Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 7:6 - પવિત્ર બાઇબલ C.L.

6 વણકરના કાંટલા કરતાં ય મારા દિવસો વધુ ઝડપથી પસાર થાય છે, અને કોઈ પણ આશા વિના તેમનો અંત આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 મારા દિવસ વણકરના કાંઠલા કરતાં વધારે વેગવાળા છે, અને આશા વિના વહી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 મારા દિવસો વણકરના કાંટલા કરતા વધુ ઝડપી છે, અને આશા વિના તેનો અંત આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “મારા દિવસો વણકરના કાંટલા કરતાઁ વધુ ઝડપી છે, અને આશાઓ વિનાનો મારા જીવનનો અંત આવે છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 7:6
23 Iomraidhean Croise  

અરે, તે મને રહેંસી નાખશે. હવે કોઈ આશા રહી નથી. તેમ છતાં, હું મારી વર્તણૂકનો તેમની સમક્ષ બચાવ રજૂ કરીશ.


પાણી પથ્થરોને ઘસી નાખે છે અને મુશળધાર વર્ષા માટીને ઘસડી જાય છે તેમ જ તમે માણસની આશા નષ્ટ કરો છો.


કારણ, મારી જિંદગીનાં જૂજ વર્ષો બાકી છે અને કદી પાછા ફરી ન શકાય એ માર્ગે હું જઈ રહ્યો છું.


“મારો આત્મા ભાંગી પડયો છે; મારા દિવસો પૂરા થયા છે; મારે માટે કબર તૈયાર છે.


મારા દિવસો પૂરા થયા છે, મારી યોજનાઓ પડી ભાંગી છે, મારા દયની ઝંખનાઓ નષ્ટ થઈ છે.


તો પછી મારી આશા ક્યાં રહી? મારી આબાદી કોણ જોશે?


શું મારી આશા ય મૃત્યુલોકમાં ઊતરી જશે? શું અમે બન્‍ને સાથે ધૂળમાં મળી જઈશું?”


તેમણે મને ચોમેરથી તોડી પડયો છે અને હું નષ્ટ થઈ ગયો છું; તે મારી આશાને વૃક્ષની જેમ જડમૂળથી ઉખેડી નાખે છે.


કારણ, મારામાં એવી શક્તિ ક્યાં છે કે હું આશા રાખું? અને મારું ભાવિ એવું તો કેવું છે કે હું ધીરજ રાખું?


મારા દિવસો ઝડપી ખેપિયા કરતાંય વિશેષ વેગે પસાર થાય છે; તેઓ ઊડી જાય છે અને એમાં સુખની ઝાંખી સરખી ય નથી.


ઢળતી સાંજના પડછાયાની જેમ મારી જિંદગીનો અંત પાસે છે; હું ઘાસની જેમ ચીમળાઈ ગયો છું.


મનુષ્ય તો ફૂંક સમાન છે, અને તેના દિવસો સાંજે અદશ્ય થતી છાયા સમાન છે.


દુષ્ટો તેમની દુષ્ટતાથી જ પતન પામે છે, પણ નેકજનની નિર્દોષતા તેનું રક્ષણ કરે છે.


મેં કહ્યું, ‘ઇઝરાયલ, જૂઠા દેવો પાછળ દોડીને તારા પગ ઘસી ન કાઢ અને તારું ગળુ સુકવી ન નાખ’ પણ તે કહ્યું, ‘એ બની શકે તેમ નથી; મને પારકા દેવો ગમે છે, અને હું તેમની પાછળ જઈશ.” ઇઝરાયલ સજાપાત્ર છે


તે સમયે તમે ખ્રિસ્ત વગરના હતા. તમે પરદેશી હતા અને ઈશ્વરના પસંદ કરેલા ઇઝરાયલી લોકમાં તમારી ગણતરી કરવામાં આવતી નહોતી. ઈશ્વરે પોતાના લોકને આપેલાં વચનો પર આધારિત કરારોમાં તમારે કોઈ લાગભાગ ન હતો. તમે આ દુનિયામાં આશારહિત અને ઈશ્વર વગર જીવતા હતા.


સૂર્યનો તાપ તપે છે એટલે ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ખરી પડે છે. તેમજ તેનું સૌંદર્ય નાશ પામે છે. એ જ પ્રમાણે, ધનવાન પણ જ્યારે પોતાના ધંધા રોજગારમાં મશગૂલ હશે ત્યારે તે નાશ પામશે.


આવતીકાલે તમારા જીવનનું શું થશે તે તમે જાણો છો? તમે તો ધૂમ્મસ જેવા છો. જે થોડીવાર સુધી દેખાય છે અને પછી અદૃશ્ય થઈ જાય છે.


તેથી તમારાં મનમાં સજ્જ થઈને જાગૃત રહો, અને ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાના સમયે મળનાર આશિષો પર સંપૂર્ણ આશા રાખો.


શાસ્ત્રમાં લખેલું છે: “બધા માણસો જંગલમાંના ઘાસ જેવા છે, અને તેમનો મહિમા તેના ફૂલ જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે, પણ પ્રભુનું વચન સદાકાળ ટકી રહે છે.”


Lean sinn:

Sanasan


Sanasan