Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 32:8 - પવિત્ર બાઇબલ C.L.

8 પરંતુ ઈશ્વરનો આત્મા માણસમાં જ્ઞાન પ્રેરે છે, અને સર્વસમર્થનો શ્વાસ તેને સમજણ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પણ મનુષ્યમાં આત્મા છે, ને સર્વશક્તિમાનનો શ્વાસ તેમને સમજણ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પણ માણસમાં આત્મા રહેલો છે; અને સર્વશક્તિમાન ઈશ્વરનો શ્વાસ લોકોને સમજણ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 પરંતુ માણસમાં રહેલો આત્મા વ્યકિતને ડાહ્યો બનાવે છે. ને સર્વસમર્થ દેવનો શ્વાસ લોકોને સમજાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 32:8
24 Iomraidhean Croise  

તેથી ફેરોએ યોસેફને કહ્યું, “ઈશ્વરે આ બધું તને બતાવ્યું છે માટે તારા કરતાં વધારે કાબેલ અને જ્ઞાની બીજો કોઈ નથી.


શલોમોનના ચુકાદાની જાણ થતાં ઇઝરાયલીઓના મનમાં તેના પ્રત્યે ઊંડું સન્માન પેદા થયું. કારણ, તેમને ખબર પડી કે તકરારોનો યથાર્થ નિકાલ કરવા ઈશ્વરે તેને જ્ઞાન આપ્યું છે.


ઈશ્વરે શલોમોનને અતિ ગૂઢ જ્ઞાન, સૂક્ષ્મ આંતરદૃષ્ટિ અને સાગરતટના જેવી વિશાળ સમજ આપ્યાં.


મારા માણસો લબાનોનથી સમુદ્રકિનારા સુધી લાકડાં લઈ આવશે અને ત્યાંથી તેમને તરાપા પર બાંધીને તમે નક્કી કરો તે સ્થળે સમુદ્રમાર્ગે લઈ આવશે. ત્યાં મારા માણસો તેમને છોડી દેશે અને તમારા માણસો તેમનો કબજો સંભાળી લેશે. તમે મારા માણસોને ખાદ્ય સામગ્રી પૂરી પાડો એટલી મારી માગણી છે.”


તેમની પાસે શક્તિ અને સૂઝ છે. ઠગનાર અને ઠગાનાર બન્‍ને તેમના અંકુશમાં છે.


જ્યાં સુધી મારા જીવમાં જીવ છે અને મારી નાસિકામાં ઈશ્વરદત્ત શ્વાસ ફૂંક્તો હશે,


ત્યારે તે માણસના કાન ઉઘાડે છે, અને તેમને ચેતવણી દ્વારા ઘાક બેસાડે છે;


ઈશ્વરના આત્માએ મને સર્જ્યો છે, અને સર્વસમર્થના શ્વાસે મને જીવન બક્ષ્યું છે.


તે પૃથ્વીનાં પ્રાણીઓ કરતાં આપણને વધારે શીખવે છે, અને આકાશનાં પંખીઓ કરતાં આપણને વધારે શાણા બનાવે છે.’


‘ટૂહોથ’*ને જ્ઞાન કોણે આપ્યું છે? ‘સેકવી’ને સૂઝ કોણે આપી છે?


કારણ, પ્રભુ જ જ્ઞાન બક્ષે છે, અને તેમના મુખમાંથી વિદ્યા અને વિવેકબુદ્ધિ નીકળે છે.


માણસનો અંતરાત્મા પ્રભુનો દીવો છે; તે તેના દયના ઊંડાણને તપાસે છે.


જે માણસ પર ઈશ્વર પ્રસન્‍ન થાય છે તેને તે જ્ઞાન, વિદ્યા અને આનંદ આપે છે, પણ પાપીને તો તે એકઠું કરીને સંગ્રહ કરવાના કામે લગાડે છે; જેથી જેના પર ઈશ્વર પ્રસન્‍ન છે તેને તે આપે. આ પણ મિથ્યા ને હવામાં બાચકા ભરવા સમાન છે.


ઈશ્વર તેને સલાહસૂચન અને સાચું શિક્ષણ આપે છે.


ઈશ્વરે આ ચારે યુવાનોને સાહિત્ય અને તત્ત્વજ્ઞાનમાં જ્ઞાન અને કૌશલ્ય આપ્યાં; વળી, દાનિયેલને સર્વ સંદર્શનો અને સ્વપ્નોનું અર્થઘટન કરવાનું દાન આપ્યું.


તે સમય અને ઋતુઓનું નિયમન કરે છે; તે જ રાજાઓને ગાદીએ બેસાડે છે અને તેમને પદભ્રષ્ટ પણ કરે છે. તે જ જ્ઞાન અને સમજશક્તિ આપે છે.


પવિત્ર આત્મા કોઈને વિદ્યાનો, તો કોઈને જ્ઞાનનો સંદેશો આપે છે.


એમાંનું દરેક શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું છે અને તે સત્યનું શિક્ષણ આપવા ઉપયોગી છે. વળી, તે ખોટી માન્યતાઓને પડકારવા, ભૂલોને સુધારવા, અને સાચું જીવન જીવવા શિક્ષણ આપે છે.


જો તમારામાં કોઈની પાસે જ્ઞાનની ઊણપ હોય તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી અને ઈશ્વર તેને તે આપશે; કારણ, ઈશ્વર સર્વને ઉદારતાથી અને કૃપાથી આપે છે.


Lean sinn:

Sanasan


Sanasan