Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 40:2 - પવિત્ર બાઇબલ C.L.

2 “સર્વસમર્થ પર દોષ મૂકનાર હવે વિવાદ કરવા માગે છે? ઈશ્વર સાથે વિવાદમાં ઊતરનાર શું હવે ઉત્તર આપશે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “શું નિંદાખોરથી સર્વશક્તિમાનની સાથે વિવાદ થઈ શકે? જે ઈશ્વરની સાથે વાદવિવાદ કરે છે, તે તેનો ઉત્તર આપે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “જે કોઈ દલીલ કરવાની ઇચ્છા રાખે તે શું સર્વશક્તિમાન ઈશ્વરને સુધારી શકે? જે ઈશ્વર સાથે દલીલ કરે છે તે જવાબ આપે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “અયૂબ, તેઁ સર્વસમર્થ દેવ સાથે દલીલ કરી છે? તે મને ખોટું કરવા માટે દોષિત ઠરાવ્યો. હવે તું કબૂલ કરીશ કે તું ખોટો છે? શું તું મને જવાબ આપીશ?”

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 40:2
35 Iomraidhean Croise  

હું ઈશ્વરને કહીશ, મને દોષિત ઠરાવશો નહિ. મારી વિરુદ્ધનો આરોપ શો છે તે મને બતાવો.


પરંતુ મારી દાદ તો સર્વસમર્થ સામે છે, તમારી સામે નહિ! ઈશ્વરની સામે જ મારે મારા દાવાની દલીલો રજૂ કરવી છે!


તેમની સમક્ષ મારો દાવો ક્રમશ: રજૂ કરત, અને દલીલોથી મારું મોં ભરી દેત.


“જીવંત ઈશ્વરના સોગંદ, તેમણે મારો હક્ક છીનવી લીધો છે, અને સર્વસમર્થે મારું દિલ દુભાવ્યું છે.


દુ:ખીઓને પ્રકાશ, અને ગમગીનોને જીવન કેમ અપાય છે?


જે માણસનું ભાવિ ધૂંધળું છે, અને ઈશ્વરે જેને સકંજામાં લીધો છે તેને પ્રકાશ શા કામનો?


તમે મારી સાથે નિર્દયતાથી વર્તો છો, તમારા બાહુબળથી તમે મને સંતાપો છો.


કોઈ મારી દાદ સાંભળે તો કેવું સારું! આ મારી આખરી અરજ છે; સર્વસમર્થ મને ઉત્તર આપો! મારો પ્રતિવાદી મારા પરનું આરોપનામું લખીને આપે તો કેવું સારું!


ઈશ્વર તારા એકેએક પ્રશ્ર્નનો ઉત્તર આપતા નથી, એવું કહીને તું શા માટે તેમની સાથે વિવાદ કરે છે?


હવે કમર કાસીને મરદની જેમ ઊભો થા, અને મારા પ્રશ્ર્નોના ઉત્તર આપ.


પ્રભુએ યોબને પ્રત્યુત્તર આપતાં કહ્યું:


ત્યારે યોબે પ્રભુને પ્રત્યુત્તર આપતાં કહ્યું કે,


હું તે શું સમુદ્ર કે જલરાક્ષસ લિવયાથાન છું કે તમે મારા પર પહેરો મૂકો છો?


જો કોઈ તેમની સાથે વિવાદ કરવા ચાહે તો તેમના હજારમાંથી એકપણ પ્રશ્ર્નનો ઉત્તર કોણ આપી શકે?


હાલ જે કંઈ બને છે તે ઘણા સમય પહેલાં નક્કી થયેલું હતું. આપણે બધા જાણીએ છીએ કે માણસ પોતાથી વધુ શક્તિશાળી સાથે દલીલ કરી શક્તો નથી.


પ્રભુએ ક્યારેય કોઈ વાતનો ખુલાસો મેળવવા કોઈનો સંપર્ક સાયો છે? કોણે તેમને સાચો રસ્તો બતાવ્યો છે? કોણે તેમને જ્ઞાન આપ્યું? કોણે તેમને સમજણનો માર્ગ દર્શાવ્યો?


મારો બચાવ કરવાને ઈશ્વર મારા પક્ષમાં છે. તો મારી વિરુદ્ધ કોઈ આક્ષેપ મૂકનાર છે? જો હોય, તો સામે આવે. મારા પર કોઈ આરોપ મૂકનાર છે? જો હોય તો મારો પ્રતિકાર કરે.


હે બેબિલોન નગરી, તારી બીછાવેલી જાળમાં તું પોતે જ સપડાઈ ગઈ, અને તને ખબર સુદ્ધાં પડી નહિ. તું ફસાઈને પકડાઈ ગઈ; કારણ, તેં મને એટલે પ્રભુને પડકાર ફેંકયો હતો.


“ઇઝરાયલ દેશમાં તમે શા માટે કહેવતનો વારંવાર ઉપયોગ કરો છો કે, ‘પિતાઓએ ખાટી દ્રાક્ષ ખાધી અને સંતાનોનાં દાંત ખટાઇ ગયા?’


તેમણે પૈસા તો લઈ લીધા પણ માલિકની વિરુદ્ધ કચકચ કરી.


અથવા શું આપણે પ્રભુને ગુસ્સે કરવા માગીએ છીએ? શું આપણે તેમના કરતાં જોરાવર છીએ?


“પ્રભુના મનને કોણ જાણે છે? કોણ પ્રભુને સલાહ આપવા સમર્થ છે?” જોકે અમે તો ખ્રિસ્તનું મન જાણીએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan