Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 7:4 - પવિત્ર બાઇબલ C.L.

4 સૂતી વેળાએ હું વિચારે ચડું છું કે, ‘સવાર ક્યારે થશે?’ પણ રાત લંબાયા કરે છે અને સૂર્યોદય થતાં સુધી હું પડખાં ફેરવ્યા કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 સૂતી વેળાએ હું વિચાર કરું છું કે, હું ક્યારે ઊઠીશ? પણ રાત લાંબી જાય છે; અને સૂર્યોદય થતાં સુધી હું આમતેમ તરફડિયાં મારું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 સૂતી વેળાએ હું વિચારું છું કે, ‘હું ક્યારે ઊઠીશ અને રાત્રી ક્યારે પસાર થશે?’ સૂર્યોદય થતાં સુધી હું આમતેમ પડખાં ફેરવ્યા કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હું જ્યારે સૂવા જાઉ છું ‘ત્યારે પહેલા વિચારું છું કે ઊઠવાના સમયને થવાને કેટલી વાર લાગશે?’ રાત્રિ પસાર થયા કરે છે. હું સૂર્ય ઊગે ત્યાં સુધી પડખા ફેરવ્યા કરું છુ.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 7:4
9 Iomraidhean Croise  

મારા મિત્રો રાત્રિને દિવસમાં પલટી નાખવા ચાહે છે, અને તેઓ કહે છે, ‘હવે અંધકાર અલોપ થશે, અને પ્રકાશ નજીક છે.’


રાત્રે મારાં બધાં હાડકાં કળે છે, અને મારા સણકા થાક ખાતા નથી.


ઢળતી સાંજના પડછાયાની જેમ હું લુપ્ત થતો જઉં છું; જીવડાંની જેમ મને ખંખેરી નાખવામાં આવે છે.


પ્રભાતની વાટ જોતા ચોકીદાર કરતાં, પ્રભાતની આતુરતાપૂર્વક વાટ જોતા ચોકીદાર કરતાં મારો પ્રાણ પ્રભુની વધારે પ્રતીક્ષા કરે છે.


મારા નિ:સાસાથી હું નિર્ગત થઈ ગયો છું; દર રાતે આંસુથી મારી પથારી ભીંજાઈ જાય છે, અને રુદનથી મારું બિછાનું ભીનું થઈ જાય છે.


તમે મને મારી આંખો પણ મીંચવા દેતા નથી, વ્યાકુળતાને કારણે હું બોલી શક્તો નથી.


“હે દુ:ખિત, વાવાઝોડાની થપાટો ખાતી અને દિલાસાવિહોણી યરુશાલેમ નગરી, હું તારા પથ્થરો સુરમામાં બેસાડીશ અને તારા પાયા નીલમના કરીશ.


તમારા મનમાં ગભરાટ હશે અને તમારી સમક્ષ ભયંકર દૃશ્યો હશે; તેથી સવારે તમે કહેશો, ‘હે ઈશ્વર, ક્યારે સાંજ પડે!’ અને સાંજે તમે કહેશો, ‘હે ઈશ્વર, ક્યારે સવાર થશે!’


Lean sinn:

Sanasan


Sanasan