Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 39:5 - પવિત્ર બાઇબલ C.L.

5 કોણે જંગલી ગધેડાંને છૂટાં મૂક્યાં છે? કોણે ઝડપી ગધેડાનાં બંધન છોડી નાખ્યાં છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જંગલી ગધેડાને કોણે છૂટો મૂકી દીધો છે? અથવા જંગલી ગધેડાના બંધ કોણે છોડી નાખ્યા છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જંગલી ગધેડાને કોણે છૂટો મૂક્યો છે? તેનાં બંધ કોણે છોડી નાખ્યા છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “જંગલી ગધેડાંને કોણે છૂટો મૂક્યો? અથવા જંગલી ગધેડાના બંધ કોણે છોડી નાખ્યા છે?

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 39:5
13 Iomraidhean Croise  

તે માણસો મધ્યે જંગલી ગધેડા જેવો થશે. તે બધા માણસોની વિરુદ્ધ પડશે અને બધા માણસો તેની વિરુદ્ધ પડશે. તે પોતાના બધાં કુટુંબીજનોની સામે પડીને અલગ વસવાટ કરશે.”


“ઇસ્સાખાર બળવાન ગધેડો છે તે ઘેટાંબકરાંના વાડામાં બેઠો છે.


જો જંગલી ગધેડાનું બચ્ચું માણસ જેટલી સમજ સાથે જ જનમતું હોય તો બુદ્ધિહીન માણસ પણ સમજથી વર્તતાં શીખે!


જેથી ગરીબો જંગલી ગધેડાની જેમ રણપ્રદેશમાં ખોરાક શોધવાના કામે જાય છે, અને તેઓ વગડામાં પોતાનાં બાળકો માટે આહાર શોધે છે.


શું તું તેને અછોડાથી બાંધીને ચાસમાં ચલાવી શકે? અને શું તે તારી પાછળ રાંપ કાઢવા તૈયાર થશે?


તેમનાં બચ્ચાં ખુલ્લામાં વૃદ્ધિ પામીને મજબૂત બને છે. પછી બચ્ચાં સ્વતંત્ર થઈ જાય છે અને પાછાં ફરતાં નથી.


લીલું ઘાસ મળતું હોય ત્યારે જંગલી ગધેડો ભૂંકે ખરો? ચારો મળતો હોય ત્યારે બળદ બરાડે ખરો?


તેઓ જંગલી પશુઓને પાણી પૂરું પાડે છે અને તેમાં જંગલી ગધેડાં પણ પોતાની તરસ છિપાવે છે.


કારણ, રાજમહેલ સૂમસામ બની જશે અને ધમધમતું પાટનગર નિર્જન બની જશે. સંરક્ષણ માટેનો કિલ્લો અને ચોકીનો બુરજ કાયમનાં ખંડિયેર બની જશે. ત્યાં જંગલી ગધેડાં આનંદથી ફરશે અને ઘેટાંબકરાં ચરશે.


જંગલી ગધેડા ઉજ્જડ ટેકરી પર ઊભા રહીને શિયાળવાની માફક હાંફે છે; ઘાસચારાના અભાવે તેમની આંખો નબળી પડી ગઈ છે.


અને તું વેરાનપ્રદેશમાં ઊછરેલી જંગલી ગધેડી જેવી છે; તે કામાતુર થઈને વાયુ ચૂસીને છીંકારા મારે છે; તે વિમળ હોય ત્યારે તેને કોણ રોકી શકે? અલબત્ત, ગધેડાઓએ તેને શોધવાની તસ્દી લેવી પડતી નથી; તેની સંવનન ઋતુમાં તે તેમને સહેલાઈથી મળી આવે છે.


તેમને માનવસમાજમાંથી હાંકી કાઢવામાં આવ્યા. તેમનું દિલ પશુના દિલ જેવું થઈ ગયું. તે વન્ય ગધેડાઓ મધ્યે વસ્યા અને તેમણે બળદની જેમ ઘાસ ખાધું. તે જમીન પર ખુલ્લામાં સૂઈ જતા અને તેમના પર ઝાકળ પડયું. છેવટે તેમણે કબૂલ કર્યું કે બધાં માનવી રાજ્યો પર સર્વોચ્ચ ઈશ્વરની સત્તા છે અને તે ચાહે તેને તે આપે છે.


તેઓ સ્વછંદી જંગલી ગધેડાની જેમ પોતપોતાને માર્ગે ભટકે છે. તેઓ આશ્શૂરની મદદ માગવા ગયા છે. એફ્રાઇમના લોકોએ તેમના રક્ષણ માટે પોતાનાં મિત્ર રાજ્યોને પૈસા ચૂકવ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan