Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 7:21 - પવિત્ર બાઇબલ C.L.

21 શા માટે તમે મારા અપરાધ ક્ષમા કરતા નથી, અને મારો દોષ દૂર કરતા નથી? કારણ, હું ધૂળમાં પોઢી જાઉં તે પછી તો તમે મને શોધશો, પણ હું હયાત નહિ હોઉં.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને તમે મારા અપરાધોની ક્ષમા કેમ કરતા નથી, અને મારો અન્યાય દૂર કરતા નથી? હવે હું ધૂળ ભેગો થઈશ; તમે મને ખંતથી શોધશો, પણ હું હોઈશ જ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તમે મારા અપરાધો કેમ માફ કરતા નથી? અને મારા અન્યાય દૂર કરતા નથી? હવે હું ધૂળમાં ભળી જઈશ; તમે મને સવારે ખંતથી શોધશો, પણ હું હોઈશ જ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તમે મને ખોટુ કરવા બદલ શા માટે સીધી રીતે માફ કરતા નથી? તમે મારા પાપોને શા માટે સીધી રીતે માફ કરતા નથી? થોડાજ સમયમાં હું મરી જઇશ અને માટીમાં મળી જઇશ. તમે મને શોધશો, પણ હું ત્યાં હોઇશ જ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 7:21
29 Iomraidhean Croise  

પણ ગણતરી કર્યા પછી દાવિદનું અંત:કરણ ડંખવા લાગ્યું અને તેણે પ્રભુને કહ્યું, “હે પ્રભુ, આ કાર્ય કરીને મેં અઘોર પાપ કર્યું છે. કૃપા કરીને મને માફ કરો; કેમ કે મેં મૂર્ખાઈ કરી છે.”


એટલે જ હું કંઈ પાપ કરી બેસું તેની તમે તપાસ રાખતા હતા; જેથી મારા અપરાધને લીધે તમે મને દોષિત ઠરાવી શકો.


સંભારો કે તમે મને માટીમાંથી ઘડયો છે; અને હવે તમે મને પાછો માટીમાં મેળવી દેશો?


મારી સામે કોઈ આરોપ મૂકનાર છે? તો હું ચૂપ રહેવા અને મરવા તૈયાર છું.


પરંતુ માણસ મૃત્યુ પામે છે અને તેને પોઢાડી દેવાય છે. તે અંતિમ શ્વાસ પૂરો કરે પછી તે ક્યાં છે?


જો મેં કબરને ‘તમે મારા પિતા છો’, એમ કહ્યું હોય, અને કીડાને મારી મા અથવા બહેન માની લીધાં હોય,


તે સ્વપ્નની જેમ ઊડી જશે અને શોયો જડશે નહિ; રાત્રિના સંદર્શનની જેમ તે લોપ થશે.


એ પથારીમાં સૂઈ જાય છે ત્યારે ધનવાન હોય છે, પણ તે એટલી જ વાર; કારણ, જ્યારે તે આંખ ઉઘાડે છે, ત્યારે બધું ધન લોપ થઈ ગયું હોય છે.


નહિ તો, અત્યારે હું શાંતિમાં સૂતો હોત, અને નિરાંતે ઊંઘતો હોત.


તું કહે છે, ‘હું વિશુદ્ધ અને પાપરહિત છું; હું નિર્દોષ છું અને મારામાં કોઈ અપરાધ નથી.


મારા પર સતત નજર રાખનાર આંખ પછી ક્યારેય મારી ચોકી કરશે નહિ; તમારી આંખો મને શોધશે, પણ હું હયાત હોઈશ નહિ.


તે પછી બિલ્દાદ શૂહીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું,


તો મારાં દુ:ખો મને ડરાવે છે! કારણ, મને ખાતરી છે કે તમે મને નિર્દોષ ગણવાના નથી.


મનુષ્યનું આયુષ્ય ઘાસ જેવું છે, ખેતરમાંના ફૂલની જેમ તે ખીલે છે;


હું ફરીથી પસાર થયો ત્યારે તે ત્યાં ન હતો. મેં તેની શોધ કરી, પણ તેનો પત્તો લાગ્યો નહિ!


ત્યારે આપણું શરીર માટીમાં મળી જશે અને ઈશ્વરે આપેલો આત્મા તેની પાસે પાછો જશે.


અમારાં મરેલાંઓ સજીવન થશે, તેમનાં શબ પાછાં બેઠાં થશે, કબરમાં સૂતેલાં જાગી ઊઠશે અને આનંદનાં ગીત ગાશે. જેમ સવારનું ઝાકળ પૃથ્વીને તાજગી આપે છે તેમ પ્રભુ મરેલાંઓને સજીવન કરશે.


તેથી હે પ્રભુ, અમારા પર અતિશય ગુસ્સે થશો નહિ અને અમારાં પાપ અમારી વિરુદ્ધ કાયમ માટે સંભાર્યા કરશો નહિ. અમારી અરજ છે કે અમે તમારા લોક છીએ એ વાત લક્ષમાં લો.


મરી ગયેલાઓમાંના ઘણા સજીવન થશે. કેટલાક સાર્વકાલિક જીવનનો અનુભવ માણશે, તો બીજા કેટલાક સાર્વકાલિક લજ્જા ભોગવશે.


તમારી કબૂલાત સાથે તેની પાસે પાછા આવો અને કહો, “અમારાં પાપનું નિવારણ કરો અને કૃપા કરી અમારો સ્વીકાર કરો. અમે આખલાના અર્પણની જેમ અમારા મુખેથી તમને સ્તુત્યાર્પણ ચડાવીશું.


બીજે દિવસે યોહાને ઈસુને પોતાની તરફ આવતા જોઈને પોકાર્યું, “જુઓ ઈશ્વરનું હલવાન! તે દુનિયાનાં પાપ દૂર કરે છે.


આપણને સર્વ દુષ્ટતામાંથી મુક્ત કરવા અને આપણને તેમના શુદ્ધ અને સર્વ સારાં કાર્યો કરવાને આતુર એવા ખાસ લોક બનાવવા માટે પોતાનું સ્વાર્પણ કરનાર પણ તે જ છે.


પણ જો ઈશ્વર સમક્ષ આપણે આપણાં પાપ કબૂલ કરીએ તો તે આપણાં પાપની ક્ષમા આપશે અને આપણને બધાં દુષ્કર્મોથી શુદ્ધ કરશે, કારણ, તે વિશ્વાસુ તથા ન્યાયી છે.


તમે જાણો છો કે માનવીનાં પાપ દૂર કરવા માટે ખ્રિસ્ત પ્રગટ થયા હતા અને તેમનામાં કોઈ પાપ નથી.


Lean sinn:

Sanasan


Sanasan