Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 7:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તેથી હું મૌન રહી શક્તો નથી. મારા અંતરની તીવ્ર વેદના જ મને બોલવા પ્રેરે છે, મારા પ્રાણની કડવાશ જ મારી પાસે ફરિયાદ કરાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 માટે હું મારું મુખ બંધ નહિ રાખું, મારો આત્મા સંકટમાં છે તેથી હું બોલીશ; મારા જીવને વેદના થાય છે તેથી હું મારું દુ:ખ રડીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 માટે હું મારું મુખ બંધ નહિ રાખું; મારો આત્મા સંકટમાં છે તેથી હું બોલીશ; મારા આત્માની વેદનાને કારણે હું મારું દુ:ખ રડીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 “મને મારો ઊભરો ઠાલવવા દો, મારો આત્મા સંકટમાં છે તેથી હું શાંત રહીશ નહિ. હું બોલીશ; મારા આત્માની વેદનાને કારણે હું મારું દુ:ખ રડીશ.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 7:11
20 Iomraidhean Croise  

તેઓ એકબીજાને કહેવા લાગ્યા, “આપણે આપણા ભાઈ યોસેફ પ્રત્યે કરેલા વર્તાવ સંબંધી સાચે જ દોષિત છીએ. તે આજીજી કરતો હતો અને તેનો જીવ દુ:ખી થતો હતો ત્યારે તે જોઈને આપણે તેનું સાંભળ્યું નહિ; તેથી અત્યારે આપણે આ સંકટમાં આવી પડયા છીએ.”


“મારો જીવ આ જિંદગીથી ત્રાસી ગયો છે; તેથી હું મારી ફરિયાદનો ઊભરો ઠાલવીશ; મારા અંતરની વેદનાનું વિષ ઓકીશ.


જો હું દુષ્કર્મ કરું તો મને અફસોસ! પરંતુ જો હું નેક હોઉં તો પણ હું મારું માથું ઊંચું ઉઠાવીશ નહિ; કારણ, મારી પીડા પ્રતિ નજર કરું છું. ત્યારે હું શરમથી ઝૂકી જઉં છું.


ચૂપ રહો, મને બોલી લેવા દો. પછી ભલે મારું જે થવાનું હોય તે થાય!


હું બોલું તો પણ મારી બળતરામાં મને ઠંડક વળતી નથી; હું સહન કરીને શાંત રહું તોય મારી વેદના હળવી થતી નથી.


જ્યારે બીજા કેટલાક જીવનમાં દુ:ખ ભોગવતાં મરે છે, અને તેમને સુખનો છાંટો ય મળતો નથી!


“આજે પણ મારી ફરિયાદ વિદ્રોહભરી છે; કારણ, હું કણસું છું તો પણ તે મને કચડે છે.


સાવધ થા, દુષ્ટતા તરફ પાછો ફરીશ નહિ. કારણ, તું ક્સોટીના દુ:ખને બદલે દુષ્ટતા તરફ ઢળે છે.


તમે તમારા શબ્દોથી મને ઠપકો આપવા માંગો છો, પણ મારા નિરાશાના શબ્દો તમને બકવાસ લાગે છે!


જો હું મારી વિપત્તિને વીસરી જવાનો પ્રયત્ન કરું, જો મારી ઉદાસીનતા દબાવી દઈ હસમુખો દેખાવાનો યત્ન કરું,


મારી ભીતરમાં મારું હૃદય ઉદ્વેગથી ધૂંધવાઈ ઊઠયું, જેમ વધુ વિચાર્યું તેમ તે આગની જેમ સળગી ઊઠયું; ત્યારે હું મારી જીભે બોલી ઊઠયો:


તમારા લોકની મોટી સભામાં મેં ઉદ્ધાર વિષેનો શુભસંદેશ પ્રગટ કર્યો છે. હે પ્રભુ, તમે જાણો છો કે મેં મારા હોઠ બંધ રાખ્યા નથી.


પ્રભુ પોતે જ આ બધું કરનાર છે એવું તેમણે મને કહ્યું છે. મારા દયની વેદનાને લીધે મારી નિદ્રા ચાલી ગઈ છે.


તમે મારા દુ:ખને કલ્યાણમાં ફેરવી દેશો. મારા પ્રત્યેના તમારા પ્રેમને લીધે તમે મને વિનાશના ખાડામાંથી બહાર કાઢયો છે અને તમે મારાં બધાં પાપ તમારી પીઠ પાછળ ફેંકી દીધાં છે.


ભારે વેદનામાં તેમણે એથી પણ વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી; લોહીનાં ટીપાં જેવો તેમનો પરસેવો જમીન પર ટપકવા લાગ્યો.


મેં તમારા પર બહુ જ વ્યથિત અને શોક્તિ હૃદયથી તથા આંસુઓ સહિત લખ્યું હતું. હવે, તે તમને ખેદ પમાડવા માટે નહિ, પણ હું તમારા પર કેટલો બધો પ્રેમ રાખું છું, તે તમે સમજો માટે લખ્યું હતું.


હાન્‍નાનું દિલ બહુ દુ:ખી થઈ ગયું હતું, અને તે પ્રભુને રડી રડીને પ્રાર્થના કરતી હતી.


Lean sinn:

Sanasan


Sanasan