Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 5:6 - પવિત્ર બાઇબલ C.L.

6 આપત્તિ કંઈ ધરતીમાંથી ઊગતી નથી, અથવા સંકટ ભૂમિમાંથી ફૂટતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કેમ કે વિપત્તિ ધૂળમાંથી નીકળી આવતી નથી, અને સંકટ ભૂમિમાંથી ઊગતું નથી;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કેમ કે વિપત્તિઓ ધૂળમાંથી બહાર આવતી નથી. અને મુશ્કેલીઓ જમીનમાંથી ઊગતી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 જટિલ સમસ્યાઓ ધરતીમાંથી નથી ઉગતી, અને મુશ્કેલીઓ જમીનમાંથી નથી ફૂટતી.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 5:6
11 Iomraidhean Croise  

એવા દુષ્ટો ઉપદ્રવી યોજનાઓનો ગર્ભ ધરે છે અને દુષ્ટતાને જન્મ આપે છે અને એમ, તેમનાં હૃદય કપટરૂપી ગર્ભ પોષે છે.”


ઈશ્વર એ વિષે કંઈ ન કરે તો ય એમની ટીકા કોણ કરી શકે? અથવા તે પોતાનું મુખ સંતાડે તો તેમને કોણ જોઈ શકે? કોઈ પ્રજા કે કોઈ વ્યક્તિની એવી મગદૂર નથી.


તમારા ક્રોધથી અમે ભસ્મીભૂત બની જઈએ છીએ અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.


હું પ્રકાશનો ર્ક્તા છું અને અંધકારનો સર્જક છું. આશિષ અને આફત એ બન્‍ને ઉતારનાર હું જ છું. હું પ્રભુ એ બધું કરું છું.


સર્વોચ્ચ ઈશ્વરની આજ્ઞાથી જ સારું કે માઠું બને છે ને?


તેઓ માત્ર મિથ્યા વાતો કરે છે, જુઠ્ઠાં વચનો આપે છે અને નકામા કરારો કરે છે! ખેતરના ચાસમાં ઊગી નીકળતા ઝેરી છોડવાઓ જેવો તેમનો ન્યાય અન્યાયમાં ફેરવાઇ ગયો છે.


તે વર્ષે પડેલા દાણામાંથી ઊગેલા અન્‍નનો પાક તમારે લેવો નહિ કે કાપકૂપ કર્યા વગરના દ્રાક્ષાવેલાની દ્રાક્ષ એકઠી કરવી નહિ.તે તો જમીનને માટે સંપૂર્ણ સાબ્બાથનું એટલે આરામનું વર્ષ છે.


શહેરમાં રણભેરી વાગે અને લોકો ભયભીત ન થાય એવું બને ખરું? પ્રભુના મોકલ્યા વિના કોઈ નગર પર આપત્તિ આવી પડે ખરી?


પણ મારી એવી ધારણા છે કે કદાચ તેમના શત્રુઓ ઊધું સમજશે અને બડાશ મારશે કે, ‘આ કંઈ પ્રભુથી થયું નથી, પણ અમારા બાહુબળથી તેમના લોક પર વિજય પામ્યા છીએ.’


કદાચ કોઈ ઈશ્વરની કૃપાથી વિમુખ થાય માટે સાવધ રહો. કડવો છોડ ઊગીને પોતાના ઝેર દ્વારા બીજાઓને નુક્સાન પહોંચાડે છે. તમારામાંનો કોઈ તેના જેવો ન થાય માટે સાવધ રહો.


પછી તે ક્યાં જાય છે તેનું ધ્યાન રાખો. જો તે પોતાના દેશની સરહદના બેથ શેમેશ નગર તરફ જાય તો માનવું કે આપણા પર આ ભયંકર આફત મોકલનાર ઇઝરાયલીઓના ઈશ્વર જ છે, પણ જો તેમ ન થાય, તો પછી આપણને ખબર પડશે કે આ પ્લેગનો રોગ તેમણે મોકલ્યો નથી, પણ માત્ર આકસ્મિક ઘટના છે.”


Lean sinn:

Sanasan


Sanasan