Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 9:4 - પવિત્ર બાઇબલ C.L.

4 એ તો સર્વજ્ઞ અને સર્વસમર્થ છે; તેમની સામે પડીને કોણ સફળ થઈ શકે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 [એ] તો જ્ઞાની તથા સામર્થ્યવાન [છે] ; તેમની સામો થઈને કોણ આબાદાની પામ્યો છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ઈશ્વર જ્ઞાની તથા પરાક્રમી છે, તેમની સામે થઈને કોણ આબાદાની પામ્યો છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તે વિદ્વાન તથા સર્વસમર્થ છે, કોઇપણ માણસ ઇજા પામ્યા વગર દેવ સામે લડી શકે તેમ નથી.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 9:4
39 Iomraidhean Croise  

ઈશ્વર પોતે અમારા આગેવાન છે અને તેમના યજ્ઞકારો તમારી સામેની લડાઈમાં રણભેરી વગાડવા તેમનાં રણશિંગડાં લઈને અહીં અમારી સાથે છે. હે ઇઝરાયલીઓ, તમે તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુની સામે લડશો નહિ! તમે જીતી શકવાના નથી.”


“ઓ અમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુ, તમે તો આકાશવાસી ઈશ્વર છો અને પૃથ્વીની સર્વ પ્રજાઓનાં રાજ્યો પર રાજ કરો છો. તમે પરાક્રમી અને શક્તિશાળી છો અને કોઈ તમારી સામે પડી શકે નહિ.


તો તો તે તને જ્ઞાનનાં રહસ્યો પ્રગટ કરે. કારણ, સાચા જ્ઞાનને બે પાસાં હોય છે અને ઈશ્વર બધાં જ પાપ ધ્યાનમાં લેતા નથી.


તું ઈશ્વર વિરુદ્ધ ગુસ્સે થાય છે, અને તારા મુખમાંથી નિંદાકારક શબ્દો નીકળે છે.


શું ઈશ્વર પોતાના પૂરા જોરથી મારી સાથે વિવાદ કરત? ના, ના, તે તો જરૂર મારી વાત લક્ષમાં લેત.


પરંતુ ઈશ્વર પોતાની શક્તિથી જુલમીઓને અંકુશમાં લે છે; ઈશ્વર ઊઠે છે એટલે તેમનાં જીવન સલામત રહેતાં નથી.


“ઈશ્વર સર્વશક્તિમાન છે, સૌ તેમનો આદરયુક્ત ભય રાખે; તે પોતાનાં સર્વોચ્ચ સ્થાનોમાં શાંતિ પ્રવર્તાવે છે.


કેવળ ઈશ્વર જ જ્ઞાન તરફ જતો માર્ગ જાણે છે અને તેમને જ તેના નિવાસસ્થાનની ખબર છે.


જુઓ, ઈશ્વર કેવા મહાન છે, પણ તે કોઈને તુચ્છકારતા નથી; તેમની સમજશક્તિ પણ ગહન છે!


સર્વસમર્થ તો મહા પરાક્રમી છે; આપણે તેમનો પાર પામી શક્તા નથી. તેમની પાસે અદલ ઈન્સાફ અને નેકી છે અને તે જુલમ કરતા નથી.


‘ટૂહોથ’*ને જ્ઞાન કોણે આપ્યું છે? ‘સેકવી’ને સૂઝ કોણે આપી છે?


પોતાના ડહાપણથી કોઈ વાદળાંની ગણતરી કરી શકે? અથવા વરસાદ માટે આકાશી મશકો નમાવી શકે?


શું તારી પાસે ઈશ્વરના જેવા બળવાન ભુજ છે? શું તેમના સાદ જેવી ગર્જના તું કરી શકે છે?


શું તું તેનું નાક દોરડાથી નાથી શકે? કે તેના જડબાને આંકડાથી વીંધી શકે?


તો તો મને ઘણી રાહત થાય; એ કારમી ક્તલમાં યે હું મસ્ત થઈશ. કારણ, મેં ઈશ્વરના શબ્દો ઉથાપ્યા નથી.


જો હું તેમની સામે બળનો પ્રયોગ કરું, તો જુઓ, તે તો કેવા બળવાન છે! જો હું તેમના પર દાવો માંડુ, તો કોણ તેમને હાજર થવા ફરમાવે?


હે પ્રભુ, તમારાં કાર્યો અનેકવિધ છે; તમે સઘળું જ્ઞાનથી રચ્યું છે; તમે રચેલાં જીવજંતુથી પૃથ્વી ભરપૂર છે.


તેમણે પોતાના જ્ઞાનથી આકાશો સર્જ્યાં છે; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


ભવ્ય વિજયમાં તમે તમારા શત્રુઓને પાયમાલ કરી નાખો છો; તમારો કોપ ભભૂકી ઊઠે છે અને તેઓ ભૂસાની જેમ ભસ્મ થઈ જાય છે.


ફેરોએ માણસ મોકલીને તપાસ કરાવી તો ઇઝરાયલીઓનાં ઢોરમાંથી એકપણ મર્યું નહોતું. છતાં ફેરોનું હૃદય હઠીલું રહ્યું અને તેણે લોકોને જવા દીધા નહિ.


સદાસર્વદા પ્રભુનો ડર રાખીને વર્તનાર ધન્યવાદને પાત્ર છે, પરંતુ પોતાના દયને કઠોર બનાવનાર આપત્તિમાં આવી પડશે.


વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની જિદને વળગી રહેનાર એકાએક નાશ પામશે અને બચવાનો ઉપાય રહેશે નહિ.


પોતાના બનાવનારની સાથે વાદવિવાદ કરનારની કેવી દુર્દશા થશે! તે તો માટીનાં પાત્રોમાંનું એક પાત્ર જ છે. શું માટી કુંભારને પૂછી શકે કે, “તું શું બનાવે છે?” અથવા શું તારી કૃતિ તને કહી શકે કે, “તારામાં આવડત નથી?”


હે બેબિલોન નગરી, તારી બીછાવેલી જાળમાં તું પોતે જ સપડાઈ ગઈ, અને તને ખબર સુદ્ધાં પડી નહિ. તું ફસાઈને પકડાઈ ગઈ; કારણ, તેં મને એટલે પ્રભુને પડકાર ફેંકયો હતો.


“ઈશ્વર જ્ઞાની અને પરાક્રમી છે, તેમની સદાસર્વદા સ્તુતિ થાઓ.


પ્રભુ સહેજમાં ગુસ્સે થતા નથી, પણ તે શક્તિશાળી છે, અને દોષિતને શિક્ષા કર્યા વગર રહેતા નથી. જ્યાં જ્યાં પ્રભુ ચાલે છે ત્યાં ત્યાં ઝંઝાવાત ઊઠે છે. વાદળો તો તેમના ચાલવાથી ઊડતી ડમરીઓ છે.


અરે, ઈશ્વરનાં જ્ઞાન અને પ્રજ્ઞાની સંપત્તિ કેવી અગાધ છે! તેમના નિર્ણયોને કોણ સમજાવી શકે? તેમના માર્ગોને કોણ સમજી શકે?


અથવા શું આપણે પ્રભુને ગુસ્સે કરવા માગીએ છીએ? શું આપણે તેમના કરતાં જોરાવર છીએ?


અને આપણે જેઓ વિશ્વાસ કરીએ છીએ તેમનામાં કાર્ય કરી રહેલ ઈશ્વરનું પરાક્રમ કેટલું મહાન છે તે તમે જાણી શકો.


એટલે કે, આપણાં પાપ માફ કરવામાં આવ્યાં છે. એ રીતે ઈશ્વરે આપણા પર પોતાની કૃપાની સમૃદ્ધિ વરસાવી છે. ઈશ્વરે પોતાનાં સર્વ જ્ઞાન અને આંતરસૂઝ પ્રમાણે


જેથી વર્તમાન સમયમાં સ્વર્ગીય ક્ષેત્રના અધિકારીઓ અને સત્તાધીશો મંડળીની મારફતે ઈશ્વરનું બહુવિધ જ્ઞાન જાણી શકે.


આપણામાં કાર્ય કરતા તેમના સામર્થ્યની મારફતે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં વિશેષ કરવાને જે શક્તિમાન છે,


Lean sinn:

Sanasan


Sanasan