Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 5:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તેનાં સંતાનો તદ્દન લાચાર હોય છે, તેઓ પરેશાન થાય છે; કારણ, નગરના ન્યાયપંચમાંય તેમની હિમાયત કરનાર કોઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેનાં ફરજંદો સહીસલામત નથી, તેઓ ભાગળમાં રગદોળાય છે, અને તેમને બચાવનાર કોઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેનાં સંતાનો સહીસલામત નથી, તેઓ ભાગળમાં કચડાય છે. અને તેઓનો બચાવ કરે એવું કોઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તેનાં સંતાનોને મદદ કરવાવાળું કોઇ નથી, તેઓ ન્યાયાલયમાં ભાગી પડ્યાં છે. અને તેઓનો બચાવ કરે એવું કોઇ નથી.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 5:4
16 Iomraidhean Croise  

ત્યારે રણમાંથી ભારે આંધી ધસી આવી અને ઘરના ચારે ખૂણા પર વીંઝાતાં તેની અંદરના બધાં જુવાન સંતાનો પર તે તૂટી પડયું, અને તેઓ માર્યા ગયાં છે; માત્ર હું એકલો જ તમને જાણ કરવા બચવા પામ્યો છું.”


જો કે તમે તો જાણો જ છો કે હું દોષિત નથી, તો પણ તમારા હાથમાંથી કોઈ છોડાવી શકે તેમ નથી.


તેનાં સંતાનો ગરીબોની મહેરબાની શોધશે અને તેણે તેના હાથોએ પડાવી લીધેલ સંપત્તિ પાછી આપવી પડશે.


દુર્જનોની સંતતિ વધે તો પણ તે તલવારથી માર્યા જશે, અને તેમનાં સંતાનોને પેટભર ભોજન પણ મળશે નહિ.


તારાં સંતાનોએ ઈશ્વર વિરૂદ્ધ પાપ કર્યું હશે, અને તેથી જ ઈશ્વરે તેમને તેમના અપરાધોની સજા કરી.


દુષ્ટોનો બચાવ કરશો નહિ; કારણ, તેઓ તમારા આદેશો અનુસરતા નથી.


જેનો ભાથો આવા પુત્રોથી ભરેલો છે તેને ધન્ય છે. જ્યારે તે નગરસભામાં પોતાના શત્રુઓ સાથે વિવાદમાં ઊતરશે, ત્યારે તે પરાજયથી લજ્જિત થશે નહિ.


નહિ તો તેઓ મને સિંહની જેમ ઘસડી જશે, મને ફાડીને ચીરી નાખશે, અને મને કોઈ છોડાવી શકશે નહિ.


તમે મૂર્તિઓને નમન કરશો નહિ અથવા તેમની ઉપાસના કરશો નહિ; કારણ, હું યાહવે તમારો ઈશ્વર મારા પ્રત્યે અનન્ય નિષ્ઠા માગનાર છું. તેથી તો માતાપિતાના પાપને લીધે તેમને અને તેમની ત્રીજી કે ચોથી પેઢી સુધી મારો તિરસ્કાર કરનાર સૌને સજા કરું છું;


જ્ઞાની વાતો મૂર્ખની સમજણ બહાર હોય છે; ન્યાયસભા સમક્ષ તે કંઈ બોલી શક્તો નથી.


તમારાં અઘોર પાપ અને અસંખ્ય ગુનાઓની મને ખબર છે: તમે ન્યાયીને સતાવો છો, લાંચ લો છો અને નગરપંચમાં ગરીબને ન્યાયથી વંચિત રાખો છો.


ખૂની આવા કોઈએક નગરમાં નાસી જાય અને નગરના પ્રવેશદ્વારે ન્યાય કરવાની જગ્યાએ જઈને ત્યાંના આગેવાનોને જે કંઈ બન્યું હોય તેની સ્પષ્ટતા કરે. તે પછી તેઓ તેને નગરમાં પ્રવેશવા દે અને તેને વસવાટનું સ્થાન આપે, જેથી પેલો માણસ ત્યાં રહી શકે.


Lean sinn:

Sanasan


Sanasan