Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 3:8 - પવિત્ર બાઇબલ C.L.

8 લેવિયથાનને છંછેડીને જગાડવામાં ચતુર સાધકો અને સમુદ્રને શાપ દેનારા, તેને શાપ દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તે દિવસને શાપ દેનારા તથા જેઓ મહા અજગરને જગાડવામાં ચતુર છે તેઓ તેને શાપ દો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તે દિવસને શાપ દેનારા, તથા જેઓ વિકરાળ પ્રાણી અજગરને જગાડવામાં ચતુર છે. તેઓ તેને શાપ દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 કેટલાક જાદૂગરો હંમેશા અજગરને જગાડવા ચતુર હોય છે. તો તેઓને હું જન્મ્યો હતો તે દિવસને શાપ ઉપર શાપ આપવા દો.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 3:8
11 Iomraidhean Croise  

યર્મિયા સંદેશવાહકે યોશિયા રાજા માટે વિલાપગીત રચ્યું. તેના શોકમાં સ્ત્રી કે પુરુષ ગાયકોમાં આ ગીત ગાવાનો ઇઝરાયલમાં રિવાજ બની ગયો છે. વિલાપના ગીતસંગ્રહમાં એ ગીત છે.


તે રાત વંધ્યા બની રહો; તેમાં કંઈ હર્ષનાદ ન થાઓ.


તેના પરોઢના તારા અંધકારમાં ગરક થઈ જાઓ, તે અજવાળાને ઝંખે, પણ તે તેને ન મળો, તે કદી પ્રભાતનાં કિરણો ન જુએ;


શું તું લેવિયાથાનને ગલથી ખેંચી કાઢી શકે? અથવા તેની જીભને દોરીથી બાંધી શકે?


કોઈ તેને છંછેડે ત્યારે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, કોઈની મગદૂર છે કે તેની સામે ઊભો રહે?


તેના આતંક સામે બળવાનો ભયભીત થાય છે, અને બેબાકળા થઈને ભોંય ભેગા થાય છે.


તે દિવસે પ્રભુ પોતાની તીક્ષ્ણ, મોટી અને મજબૂત તરવારથી સરકણા અને ગૂંચળું વળી જતા સાપ લિવયાથાનને સજા કરશે અને સમુદ્રમાં રહેતા રાક્ષસી અજગરનો સંહાર કરશે.


એ માટે સર્વશક્તિમાન ઈશ્વર પ્રભુ કહે છે. “નગરના એકેએક ચોકમાં વિલાપ અને શેરીઓમાં ‘હાય! હાય’ના પોકાર સંભળાશે. ખેડૂતો શોક કરશે અને શોક કરવાને વિલાપગીતો ગાવામાં પ્રવીણ લોકોને પણ બોલાવાશે.


’અમે તમારે માટે લગ્નનું સંગીત વગાડયું, પણ તમે નાચ કર્યો નહિ! અમે મૃત્યુગીત ગાયાં, પણ તમે રુદન કર્યું નહિ!’


તેઓ એ અધિકારીને ઘેર આવી પહોંચ્યા. ત્યાં ઈસુએ ઘોંઘાટ, રડારોળ તથા કલાપીટ સાંભળ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan