Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 6:9 - પવિત્ર બાઇબલ C.L.

9 એટલે, ઈશ્વર મને કચડી નાખવા રાજી થાય અને મને છૂટે હાથે રહેંસી નાખે તો કેવું સારું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 એટલે, જો ઈશ્વર કૃપા કરીને મને કચરી નાખે, અને પોતાના છૂટા હાથથી મારો નાશ કરે, તો કેવું સારું!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 એટલે ઈશ્વર કૃપા કરીને મને કચરી નાખે, અને પોતાના છૂટા હાથથી મને મારી નાખે તો કેવું સારું!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 મને થાય છે દેવ મને કચરી નાખે, જરા આગળ વધે અને મને મારી નાખે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 6:9
16 Iomraidhean Croise  

એલિયા ચાલતાં જતાં એક આખો દિવસ લાગે તેટલે અંતરે રણપ્રદેશમાં ગયો. તે થોભ્યો અને એક ઘટાદાર રોતેમ નામના વૃક્ષ નીચે બેઠો અને મોત માગ્યું. તેણે પ્રાર્થના કરી, “પ્રભુ, બસ, હવે બહુ થયું. મારો જીવ લઈ લો. હું ય હવે મરી જઈને મારા પૂર્વજો સાથે ભળી જઉં તો સારું.”


“મારો જીવ આ જિંદગીથી ત્રાસી ગયો છે; તેથી હું મારી ફરિયાદનો ઊભરો ઠાલવીશ; મારા અંતરની વેદનાનું વિષ ઓકીશ.


પરંતુ દુષ્ટોની આંખો નિસ્તેજ થશે, તેમનું શરણસ્થાન નષ્ટ થશે અને તેમની આશા અંતિમ શ્વાસ સમી બનશે.”


હે ઈશ્વર, તમે મને મૃત્યુલોક શેઓલમાં છુપાવી દો. તમારો કોપ શમી જાય ત્યાં સુધી મને ત્યાં સંતાડી રાખો. પછી સમય ઠરાવીને મને યાદ કરજો.


દયા કરો, મારા પર દયા કરો. તમે તો મારા મિત્રો છો! કારણ, ઈશ્વરના હાથે મારા પર પ્રહાર કર્યો છે.


અરે, મારી વિનંતી સાંભળવામાં આવે, અને જે માટે હું તડપું છે તે ઈશ્વર મને બક્ષે તો કેવું સારું!


હું નિર્દોષ છું. હવે મને મારી જાતની દરકાર નથી. કારણ, આ જિંદગીથી હું ત્રાસી ગયો છું.


કારણ, રાતદિવસ તમારી ભારે શિક્ષાનો હાથ મારા પર હતો. ઉનાળાની ગરમીમાં ભેજ સુકાઈ જાય તેમ મારું બળ સુકાઈ ગયું. (સેલાહ)


ભરવાડના તંબુની માફક મારું નિવાસસ્થાન ઉખેડીને ફેંકી દેવાયું છે. વણકર કાપડને હાથશાળ પર વીંટાળી લઈ તેને તાણામાંથી કાપી નાખે છે તેમ મેં મારું જીવન સંકેલી લીધું છે, તે કપાઈ ગયું છે. દિવસ પૂરો થઈ રાત પડે ત્યાં સુધીમાં તો તે મને પૂરો કરી નાખશે.


તેથી હે પ્રભુ, મારો જીવ લઈ લો; મારે જીવવા કરતાં મરવું સારું છે.”


દિવસ ચડતાં ઈશ્વરે પૂર્વનો ગરમ વાયુ ફૂંકાવા દીધો. યોનાના માથા પર સૂર્યનો સખત તાપ લાગતાં તે બેહોશ જેવો થઈ ગયો અને તેણે મોત માગ્યું. તે બોલ્યો, “મારે જીવવા કરતાં મરવું સારું છે.”


એ પાંચ મહિના દરમિયાન માણસો મરણ માગશે પણ મળશે નહિ. તેઓ મરણ ઝંખશે, પણ તે તેમનાથી દૂર ભાગતું રહશે.


Lean sinn:

Sanasan


Sanasan