Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 7:1 - પવિત્ર બાઇબલ C.L.

1 “માણસનું પૃથ્વી પરનું જીવન સતત સંઘર્ષનું નથી? શું એના દિવસો મજૂરના દિવસો જેવા નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 શું પૃથ્વી પર માણસને સંકટ વેઠવાનું નથી? અને શું તેના દિવસો મજૂરના દિવસો જેવા નથી?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 “શું પૃથ્વી પર માણસને સંકટ સહન કરવાનું નથી? શું તેના દિવસો મજૂરના જેવા નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 અયૂબે કહ્યું: “શું પૃથ્વી પર માણસે મુશ્કેલીઓ વેઠવી પડતી નથી? શું માણસનું જીવન મહેનતાણું આપી કામે રાખેલ કામદાર જેવી નથી?

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 7:1
16 Iomraidhean Croise  

તમે મારી વિરુદ્ધ તમારી દુશ્મનાવટ તાજી કરો છો અને મારી વિરુદ્ધ તમારો ક્રોધ સતત વધતો જાય છે અને મારા પર દુ:ખોના અવારનવાર હુમલા લાવો છો.


“સ્ત્રીથી જન્મેલ પ્રત્યેક વ્યક્તિની આવરદા ટૂંકી અને સંકટથી ભરપૂર હોય છે.


પરંતુ જેમ અગ્નિના તણખા ઊડીને ઊંચે જ જાય છે, તેમ માનવી પણ સંકટને માટે સરજાયો છે.


ગુલામ છાંયડાની ઝંખના કરે છે, અને કામદાર આતુરતાથી વેતનની રાહ જુએ છે.


“હે પ્રભુ, મારો અંત ક્યારે છે, તથા મારું આયુષ્ય કેટલું લાંબું છે; મારું જીવન કેવું ક્ષણભંગુર છે તે સમજાવો.


પોતાના નીકળતા પ્રાણને રોકવાની કોઈ મનુષ્યની તાક્ત નથી અથવા તે પોતાના મૃત્યુના દિવસને પાછો ઠેલી શક્તો નથી. એ યુદ્ધમાંથી કોઈને છુટકારો મળતો નથી. છેતરપિંડી કરીને ય કોઈ એનાથી છટકી શકતું નથી.


પણ હવે પ્રભુ કહે છે, “ભાડૂતી નોકર વર્ષની સંખ્યા ગણે તેમ માત્ર ત્રણ જ વર્ષમાં મોઆબનો વૈભવ અને તેના વિશાળ જનસમુદાયનો તુચ્છકાર થશે. તેના લોકોમાંથી થોડા જ બચી જશે અને તે પણ કમજોર હશે.”


ત્યાર પછી પ્રભુએ મને કહ્યું, “ભાડૂતી ચાકર ગણતરી કરે એવા ફક્ત એક જ વર્ષમાં કેદારના સઘળા વૈભવનો અંત આવશે.


“તું હિઝકિયા પાસે પાછો જઈને તેને કહે, ‘હું તારા પૂર્વજ દાવિદનો ઈશ્વર છું. મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ જોયાં છે. હું તારું આયુષ્ય બીજાં પંદર વર્ષ વધુ લંબાવીશ.


યરુશાલેમના લોકોને હેતથી સમજાવો કે, ‘હવે તમારા દુ:ખના દિવસ પૂરા થયા છે. તમારા પાપનું ઋણ ચૂકવાઈ ગયું છે. કારણ, ઈશ્વરે તમને તમારાં બધાં પાપની બમણી શિક્ષા કરી છે.’


ખરીદનારે તેને માટે ચૂકવેલી કિંમત તે વેચાયો ત્યારથી ઋણમુક્તિના વર્ષ સુધીની ગણાય. તે મુક્ત થવા માગે ત્યારે ઋણમુક્તિના વર્ષને આવવાને જેટલાં વર્ષ બાકી રહ્યાં હોય તે પ્રમાણે તેણે પોતાનું મુક્તિમૂલ્ય ચૂકવી આપવું જોઈએ. વધારે વર્ષ બાકી હોય તો વધારે અને ઓછાં બાકી હોય તો ઓછું મૂલ્ય ચૂકવી આપવાનું રહે. મૂલ્ય મજૂરના દૈનિક વેતનના પ્રમાણમાં ગણવામાં આવે. એટલે ઋણમુક્તિના વર્ષમાં બાકી રહેલાં વર્ષ પ્રમાણે મજૂરીના વેતન જેટલી રકમ તે ચૂકવે.


તમારા દાસને છૂટો કરવાનું તમને અઘરું લાગવું જોઈએ નહિ. કારણ, તેણે અર્ધા વેતનથી તમારે ત્યાં છ વર્ષ ચાકરી કરી છે, માટે એને છૂટા કરવાથી તમારા ઈશ્વર પ્રભુ તમારાં સર્વ કાર્યોમાં તમને આશીર્વાદ આપશે.”


Lean sinn:

Sanasan


Sanasan