Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 1:11 - પવિત્ર બાઇબલ C.L.

11 હે ખેડૂતો, દુ:ખી થાઓ, હે દ્રાક્ષવાડીના રખેવાળો, તમે પોક મૂકો, કારણ, ઘઉં અને જવ, અરે સઘળા પાકનો નાશ થયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 હે ખેડૂતો, તમે લજ્જિત થાઓ; હે દ્રાક્ષામાળીઓ, ઘઉંને માટે તથા જવને માટે તમે પોક મૂકો; કેમ કે ખેતરના પાકનો નાશ થયો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હે ખેડૂતો, તમે લજ્જિત થાઓ. હે દ્રાક્ષવાડીના માળીઓ, ઘઉંને માટે તથા જવ માટે પોક મૂકો; કેમ કે ખેતરોના પાકનો નાશ થયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હે ધરતીના ખેડનારાઓ! પોક મૂકો, આક્રંદ કરો, હે દ્રાક્ષનીવાડીના માળીઓ! ઘઉં માટે અને જવ માટે પોક મૂકો; કારણ કે ખેતરોના પાકનો નાશ થયો છે.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 1:11
8 Iomraidhean Croise  

જોકે એક જ દિવસમાં તેને ફણગો ફૂટે અને તેની વૃદ્ધિ થાય તોપણ રોગ અને અસાય દર્દના દિવસમાં એની કંઈ ફસલ ઉપલબ્ધ થશે નહિ.


“યહૂદિયા વિલાપ કરે છે, તેનાં નગરો ઝૂરે છે, તેમના લોકો ભૂમિગત થઈ શોક કરે છે અને યરુશાલેમ મદદને માટે પોકાર કરે છે.


બેબિલોનમાંથી વાવણી કરનાર અને કાપણી વખતે દાતરડાથી લણનારને દૂર કરો. તેમાં વસનાર પરદેશીઓ આક્રમણ કરી રહેલ લશ્કરની બીકને લીધે ત્યાંથી પોતપોતાના વતનમાં નાસી જશે.”


મેં કહ્યું: “હે પ્રભુ, શા માટે આ દેશ ઉજ્જડ થયો છે અને તે રણની જેમ સુકાઈ ગયો છે કે તેમાંથી કોઈ પસાર પણ થતું નથી? એ સમજવાને કોઈ જ્ઞાની છે? કોના મુખે પ્રભુ એ જણાવવા માગે છે?”


“હે મનુષ્યપુત્ર, તું સંદેશ પ્રગટ કર, અને હું, પ્રભુ પરમેશ્વર જે કહું છું તે જણાવ. તારે આ શબ્દો પોકારવાના છે. અહો કેવો ભયંકર દિવસ આવ્યો છે!


એ માટે સર્વશક્તિમાન ઈશ્વર પ્રભુ કહે છે. “નગરના એકેએક ચોકમાં વિલાપ અને શેરીઓમાં ‘હાય! હાય’ના પોકાર સંભળાશે. ખેડૂતો શોક કરશે અને શોક કરવાને વિલાપગીતો ગાવામાં પ્રવીણ લોકોને પણ બોલાવાશે.


આ આશા છેતરતી નથી. કારણ, ઈશ્વરે આપણને આપેલી તેમની ભેટ, એટલે પવિત્ર આત્મા દ્વારા આપણા અંત:કરણમાં તેમનો પ્રેમ રેડી દીધો છે.


Lean sinn:

Sanasan


Sanasan