Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 6:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તો તો મને ઘણી રાહત થાય; એ કારમી ક્તલમાં યે હું મસ્ત થઈશ. કારણ, મેં ઈશ્વરના શબ્દો ઉથાપ્યા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ત્યારે તો હજીયે મને દિલાસો થાય; હા, એવા અસહ્ય દુ:ખોમાંયે હું આનંદ માનું; કેમ કે મેં પવિત્ર [ઈશ્વર] નાં વચનોની અવગણના કરી નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેથી હજીયે મને દિલાસો થાય. હા, અસહ્ય દુ:ખ હોવા છતાં હું આનંદ માનું, કેમ કે મેં પવિત્ર ઈશ્વરનાં વચનોની અવગણના કરી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 અને જો એ મને મારી નાખે, તો મને એક વાતનો દિલાસો થશે, મને એક વાતની ખુશી થશે, કે આટલું બધું દુ:ખ હોવા છતાં મે પવિત્ર દેવનાં વચનો પ્રમાણે ચાલવાની ના પાડી નથી.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 6:10
27 Iomraidhean Croise  

તું કહે છે કે ‘મારો જ મત સાચો છે.’ અને તારી પોતાની દષ્ટિમાં તું નિર્દોષ છે.


ઈશ્વરનાં આશ્વાસનો તારે માટે પૂરતાં નથી! કે તેમના નમ્ર શબ્દોની તને પરવા નથી?


તેને તો કબરના ખાડામાં પૂરાતાં ઢેફાં ય મીઠાં લાગે છે, અને તેની અંતિમયાત્રામાં આગળપાછળ અસંખ્ય લોકો જોડાય છે.


તેમના મુખનો બોધ ગ્રહણ કર, અને તેમનાં કથનો તારા હૃદયમાં રાખ.


હું તેમને પગલે પગલે જ ચાલ્યો છું, અને તેમના માર્ગમાંથી આમતેમ ભટકી ગયો નથી.


તેમના મુખની આજ્ઞાઓ મેં તરછોડી નથી. તેમના મુખના શબ્દો મેં મારા અંતરમાં ખજાનાની જેમ સંઘર્યા છે.


દફનના સ્થાને પહોંચતાં તેઓ હરખાય છે, અને કબરમાં જાય ત્યારે તેઓ અતિ આનંદ માને છે.


એ તો સર્વજ્ઞ અને સર્વસમર્થ છે; તેમની સામે પડીને કોણ સફળ થઈ શકે?


તમારા મુખનાં સર્વ ચુકાદા હું મારા હોઠોથી મુખપાઠ કરીશ.


તમારું શિક્ષણ મને નવું જીવન બક્ષે છે; મારી વિપત્તિમાં એ જ મારું સાંત્વન છે.


નેકજનનું મુખ જ્ઞાન ઉચ્ચારે છે; તેની જીભ સચ્ચાઈની વાતો કરે છે.


ઈશ્વર જે ઉચ્ચ અને ઉન્‍નત છે, અનાદિઅનંત છે, જેમનું નામ પવિત્ર છે તે આમ કહે છે: “હું ઉચ્ચ અને પવિત્ર સ્થાનમાં વસું છું. વળી, હું પાપથી વિમુખ થનારા અને નમ્ર અંત:કરણના માણસો સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પાપથી વિમુખ થનારાના દયને પ્રોત્સાહિત કરું.


હું મારા કોપમાં તમને સજા કરીશ નહિ, હું એફ્રાઈમનો બીજીવાર નાશ કરીશ નહિ; કારણ, હું ઈશ્વર છું, માણસ નહિ. હું, પવિત્ર ઈશ્વર તમારી સાથે છું; તમારી પાસે હું કોપાયમાન થઈને આવીશ નહિ.


“ઇઝરાયલના સમગ્ર સમાજને આ પ્રમાણે કહે: તમે પવિત્ર થાઓ, કારણ, હું પ્રભુ, તમારો ઈશ્વર પવિત્ર છું.


હે પ્રભુ, તમે પ્રારંભથી જ ઈશ્વર છો. તમે અમારા પવિત્ર અને સનાતન ઈશ્વર છો. હે પ્રભુ, મારા ઈશ્વર અને રક્ષક, અમને શિક્ષા કરવા માટે જ તમે બેબિલોનવાસીઓને પસંદ કરીને તેમને બળવાન બનાવ્યા છે.


ઈશ્વર તેમાનથી આવે છે; પવિત્ર ઈશ્વર પારાનના ડુંગરો પરથી આવે છે. (સેલાહ) તેમના પ્રકાશથી આકાશ છવાઈ જાય છે અને પૃથ્વી તેમની સ્તુતિથી ભરપૂર થઈ છે.


તમે જાણો છો કે જાહેરમાં અથવા તમારાં ઘરોમાં ઉપદેશ કરતાં કે શિક્ષણ આપતાં તમને મદદર્ક્તા નીવડે એવું કંઈપણ મેં તમારાથી પાછું રાખ્યું નથી.


તમને ઈશ્વરનો સમગ્ર ઉદ્દેશ જણાવવામાં મેં કંઈ બાકી રાખ્યું નથી.


ઈશ્વરે પોતાના પુત્રને પાછા રાખ્યા નહિ, પણ આપણા બધાને માટે અર્પી દીધા, તો તે તેમની સાથે આપણને બધુંયે કેમ નહિ આપે?


તો એવી વ્યક્તિને પ્રભુ માફ નહિ કરે, પણ પ્રભુનો ક્રોધાવેશ તેના પર ભભૂકી ઊઠશે અને આ પુસ્તકમાં લખેલા સર્વ શાપ તેના પર આવી પડશે; અને પ્રભુ આકાશ તળેથી તેનું નામનિશાન ભૂંસી નાખશે.


ફિલાદેલ્ફિયાની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જે પવિત્ર અને સત્ય છે, જેની પાસે દાવિદની ચાવી છે, જે ઉઘાડે તો કોઈ બંધ કરી શકતું નથી, અને બંધ કરે તો કોઈ ઉઘાડી શકતું નથી તે આમ કહે છે:


અને એ પ્રત્યેક જીવંત પ્રાણીને છ પાંખો હતી અને તેઓ અંદર અને બહાર આંખોથી છવાયેલાં હતાં. તેઓ રાતદિવસ સતત ગાતાં હતાં: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સર્વસમર્થ ઈશ્વર પ્રભુ, જે હતા, જે છે અને જે આવનાર છે.”


પ્રભુના જેવું કોઈ પવિત્ર નથી, તેમનો કોઈ સમોવડિયો નથી. આપણા પ્રભુ જેવો કોઈ સંરક્ષક ખડક નથી.


Lean sinn:

Sanasan


Sanasan