Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 6:4 - પવિત્ર બાઇબલ C.L.

4 સર્વસમર્થનાં બાણ મારા અભ્યંતરમાં વાગ્યાં છે, એ બાણોને પાયેલું વિષ મારામાં વ્યાપી ગયું છે. ઈશ્વરના આતંકો મારી સામે લડવાને ક્તારબદ્ધ ઊભા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે સર્વશક્તિમાનનાં બાણ મારા અભ્યંતરમાં વાગે છે, અને તેનું વિષ મારો આત્મા ચૂસી લે છે; ઈશ્વરનો ત્રાસ મારી સામે લડવા ઊભો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કેમ કે સર્વશક્તિમાનનાં બાણ મારા હૃદયમાં વાગે છે, અને તેમનું વિષ મારો આત્મા ચૂસી લે છે; ઈશ્વરનો ત્રાસ મારી સામે લડવા ઊભો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 સર્વસમર્થ દેવે મને તેના બાણથી ભરી દીધો છે. તેમના વિષમય બાણથી મારો આત્મા વીંધાઇ ગયો છે. દેવના ભયાનક શસ્રો મારી સામે મૂકાયા છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 6:4
30 Iomraidhean Croise  

ઈશ્વર મને ધિક્કારે છે અને મને ક્રોધથી રહેંસી નાખે છે; પોતાના રોષમાં તે મારી સામે દાંત પીસે છે. મારો શત્રુ મારી સામે આંખો કાઢે છે.


તેમનાં લશ્કરો મારા પર એક સાથે ચડી આવે છે, તેઓ મારી વિરુદ્ધ મોરચો બાંધે છે અને મારા તંબૂની આસપાસ ઘેરો ઘાલે છે.


દુષ્ટે સાપનું ઝેર ચૂસવું પડશે, અને નાગનો ક્તિલ ડંખ તેને હણી નાખશે.


તેમની પોતાની જ આંખોને તેમના વિનાશનો પ્યાલો જોવા દો, અને તેમને જાતે જ સર્વસમર્થના કોપનો પ્યાલો પીવા દો.


આતંકે મને ઘેરી લીધો છે, મારી પ્રતિષ્ઠા પવનના સપાટે ઊડી ગઈ છે; અને મારી આબાદી વાદળની માફક લોપ થઈ છે.


કારણ, ઈશ્વર તરફથી શિક્ષારૂપે આવતી આફતથી હું ડરતો હતો, અને તેમની પ્રતિભાના પ્રતાપને લીધે હું એવું કરી શક્તો નહોતો.


હું સાચો છું, છતાં મને જૂઠો ગણવામાં આવે છે; હું અપરાધી નથી, છતાં તેમના બાણથી મરણતોલ ઘવાયો છું.’


હે માનવજાતના ચોકીદાર, મેં પાપ કર્યું હોય તો એમાં મેં જ તમારું શું બગાડયું છે, કે તમે મને તમારા તાકવાનું નિશાન બનાવ્યો છે? શું હું જ તમારે માટે બોજારૂપ છું?


તે તો મને ઝંઝાવાતથી કચડી નાખે છે અને વિનાકારણ મારા ઘા વધારે છે.


હે પ્રભુ, મને વિના વિલંબે ઉત્તર દો; મારો આત્મા ભાંગી પડવાની તૈયારીમાં છે. તમારું મુખ મારાથી સંતાડશો નહિ; અન્યથા, હું કબરમાં ઊતરી જનારા મૃતકો સમાન થઈ જઈશ.


તેમણે બાણ મારીને તેમના દુશ્મનોને વિખેરી નાખ્યા; વીજળી ફેંકીને તેમને નસાડી મૂક્યા.


તમે તેમનો સામનો કરવા ધનુષ્યની પણછ પર હાથ દેશો, તેથી તેમને પીછેહઠ કરવાની ફરજ પડશે.


તમારાં બાણો મને વાગ્યાં છે; તમારા ભુજે મને ભીંસી નાખ્યો છે.


તમારા પ્રકોપને લીધે મારા શરીરમાં તંદુરસ્તી નથી; મારા પાપને કારણે મારાં હાડકાંમાં પણ ચેન નથી.


હે રાજન, તમારાં તીક્ષ્ણ બાણ શત્રુઓનાં દયને વીંધે છે; પ્રજાઓ તમારી શરણાગતિ સ્વીકારે છે.


તેમણે પોતાનાં ક્તિલ શસ્ત્રો ઉપાડયાં છે, અને પોતાનાં અગ્નિબાણો તાક્યાં છે.


અંત:કરણ પોતે જ પોતાની વેદના જાણે છે; અને તેના આનંદમાં બીજું કોઈ ભાગીદાર થઈ શકતું નથી.


દઢ મનોબળથી બીમારી સહન કરી શકાય છે, પણ મન જ ભાંગી પડે તો તેને કોણ સાજું કરી શકે?


તે દર સવારે, દિવસ અને રાત તમારા પર વારંવાર વીંઝાશે અને દર વખતે તે તમને તેની ઝપટમાં લેશે. એના ભયના ભણકારા માત્રથી તમે ધ્રૂજી ઊઠશો.


દુશ્મનની માફક તેમણે પોતાના બળવાન હાથે પોતાનું ધનુષ્ય અમારા તરફ ખેંચ્યું છે. અમારા હર્ષાનંદસમા સૌને તેમણે મારી નાખ્યા છે. અહીં યરુશાલેમમાં તેમનો કોપાગ્નિ રેડાયો છે.


અને તે મને આખો દિવસ ફટકાર્યા કરે છે.


ત્રણ વાગે ઈસુએ મોટી બૂમ પાડી, “એલોઈ, એલોઈ, લામા સાબાખ્થાની?” અર્થાત્ “મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તરછોડી દીધો છે?”


દરેક પોતાના શારીરિક જીવન દરમિયાન સારું કે નરસું જે કંઈ કર્યું હશે, તે મુજબ જ ફળ પામશે. અમે મનમાં ઈશ્વરનો ડર રાખીને માણસોને સમજાવવા પ્રયત્ન કરીએ છીએ. ઈશ્વર અમને પૂરેપૂરી રીતે ઓળખે છે, અને તમે પણ તમારાં અંત:કરણોથી અમને ઓળખો છો એવી અમને આશા છે.


સંહાર થયેલાઓના તથા બંદીવાન કરાયેલાના લોહીથી, શત્રુઓના સેનાનાયકોના શિરના રક્તથી, હું મારાં તીરોને લોહી પાઈને તૃપ્ત કરીશ અને મારી તલવાર તેમના માંસનો ભક્ષ કરશે.


ત્યારે નાઓમીએ તેમને કહ્યું, “મને નાઓમી (મીઠી) એટલે સુખી કહીને ન બોલાવશો, મને તો ‘મારા’ (કડવી) એટલે દુ:ખી કહો; કારણ, સર્વસમર્થ ઈશ્વરે મારા પ્રત્યે કઠોર વર્તન દાખવ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan