Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 5:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તે પ્રપંચીઓના પેંતરાને ઊંધા વાળે છે અને તેમના હાથનાં કાર્યો સફળ થવા દેતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 પ્રપંચીઓની યોજનાઓ તે એવી રદ કરે છે કે, તેઓના હાથતી તેમનાં [ધારેલાં] કાર્યો થઈ શકતાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તે ચાલાક, પ્રપંચી લોકોની યોજનાઓને એવી રદ કરે છે કે, જેથી તેઓના હાથથી તેમનાં ધારેલાં કાર્યો થઈ શકતાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તે ચાલાક, દુષ્ટ લોકોની યોજનાઓ બગાડી નાખે છે જેથી તેઓ સફળ ન થાય.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 5:12
23 Iomraidhean Croise  

ત્રીજે દિવસે લાબાનને ખબર પડી કે યાકોબ નાસી ગયો છે,


પણ ઉરિયા ઘેર નહિ જતાં મહેલના પ્રવેશદ્વારે સંરક્ષકો સાથે સૂઈ રહ્યો.


આબ્શાલોમ અને સર્વ ઈઝરાયલીઓએ કહ્યું, “અહિથોફેલ કરતાં હુશાય આર્કીની સલાહ વધારે સારી છે.” અહિથોફેલની સલાહ નિરર્થક જાય અને આબ્શાલોમ પર વિનાશ આવે એવું પ્રભુએ નક્કી કર્યું હતું.


પણ ઈશ્વરભક્ત એલિશાએ ઇઝરાયલના રાજા પર સંદેશો મોકલીને તેને એ જગ્યા પાસે ન જવા ચેતવી દીધો, કારણ, અરામીઓ ત્યાં છાપો મારવા સંતાયા હતા.


અમારા દુશ્મનોએ સાંભળ્યું કે અમને તેમના કાવતરાની ખબર પડી ગઈ છે અને ઈશ્વરે તેમની યોજના ઊંધી વાળી છે. પછી અમે સૌ કોટ પર પોતપોતાના કામ પર પાછા ગયા.


પણ અમે ઈશ્વરને પ્રાર્થના કરી અને રાતદિવસ તેમની તપાસ રાખવા અમે માણસો મૂક્યા.


તારો અધર્મ તારી વાણીમાં પ્રગટ થાય છે, અને કપટી જનોની જેમ તું જીભ ચલાવે છે.


તમારા શત્રુઓએ તમારું નુક્સાન કરવાની પેરવી કરી; તેમણે તમારી વિરુદ્ધ ષડયંત્રો રચ્યાં, પણ તેઓ સફળ થયા નહિ.


કારણ, દુષ્ટોના હાથ ભાંગી નંખાશે, પરંતુ પ્રભુ નેકજનોને નિભાવી રાખશે.


પ્રભુની વિરુદ્ધ સફળ થાય એવું કોઈ જ્ઞાન, કોઈ સમજ કે કોઈ આયોજન નથી.


પ્રભુની દૃષ્ટિ જ્ઞાનીની દેખરેખ રાખે છે; પણ કપટીઓના શબ્દો તે જૂઠા પાડે છે.


હું ઇજિપ્તીઓને હતાશ કરી દઈશ અને તેમની યોજનાઓને નિષ્ફળ બનાવી દઈશ. તેઓ મૂર્તિઓની, મૃતાત્માઓની, ભૂવાઓની અને ધંતરમંતર કરનારાઓની સલાહ પૂછશે.


પછી પ્રભુના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઈને એક લાખ પંચ્યાસી હજાર સૈનિકોને મારી નાખ્યા. બીજે દિવસે સવારે લોકે જાગીને જોયું તો ત્યાં એમની લાસો પડી હતી.


હું જૂઠા ભવિષ્યવેત્તાઓએ આપેલા સંકેતો ખોટા ઠરાવું છું અને જોશ જોનારાઓને બેવકૂફ બનાવું છું. હું જ્ઞાનીઓનાં જ્ઞાનને ઊંધા વાળું છું અને તેમની વિદ્યાને મૂર્ખાઈ ઠરાવું છું.


યુદ્ધ માટે વ્યૂહ રચો, પણ તે નિષ્ફળ જશે. મંત્રણાઓ કરો, પણ તે પડી ભાંગશે! કારણ, ઈશ્વર અમારી સાથે છે.


અદોમ વિષે સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “શું તેમના પ્રદેશમાં કોઈની પાસે જ્ઞાન રહ્યું નથી? શું તેમનું જ્ઞાન અદશ્ય થયું છે?


તમે એમ કઈ રીતે કહી શકો કે, ‘અમે જ્ઞાની છીએ અને પ્રભુનું નિયમશાસ્ત્ર અમારી પાસે છે?’ હકીક્તમાં, નિયમશાસ્ત્રના લહિયાઓની જૂઠી કલમે તેને જૂઠું કરી નાખ્યું છે.


“હું અદોમને સજા કરીશ તે દિવસે તેના શાણા માણસોનો નાશ કરીશ; એસાવના પર્વત પરના એ શાણાઓનું શાણપણ નષ્ટ કરીશ.


પછી શું થયું હતું તેની પિતરને ખબર પડી. તેણે કહ્યું, “હવે મને ખબર પડી કે, એ બધું વાસ્તવિક હતું! પોતાના દૂતને મોકલીને પ્રભુએ મને હેરોદના હાથમાંથી તેમ જ મારા પર જે કંઈ વીતવાની યહૂદી લોકો રાહ જોતા હતા તે બધાથી બચાવ્યો છે.”


તેથી દાવિદ અને તેના માણસો, જેઓ બધા મળીને લગભગ છસો જણ હતા તેમણે તરત જ કઈલા છોડયું અને આગળ વયા. દાવિદ કઈલામાંથી નીકળીને નાસી છૂટયો છે એવું સાંભળતાં શાઉલે પોતાની યોજના પડતી મૂકી.


Lean sinn:

Sanasan


Sanasan