વરના ઘરમાં આવતાં બંધ થઈ ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 હે યાજકો! શોકના વસ્ત્રો ધારણ કરીને શોક કરો. હે વેદીના સેવકો, આક્રંદ કરો. હે મારા દેવના સેવકો, શોકના વસ્ત્રોમાં આખી રાત ગાળો. તમારા દેવના ઘરમાં કોઇ ખાદ્યાર્પણ કે પેયાર્પણ નથી.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 1:13
27 Iomraidhean Croise  

બાળક સાજું થાય તે માટે દાવિદે ઈશ્વરને પ્રાર્થના કરી. તેણે કંઈ પણ ખાવાનો ઇનકાર કર્યો. તે રાત્રે પોતાની ઓરડીમાં જતો અને જમીન પર પડી રહીને રાત પસાર કરતો.


એલિયા બોલી રહ્યો એટલે આહાબે પોતાનાં વ ફાડયાં, અને તેમને બદલી નાખીને અળસી રેસાનાં શ્વેત વ પહેર્યાં. તેણે ખોરાક લેવાની ના પાડી અને શણિયામાં સૂઈ રહ્યો. તે ઉદાસ થઈને શોક કરવા લાગ્યો.


તે દિવસે સર્વસમર્થ પ્રભુ પરમેશ્વરે તમને રડવા તથા વિલાપ કરવા અને માથું મુંડાવવા તથા તાટ પહેરવા બોલાવ્યા.


પણ તમે તો ‘પ્રભુના યજ્ઞકારો’ તરીકે ઓળખાશો અને તમને ‘આપણા ઈશ્વરના સેવકો’ એવું નામ અપાશે. તમે પ્રજાઓની સંપત્તિનો ઉપભોગ કરશો. અને એ બધી સંપત્તિ તમારી જ છે એમાં તમે ગૌરવ લેશો.


તેથી શોક પ્રદર્શિત કરવા કંતાન પહેરો, વિલાપ કરો અને પોક મૂકીને રડો; કારણ, પ્રભુનો ઉગ્ર કોપ આપણા પરથી ઊતર્યો નથી.


હું પર્વતોને માટે શોકગીત ગાઈશ, અને ઘાસચારાનાં મેદાનો માટે હું રુદન કરીશ. કારણ, તે એવાં સુકાઈ ગયાં છે કે ત્યાંથી કોઈ પસાર પણ થતું નથી! ત્યાં હવે ઢોરોનો અવાજ સંભળાતો નથી. આકાશનાં પક્ષીઓ અને પશુઓ નાસી છૂટીને જતાં રહ્યાં છે.


હે મનુષ્યપુત્ર, આક્રંદ કર, પોક મૂક. આ તલવાર મારા ઇઝરાયલી લોકો અને તેમના સર્વ આગેવાનો પર આવી પડી છે. તેઓ સૌ એક્સાથે તલવારથી માર્યા જવાના છે. માટે તારી છાતી કૂટ.


તેઓ તારા વિનાશને લીધે પોતાનાં માથાં મૂંડાવે છે અને ટાટનાં વસ્ત્રો પહેરીને હૈયાફાટ આક્રંદ કરે છે.


તેઓ શોકનાં વસ્ત્રો પહેરશે ને તેમનામાં આતંક છવાઈ જશે. સૌના ચહેરા પર શરમ અને માથે મુંડન હશે.


જ્યારે પ્રભુનાં મુકરર પર્વો આવશે ત્યારે તમે શું કરશો?


પ્રભુ કહે છે, “હજી પણ તમે ખરા દિલથી તમારા પાપથી પાછા ફરો અને ઉપવાસ, વિલાપ અને રુદન સાથે મારી તરફ ફરો.


પ્રભુ તમારા ઈશ્વર પોતાનું મન કદાચ બદલે અને તમને વિપુલ પાકથી આશીર્વાદિત કરે. ત્યારે તો તમે તેમને ધાન્ય અને દ્રાક્ષાસવનાં અર્પણો ચઢાવી શકશો.


વેદી અને મંદિરના પ્રવેશદ્વાર વચ્ચે રહીને પ્રભુની સેવા કરનારા યજ્ઞકારો વિલાપ સાથે પ્રાર્થના કરે: “પ્રભુ, તમારા લોક પર દયા દર્શાવો, જેથી ‘તેમનો ઈશ્વર ક્યાં છે?’ એમ કહીને અન્ય પ્રજાઓ અમારો તિરસ્કાર કે મશ્કરી ન કરે.”


તેની સાથે દરેક વાછરડા દીઠ બે લિટર દ્રાક્ષાસવ, બકરા માટે સવા લિટર દ્રાક્ષાસવ અને દરેક ઘેટા દીઠ એક લિટર દ્રાક્ષાસવનું પેયાર્પણ કરવું. આ દહનબલિ દર મહિનાને પ્રથમ દિવસે વર્ષના બારે માસ અર્પવાનો છે.


એક હલવાનનું સવારે અને બીજા હલવાનનું સાંજે અર્પણ કરવું.


દ્રાક્ષાસવ અર્પણ તરીકે દરેક હલવાન સાથે એક લિટર કેફી આસવ પ્રભુને માટે પવિત્રસ્થળે રેડવો.


આ બધું પ્રતિમાસનાં દહનબલિ અને તેમનું ધાન્યઅર્પણ તથા દરરોજનાં દહનબલિ, ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંતનાં છે. અગ્નિબલિના આ ધાન્યઅર્પણની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


અમારી ગણના ખ્રિસ્તના સેવકો તરીકે અને ઈશ્વરનાં માર્મિક સત્યોના કારભારી તરીકે થવી જોઈએ.


તમને ખબર છે કે મંદિરમાં ક્મ કરનાર માણસોને મંદિરમાંથી ખોરાક મળે છે અને વેદી પર બલિદાન ચઢાવનારને અર્પણમાંથી ભાગ મળે છે.


શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? જો કે હું પાગલ જેવો લાગું, છતાં કહીશ કે, તેમના કરતાં હું ચડિયાતો સેવક છું! મેં સખત ક્મ કર્યું છે, વધુ વખત જેલમાં રહ્યો છું, ઘણીવાર મને ફટકા પડયા છે અને ઘણીવાર હું મરણની સાવ નજીક પહોંચ્યો છું.


ઈશ્વરે અમને નવા કરાર પ્રમાણેની સેવાને માટે શક્તિમાન કર્યા છે: તે કરાર લેખિત નહિ, પણ પવિત્ર આત્મા દ્વારા થયેલો છે. લેખિત નિયમ તો મરણ નિપજાવે છે, પણ પવિત્ર આત્મા જીવન આપે છે.


પણ અમે જે કંઈ કરીએ છીએ તેમાં ધીરજપૂર્વક હરક્તો, મુશ્કેલીઓ અને સંકટો સહન કરીને અમે ઈશ્વરના સેવકો છીએ તેવું દર્શાવીએ છીએ.


અળસી રેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા મારા બે સાક્ષીઓને હું મોકલીશ. તેઓ બારસો સાઠ દિવસ દરમિયાન ઈશ્વરનો સંદેશ પ્રગટ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan