Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 42:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તેથી હવે સાત આખલા અને સાત ઘેટા લઈને યોબ પાસે જાઓ અને તમારા તરફથી તેમને દહનબલિ તરીકે ચડાવો. પછી મારો ભક્ત યોબ તમારે માટે પ્રાર્થના કરશે અને હું તેની પ્રાર્થના સાંભળીશ અને તમારી સાથે તમારી મૂર્ખતા પ્રમાણે વર્તીશ નહિ. કારણ, મારા ભક્ત યોબની જેમ તમે મારા વિષે સાચું બોલ્યા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેથી તમારે માટે સાત ગોધા અને સાત ઘેટા લો, અને મારા સેવક અયૂબ પાસે જઈને પોતાને માટે દહનીયાર્પણ ચઢાવો. મારો સેવક અયૂબ તમારે માટે પ્રાર્થના કરશે. તેને સ્વીકારીને હું તમારી મૂર્ખાઈ પ્રમાણે તમારી વલે નહિ કરું. મારો સેવક અયૂબ બોલ્યો છે તેમ મારે વિષે જે ખરું છે તે તમે બોલ્યા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 એટલે હવે, અલિફાઝ તું તારા માટે સાત બળદો અને સાત ઘેટા લે. મારા સેવક અયૂબની પાસે જા અને પોતાને માટે દહનીયાર્પણ તરીકે ચઢાવ. મારો સેવક અયૂબ તારે માટે પ્રાર્થના કરશે અને હું તેની પ્રાર્થના સાંભળીશ, તેથી હું તારી મૂર્ખાઈ પ્રમાણે તારી સાથે વર્તીશ નહિ. જેમ મારો સેવક અયૂબ મારા વિષે સાચું બોલ્યો હતો તેમ તું મારા વિષે સાચું બોલ્યો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેથી અલીફાઝ, સાત બળદો અને સાત નર ઘેટા લાવી આપ. આ મારા સેવક માટે લઇ આવ. તેઓને મારી નાખ અને તેઓને તારા પોતાને માટે દહનાર્પણ ચઢાવો. મારો સેવક અયૂબ તમારે માટે પ્રાર્થના કરશે અને હું તેની પ્રાર્થના સાંભળીશ પછી હું તને સજા નહિ આપું, જેને તું લાયક છે. તને સજા થવીજ જોઇએ કારણકે તું બહુ મૂર્ખ હતો. તું મારા વિષે સાચું બોલ્યો નહિ. પણ મારો સેવક અયૂબ મારા વિષે સાચું બોલ્યો હતો.”

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 42:8
33 Iomraidhean Croise  

પછી અબ્રાહામે ઈશ્વરને પ્રાર્થના કરી એટલે ઈશ્વરે અબિમેલેખને તેમ જ તેની પત્ની તથા દાસીઓને સાજાં કર્યાં અને તેમનું વંધ્યત્વ દૂર કર્યું.


તેથી હવે તું તે માણસને તેની પત્ની પાછી સોંપી દે, કારણ, તે ઈશ્વરનો સંદેશવાહક છે. તે તારે માટે પ્રાર્થના કરશે એટલે તું જીવતો રહેશે. પણ જો તું તેને પાછી નહિ સોંપે તો સમજી લેજે કે તારું તથા તારા સર્વ લોકનું મોત નિશ્ર્વિત છે.”


પ્રભુની કરારપેટી ઉપાડવામાં ઈશ્વર લેવીઓની મદદ કરે તે માટે તેમણે સાત આખલા અને સાત ઘેટાંનું બલિદાન આપ્યું.


રાજવંશના કુટુંબનાં અને યહૂદિયાના લોકોનાં પાપ દૂર કરવા અને પ્રભુના મંદિરને શુદ્ધ કરવા બલિદાન અર્થે તેમણે સાત આખલા, સાત ઘેટા, સાત હલવાન અને સાત બકરા લીધા. રાજાએ આરોનવંશી યજ્ઞકારોને વેદી પર બલિદાન ચડાવવા કહ્યું.


મિજબાનીના દિવસ પૂરા થાય તે પછી યોબ તે બધાંને બોલાવીને તેમનું શુદ્ધિકરણ કરતો. એ માટે તે વહેલી સવારે ઊઠીને પોતાના દરેક સંતાનને માટે દહનબલિ ચડાવતો; કારણ, તે વિચારતો કે, “કદાચ, મારા પુત્રોએ પાપ કર્યું હોય અને તેમના હૃદયમાં ઈશ્વરનિંદા કરી હોય!” યોબ એ પ્રમાણે હમેશ કરતો.


પ્રભુએ શેતાનને પૂછયું: “શું તેં મારા ભક્ત યોબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ, પ્રામાણિક


નિર્દોષ ન હોય તેને પણ ઈશ્વર ઉગારશે, અને તારા હાથોની શુદ્ધતા તેને બચાવશે.


તારી દુષ્ટતાથી તારા સાથી માનવને નુક્સાન થાય છે, અને તારા સદાચારથી તેને લાભ મળે છે.


તેથી એલિફાઝ તેમાની, બિલ્દાદ શૂહી તથા સોફાર નાઅમાથી પ્રભુની આજ્ઞા પ્રમાણે યોબ પાસે ગયા અને તેમણે અર્પણો ચડાવ્યાં અને પ્રભુએ યોબની પ્રાર્થના સ્વીકારી.


તે આપણાં પાપો અનુસાર આપણી સાથે વર્તતા નથી; આપણા ગુના પ્રમાણે આપણને સજા કરતા નથી.


પછી યિથ્રોએ ઈશ્વરને સંપૂર્ણ દહનબલિ તથા અન્ય અર્પણો ચડાવ્યાં અને આરોન તથા ઇઝરાયલના બીજા આગેવાનો યિથ્રોની સાથે ઈશ્વરની સમક્ષ પવિત્ર ભોજન લેવા આવ્યા.


તારા પર અત્યાચાર કરનારા જ તારી આગળ પ્રણામ કરશે. એકવાર તારો તુચ્છકાર કરનાર સૌ કોઈ તારે પગે પડશે. તેઓ તને ‘યાહવેની નગરી,’ ‘ઇઝરાયલના પવિત્ર ઈશ્વરની નગરી સિયોન’ તરીકે ઓળખશે.


પ્રભુએ મને કહ્યું, “આ લોકોના ભલા માટે મને પ્રાર્થના કરીશ નહિ.


પછી પ્રભુએ મને કહ્યું, “જો મોશે અને શમુએલ જાતે જ મારી સમક્ષ તેમને માટે મયસ્થી કરે, તો પણ આ લોકો પર હું દયા દર્શાવીશ નહિ. હું તેમને હાંકી કાઢીશ અને મારી સમક્ષથી દૂર મોકલી દઈશ.


એ સમયે એ દેશમાં નૂહ, દાનિયેલ અને યોબ એ ત્રણ માણસો હોય તો પણ પોતાના સદાચરણથી ફક્ત પોતાની જ જિંદગી બચાવી શકશે. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.


પર્વના સાતેય દિવસો દરમ્યાન તેણે દહનબલિ તરીકે પ્રભુને સાત આખલાઓ અને ખોડખાંપણ વગરના સાત ઘેટા ચડાવવા. તેણે પ્રાયશ્ર્વિતબલિ તરીકે પ્રતિદિન એક બકરો ચડાવવો.


બલામે બાલાકને કહ્યું, “મારે માટે તું અહીં સાત યજ્ઞવેદી બાંધ અને મને સાત આખલા અને સાત બકરા લાવી આપ.”


તે તેને પિસ્ગાહ શિખર પર આવેલા સોફીમના મેદાનમાં લઈ ગયો ત્યાં તેણે સાત યજ્ઞવેદી બાંધી અને દરેક પર એક આખલા અને એક ઘેટાનો બલિ ચડાવ્યો.


પછી બલામે બાલાકને કહ્યું, “અહીં મારે માટે સાત યજ્ઞવેદીઓ બંધાવ અને મને સાત આખલા અને સાત ઘેટા લાવી આપ.”


આકાશમાંથી વાણી સંભળાઈ, આ મારો પ્રિય પુત્ર છે, તેના પર હું પ્રસન્‍ન છું.


તેમણે આપણને પોતાના પ્રિય પુત્રમાં તે આશિષ વિનામૂલ્યે આપી છે. ઈશ્વરની એ મહિમાવંત કૃપાને માટે આપણે તેમની સ્તુતિ કરીએ.


એલેકઝાન્ડર કંસારાએ મને ઘણું નુક્સાન પહોંચાડયું છે. પ્રભુ તેને તેના કાર્ય પ્રમાણે બદલો આપશે.


કારણ, આખલાનું અને બકરાનું રક્ત પાપ દૂર કરી શકે જ નહિ.


તેથી જેઓ તેમના દ્વારા ઈશ્વર પાસે આવે છે તેમનો પૂરેપૂરો ઉદ્ધાર કરવાને તે હરહંમેશ શક્તિમાન છે. કારણ, એવા લોકો માટે ઈશ્વર સમક્ષ મયસ્થી કરવા તે સર્વકાળ જીવે છે.


તમારામાં શું કોઈ બીમાર છે? તો તેણે મંડળીના આગેવાનોને બોલાવવા જોઈએ. તેઓ પ્રભુને નામે તેના માથા પર તેલ ચોળીને પ્રાર્થના કરે.


આથી તમારાં પાપ એકબીજા આગળ કબૂલ કરો અને એકબીજા માટે પ્રાર્થના કરો, જેથી તમને સાજા કરવામાં આવે. ન્યાયી માણસની આગ્રહી પ્રાર્થનાની ભારે અસર થાય છે.


જેનાથી મરણ ન થાય એવું પાપ કરતાં જો કોઈ પોતાના ભાઈને જુએ તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી; જેથી ઈશ્વર તેને જીવન આપે. મરણ ન થાય તેવા પાપ માટે આ નિયમ છે. મરણ નિપજાવે તેવું પણ પાપ છે, અને તેને માટે ઈશ્વરને વિનંતી કરવાનું હું તમને કહેતો નથી.


ઈસુ ખ્રિસ્ત, પાણીથી અને રક્તથી આવ્યા. તે ફક્ત પાણીથી જ નહિ, પણ પાણી અને રક્ત બન્‍નેથી આવ્યા. આ વાત સાચી છે એવી સાક્ષી પવિત્ર આત્મા આપે છે. કારણ, પવિત્ર આત્મા સત્ય છે. કુલ ત્રણ સાક્ષીઓ છે:


સાંભળ, પેલા શેતાનના સાગરીતો, એટલે, પેલા જૂઠાઓ પોતાને યહૂદી કહેવડાવે છે, પણ તેવા નથી, તેમને હું તારે ચરણે નમાવીશ ત્યારે તેઓ જાણશે કે હું તારા પર પ્રેમ રાખું છું.


પછી દાવિદે તેની ભેટનો સ્વીકાર કર્યો અને તેને કહ્યું, “ઘેર પાછી જા અને ચિંતા ન કરીશ. મેં તારી વિનંતી સાંભળી છે અને હું તે માન્ય રાખું છું.”


Lean sinn:

Sanasan


Sanasan