Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 7:7 - પવિત્ર બાઇબલ C.L.

7 હે ઈશ્વર, સંભારો તો ખરા કે મારી જિંદગી એક ફૂંક જેવી છે. મારી આંખો ફરી કદીય સુખ જોનાર નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અરે યાદ રાખો કે મારું જીવન પવન જેવું છે, મારી આંખ ફરી કદી સુખ જોનાર નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 યાદ રાખજો કે, મારું જીવન માત્ર શ્વાસ છે; મારી આંખ ફરી કદી સુખ જોનાર નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 દેવ યાદ રાખજો, મારું જીવન માત્ર એક શ્વાસ છે. હું ફરી કંઇ સારું જોઇશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 7:7
16 Iomraidhean Croise  

તેમના પિતા યાકોબે તેમને કહ્યું, “તમે મને છોકરા વિનાનો કરી મૂકવાના છો. યોસેફ નથી, શિમયોન પણ નથી અને હવે તમે બિન્યામીનને લઈ જવા માંગો છો! એ બધાનું દુ:ખ તો મારે વેઠવું પડે છે.”


તમે મોશેને આપેલ સંદેશ યાદ કરો: “હે ઇઝરાયલ લોકો, જો તમે બેવફા નીવડશો તો હું તમને બીજા દેશોમાં વિખેરી નાખીશ.


મારી જિંદગીના અલ્પ દિવસો પૂરા થવામાં છે માટે મારો કેડો મૂકો; થોડીવાર મને નિરાંત લેવા દો;


સંભારો કે તમે મને માટીમાંથી ઘડયો છે; અને હવે તમે મને પાછો માટીમાં મેળવી દેશો?


હું ત્રાસી ગયો છું. મારે ઝાંઝુ જીવવું જ નથી. મારો પીછો છોડો, કારણ, મારી જિંદગી વ્યર્થ છે.


મારા દિવસો ઝડપી ખેપિયા કરતાંય વિશેષ વેગે પસાર થાય છે; તેઓ ઊડી જાય છે અને એમાં સુખની ઝાંખી સરખી ય નથી.


સાચે જ પૃથ્વી પર ચાલનાર પ્રત્યેક માણસનું જીવન પડછાયા જેવું છે; સાચે જ તેનો બધો પરિશ્રમ વ્યર્થ છે. તે મિલક્તનો સંગ્રહ તો કરે છે, પણ તેના પછી તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.


ઘણા માણસો આવી પ્રાર્થના કરે છે: “હે પ્રભુ, અમને અઢળક આશિષ આપો, હે પ્રભુ, અમારા પર તમારા માયાળુ મુખનો પ્રકાશ પાડો.”


હે પ્રભુ, શત્રુઓ તમારી નિંદા કરે છે, અને મૂર્ખ લોકો તમારા નામને ધૂત્કારે છે તે તમે યાદ કરો.


હે ઈશ્વર, ઊઠો, તમારા દાવાનું સમર્થન કરો; મૂર્ખ લોકો સતત તમારી નિંદા કરે છે તે યાદ કરો.


કારણ, ઈશ્વરે સંભાર્યું કે તેઓ ક્ષુદ્ર મનુષ્યો છે અને તેઓ તો ગયા પછી પાછો ન આવનાર વાયુ જેવા છે.


મારું આયુષ્ય કેટલું અલ્પ છે તે સંભારો; તમે માનવજાતને મર્ત્ય સર્જી છે તે યાદ કરો.


હે પ્રભુ, તમારા આ સેવકનાં અપમાનો યાદ કરો; મેં કેવી રીતે મારા હૃદયમાં લોકોનાં વાકાબાણ સહ્યાં છે તે સંભારો.


પછી મેં કહ્યું, “હે પ્રભુ, તમે બધું જ જાણો છો; મને સંભારો અને મારી મદદે આવો, મારા પર જુલમ કરનારાઓ પર બદલો લો. તેઓ મને ખતમ કરી નાખે ત્યાં સુધી તેમના પ્રત્યે ધીરજ ન દાખવો. યાદ રાખો કે, તમારે લીધે હું આ અપમાન સહું છું.


આવતીકાલે તમારા જીવનનું શું થશે તે તમે જાણો છો? તમે તો ધૂમ્મસ જેવા છો. જે થોડીવાર સુધી દેખાય છે અને પછી અદૃશ્ય થઈ જાય છે.


Lean sinn:

Sanasan


Sanasan