Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 39:6 - પવિત્ર બાઇબલ C.L.

6 મેં તેનું રહેઠાણ રણમાં આપ્યું છે, અને તેમને ખારાપાટો પર વસાવ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેનું ઘર મેં વેરાનમાં, તથા તેનું રહેઠાણ મેં ખારવાળા પ્રદેશમાં ઠરાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેનું ઘર મેં અરાબાહમાં, તથા તેનું રહેઠાણ મેં ખારી જમીનમાં ઠરાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 મેં જંગલી ગધેડાઓ માટે રણને ઘર તરીકે રહેવા દીધુ છે. મેં તેઓને રહેવા માટે ખારી જમીન આપી છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 39:6
9 Iomraidhean Croise  

જેથી ગરીબો જંગલી ગધેડાની જેમ રણપ્રદેશમાં ખોરાક શોધવાના કામે જાય છે, અને તેઓ વગડામાં પોતાનાં બાળકો માટે આહાર શોધે છે.


તેને શહેરની ધાંધલધમાલ ગમતી નથી, અને તેને હાંકનારની બૂમો સાંભળવી પડતી નથી.


જંગલી ગધેડા ઉજ્જડ ટેકરી પર ઊભા રહીને શિયાળવાની માફક હાંફે છે; ઘાસચારાના અભાવે તેમની આંખો નબળી પડી ગઈ છે.


તે રણપ્રદેશમાંનાં સૂકાં ઝાંખરાં સમાન છે. તે જાણે કે સૂકા અને નિર્જળ પ્રદેશમાં ખારાપાટ અને નિર્જન પ્રદેશમાં વસે છે. તેથી જ્યારે આબાદી આવે ત્યારે તેને કંઈ લાભ થતો નથી.


અને તું વેરાનપ્રદેશમાં ઊછરેલી જંગલી ગધેડી જેવી છે; તે કામાતુર થઈને વાયુ ચૂસીને છીંકારા મારે છે; તે વિમળ હોય ત્યારે તેને કોણ રોકી શકે? અલબત્ત, ગધેડાઓએ તેને શોધવાની તસ્દી લેવી પડતી નથી; તેની સંવનન ઋતુમાં તે તેમને સહેલાઈથી મળી આવે છે.


પણ તેનાં કળણોનાં અને નાનાં તળાવોનાં પાણી મીઠાં થશે નહિ, પણ તેમાંથી મીઠું પકવવામાં આવશે.


તેઓ સ્વછંદી જંગલી ગધેડાની જેમ પોતપોતાને માર્ગે ભટકે છે. તેઓ આશ્શૂરની મદદ માગવા ગયા છે. એફ્રાઇમના લોકોએ તેમના રક્ષણ માટે પોતાનાં મિત્ર રાજ્યોને પૈસા ચૂકવ્યા છે.


પ્રભુએ પોતાના રોષમાં અને કોપમાં સદોમ, ગમોરા, આદમા અને સબોઈમનો વિનાશ કર્યો તેમના જેવી જ દશા તમારા દેશની થશે. એટલે કે, તેમાં ગંધક અને મીઠું જવાથી અને સૂકો ભઠ્ઠ થઈ જવાથી ત્યાં કંઈ વવાશે નહિ કે કંઈ ઊગશે નહિ. અરે, ત્યાં ઘાસ કે નકામા છોડ પણ ઊગશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan