Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોએલ 1:10 - પવિત્ર બાઇબલ C.L.

10 ખેતરો પાકવિહોણાં છે; ધાન્યનો નાશ થયો હોવાથી ધરતી ઝૂરે છે. દ્રાક્ષો સુકાઈ ગઈ છે અને ઓલિવવૃક્ષો કરમાઈ ગયાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ખેતરોને ખેદાનમેદાન કરી મૂકવામાં આવ્યાં છે, ભૂમિ શોક કરે છે, કેમ કે અનાજનો નાશ થયો છે, નવો દ્રાક્ષારસ સુકાઈ ગયો છે, તેલ સુકાઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ખેતરો લૂંટાઈ ગયાં છે, ભૂમિ શોક કરે છે. કેમ કે અનાજનો નાશ થયો છે. નવો દ્રાક્ષારસ સુકાઈ ગયો છે. તેલ સુકાઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ખેતરો લૂંટાઇ ગયા છે. ભૂમિ આક્રંદ કરે છે. કેમ કે અનાજ લૂંટાઇ ગયું છે. નવી દ્રાક્ષ સુકાઇ ગઇ છે. તેલ સુકાઇ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




યોએલ 1:10
19 Iomraidhean Croise  

હવે પછી તું જ્યારે ખેતી કરશે ત્યારે જમીનમાંથી કંઈ પાકશે નહિ અને તું નિર્વાસિત જેવો આ પૃથ્વી પર આમતેમ ભટક્તો ફરીશ.”


નિમ્રીમનું જળાશય સુકાઈ ગયું છે. તેની આસપાસનું ઘાસ તેમ જ વનસ્પતિ સુકાઈ ગયાં છે અને કંઈ લીલોતરી રહી નથી.


દ્રાક્ષાસવને અભાવે લોકો રસ્તાઓ પર બૂમો પાડે છે. સઘળો ઉલ્લાસ ઉદાસીનતામાં પલટાઈ ગયો છે; પૃથ્વી પરથી આનંદનો લોપ થયો છે.


નવો દ્રાક્ષાસવ સુકાઈ જાય છે અને દ્રાક્ષવેલો ચીમળાઈ જાય છે. તેથી મજા માણનારાઓ નિસાસા નાખે છે.


તેમણે તેને ઉજ્જડ કરી દીધો છે. આખો દેશ ઉજ્જડ થઈને મારી સમક્ષ ઝૂરે છે સમગ્ર ભૂમિ વેરાન બની છે, અને કોઈ તેની કાળજી રાખતું નથી.


ક્યાં સુધી અમારો દેશ સૂકોભઠ રહેતાં ગમગીન રહેશે, અને બધાં ખેતરોનું ઘાસ ચીમળાઈ જશે? પ્રાણીઓ અને પક્ષીઓ નષ્ટ થઈ રહ્યાં છે, કારણ, આ દેશના લોકો દુષ્ટ છે. તેઓ કહે છે કે, ‘અમે શું કરીએ છીએ એ ઈશ્વર ક્યાં જુએ છે?’


મોઆબ દેશની ફળદ્રુપ ભૂમિમાંથી આનંદ અને હર્ષ દૂર કરાયાં છે. દ્રાક્ષકુંડોમાંથી દ્રાક્ષાસવ વહેતો નથી અને ગીત લલકારીને દ્રાક્ષોને ખૂંદનાર કોઈ નથી, અને એ લલકારના આનંદી પોકારો સંભળાતા નથી.


તેથી જમીન સુકાઈ જશે અને તેની પરના બધા જીવ મરણ પામશે. બધાં જ પ્રાણીઓ અને પક્ષીઓ, અરે, સમુદ્રનાં માછલાંય મરણ પામશે.”


પણ થોડા જ સમયમાં અનાજની ખળીઓમાંથી અનાજ અને દ્રાક્ષાકુંડમાંથી દ્રાક્ષાસવ ખલાસ થઈ જશે અને નવા દ્રાક્ષારસની ખોટ પડશે.


દ્રાક્ષવેલા અને અંજીરીઓ ચિમળાઈ ગયાં છે; બધાં ફળાઉ વૃક્ષો સુકાઈને મરી ગયાં છે. લોકોનો આનંદ અલોપ થયો છે.


હે નશાબાજો, જાગો અને વિલાપ કરો; હે શરાબીઓ, પોક મૂકો. નવો દ્રાક્ષાસવ બનાવવા માટેની દ્રાક્ષોનો નાશ થયો છે.


તેમણે તેમને જવાબ આપ્યો: “હવે હું તમને ધાન્ય, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલ આપીશ, અને તમે તૃપ્ત થશો. બીજી પ્રજાઓ હવે તમારો તુચ્છકાર નહિ કરે.


તમારો કઠોર પરિશ્રમ નકામો જશે. કાચી જમીનમાંથી કશું પાકશે નહિ અને વૃક્ષો પોતાનાં ફળ આપશે નહિ.


જો કે અંજીરીને ફૂલ ન બેસે, અને દ્રાક્ષવેલાઓ પર કંઈ દ્રાક્ષ ન પાકે; જો કે ઓલિવનો પાક નિષ્ફળ નીવડે, અને ખેતરોમાં કંઈ ધાન્ય પાકે નહિ; જો કે વાડામાંનાં બધાં ઘેટાં નાશ પામે, અને ઢોરની બધી કોઢો ખાલીખમ થઈ જાય,


મેં ભૂમિ પર, પર્વતો પર, ખેતરો પર, દ્રાક્ષ અને ઓલિવની વાડીઓ પર, ભૂમિની સઘળી નીપજ પર માણસો અને પશુઓ પર અને ખેતીવાડીની તમારી સઘળી મહેનતમજૂરી પર દુકાળ મોકલ્યો છે.”


હું તમારાં સંતાનોને શિક્ષા કરીશ અને તમે જે પ્રાણીઓનું બલિદાન કરો છો તેનું જ છાણ હું તમારા ચહેરા પર ચોપડીશ અને તમને ઉકરડા પર લઈ જવામાં આવશે.


Lean sinn:

Sanasan


Sanasan