Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 8:13 - પવિત્ર બાઇબલ C.L.

13 ઈશ્વરને વીસરી જનારના એવા જ હાલ થાય છે, અને ઈશ્વર વિરોધીઓની આશા નષ્ટ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 ઈશ્વરને વીસરી જનાર સર્વના એ જ હાલ છે; અને અધર્મીની આશા એમ જ નાશ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ઈશ્વરને ભૂલી જનાર સર્વના એવા જ હાલ થાય છે અને અધર્મીની આશા એમ જ નાશ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 લોકો જે ઈશ્વરને ભૂલી જાય છે તે પેલા બરુઓ જેવા છે. જે વ્યકિત ઈશ્વરને ભૂલી જાય છે તેને આશા રહેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 8:13
25 Iomraidhean Croise  

પરંતુ દુષ્ટોની આંખો નિસ્તેજ થશે, તેમનું શરણસ્થાન નષ્ટ થશે અને તેમની આશા અંતિમ શ્વાસ સમી બનશે.”


કદાચ, એ જ રીતે મારો છુટકારો થશે, કારણ, કોઈ અધર્મી ત્યાં ઈશ્વર સમક્ષ હાજર થઈ શકશે નહિ.


અધર્મીઓની જમાત વાંઝણી રહેશે; અને લાંચરુશવતથી ભરેલા તંબૂ ભસ્મીભૂત થશે.


તેના સલામત તંબૂમાંથી તેને ખેંચી કાઢવામાં આવ્યો છે; આતંકના રાજા સમક્ષ તે ઘસડી જવાયો છે.


દુષ્ટની ખુશાલી અલ્પજીવી હોય છે, અને અધર્મીનો આનંદ ક્ષણિક હોય છે?


અધર્મીઓ મનમાં રોષ ભરી રાખે છે, અને ઈશ્વર તેમને શિક્ષા કરે તો પણ સહાય માટે પોકારતા નથી.


હજુ તો તે વધી રહ્યું હોય અને કપાયું ન હોય, ત્યાં તો પાણી વિના તે ઘાસનીય પહેલાં સુકાઈ જાય છે.


પરંતુ દુષ્ટો એવા હોતા નથી; તેઓ તો પવનથી ઊડી જતાં ફોતરાં સમાન છે.


અહંકારને લીધે દુષ્ટ માણસ ઈશ્વરથી વિમુખ રહે છે; તેના વિચારોમાંય ઈશ્વરનું સ્થાન નથી.


દુષ્ટ નેકજનની આબાદી જોઈને ચીડાશે; તે રોષથી દાંત પીસશે અને સૂક્તો જશે, એમ દુષ્ટોની ધારણાઓ નિષ્ફળ જશે.


હે ઈશ્વરની અવગણના કરનારા, તમે આ સમજો; નહિ તો હું ચીરીને તમારા ટુકડેટુકડા કરીશ, અને તમને ઉગારનાર કોઈ નહિ હોય.


દુષ્ટો મૃત્યુલોક શેઓલ પ્રતિ ઘસડાઈ જશે. સાચે જ, ઈશ્વરની અવજ્ઞા કરનાર બધા લોકોનો એ જ અંજામ થશે.


નેકજનોની આકાંક્ષાઓ આનંદમાં પરિણમે છે, પણ દુષ્ટોની આશાઓ નિષ્ફળ જાય છે.


દુષ્ટની આકાંક્ષાઓ તેના મૃત્યુ સાથે જ લોપ થાય છે, અને તેણે પોતાના ધન પર બાંધેલો મદાર વ્યર્થ નીવડે છે.


દુષ્ટોનું પતન થાય ત્યારે તેઓ હતા ન હતા થઈ જાય છે, પણ નેકજનનું કુટુંબ ટકી રહે છે.


સિયોનમાં પાપીઓ ધ્રૂજી ઊઠયા છે. દુષ્ટોને કંપારી છૂટી છે. તેઓ કહે છે: “આપણામાંથી કોણ ભસ્મ કરી નાખનાર અગ્નિ સાથે અને સદા બળતી આગ સાથે વસી શકે?”


પણ તમે તો આકાશોને પ્રસારનાર અને પૃથ્વીના પાયા નાખનાર તમારા સર્જનહારને વીસરી ગયા છો. તેથી તો તમે તમારા જુલમગારોને લીધે આખો દિવસ સતત ભયમાં રહો છો. પણ તમારા જુલમગારોનો કોપ ક્યાં છે?


હવે હું બહુ લાંબુ જીવવાનો નથી અને પ્રભુ પરની મારી આશા નષ્ટ થઈ છે.


એ નોકરના કાપીને ટુકડેટુકડા કરી નાખશે અને દંભીઓના જેવા તેના હાલ કરશે. ત્યાં રડવાનું અને દાંત કટકટાવાનું થશે.


ત્યારે ઇજિપ્ત દેશની ગુલામીમાંથી તમને મુક્ત કરનાર તમારા ઈશ્વર પ્રભુને તમે વીસરી ન જાઓ એ માટે કાળજી રાખજો.


“સાવધ રહેજો કે, હું તમને આજે જે આજ્ઞાઓ, નિયમો અને આદેશો ફરમાવું છું તેમનું પાલન નહિ કરતાં તમે તમારા ઈશ્વર પ્રભુને ભૂલી ન જાઓ.


ત્યારે તમારું મન ગર્વિષ્ઠ ન થઈ જાય અને તમારા ઈશ્વર પ્રભુને ભૂલી ન જાઓ તે માટે સાવધ રહેજો. કારણ, એમણે જ તમને ઇજિપ્ત દેશની ગુલામીના બંધનમાંથી મુક્ત કર્યા છે.


“જો તમે તમારા ઈશ્વર પ્રભુને ભૂલી જઈને અન્ય દેવોને અનુસરશો, તેમની ભક્તિ કરશો અને તેમને નમશો તો હું તમને ગંભીર ચેતવણી આપું છું કે તમે વિનાશ પામશો.


Lean sinn:

Sanasan


Sanasan