Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 3:5 - પવિત્ર બાઇબલ C.L.

5 એ દિવસ અંધકાર, ઘોર અંધકારથી છવાયેલો, વાદળથી ઘેરાયેલો અને સૂર્યગ્રહણથી ગમગીન બની રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તે દિવસ અંધકારનો તથા મૃત્યુછાયાનો ગણાઓ. તે પર વાદળ ઠરી રહો. તે દિવસનો અંધકાર ત્રાસદાયક નીવડો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તે દિવસ અંધકારનો તથા મૃત્યુછાયાનો ગણાઓ; તે પર વાદળ ઠરી રહો; તે દિવસનો અંધકાર ત્રાસદાયક બનો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 હું ઇચ્છું છું તે દિવસ અંધકાર ભર્યો હોત એવો કાળો જેવું કાળું મૃત્યુ, હું ઇચ્છું છું, તે દિવસે વાદળો સંતાઇ ગયા હોય, હું ઇચ્છું છું, હું જન્મ્યો તે દિવસથી કાળાં વાદળો પ્રકાશને બિવડાવી ભગાડી મૂકે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 3:5
25 Iomraidhean Croise  

જો કે મારે હાથે કોઈ હિંસાચાર થયો નથી, અને મારી પ્રાર્થના પણ નિખાલસ છે, તોય મારું મોં રડીરડીને લાલચોળ થઈ ગયું છે અને મારી આંખે અંધારા આવે છે.


કારણ, ઘોર અંધકાર તેમને માટે સવાર જેવો છે, અને તેઓ અંધકારભર્યા આંતકના મિત્રો છે.”


માણસો અંધકારને ભેદે છે, તેઓ ઘોર અંધારી ખાણમાં છેક ઊંડે ઊતરીને પથ્થરો ખણી કાઢે છે.


તે દિવસ અંધકારમય બની રહો, અને આકાશમાંના ઈશ્વર તેને ગણતરીમાં ન લો; તેના પર કોઈ પ્રકાશ ન થાઓ.


તે રાતને પણ ઘોર અંધારું જકડી લો, વર્ષની તારીખોમાં એનું કોઈ સ્થાન ન રહો, અને મહિનાઓમાં એની ગણતરી ન થાઓ.


એવો કોઈ અંધકાર કે ઘેરી છાયા નથી જ્યાં દુરાચારીઓ પોતાને છુપાવી શકે.


શું મૃત્યુલોકનાં દ્વાર કોઈએ તને બતાવ્યાં છે? કે અંધકારપ્રદેશનું પ્રાંગણ તેં જોયું છે?


કેટલાક ખિન્‍નતામાં અને ઘોર અંધારી જગામાં જીવતા હતા, અને કેદીઓ તરીકે પીડિત અને બેડીઓમાં જકડાયેલા હતા;


ઈશ્વર તેમને ખિન્‍નતા અને ઘોર અંધકારમાંથી બહાર લાવ્યા, અને તેમની બેડીઓ તોડી નાખી.


મારે ઘોર અંધારી ખીણમાંથી પસાર થવું પડે, તોયે મને કશા અનિષ્ટનો ડર લાગશે નહિ. કારણ, હે પ્રભુ, તમે મારી સાથે છો. તમારા હાથમાંની ડાંગ અને લાકડી મને સાંત્વન આપે છે.


છતાં તમે અમને કચડીને શિયાળવાંના જંગલમાં તજી દીધા છે; તમે ઘોર અંધકારથી અમને ઢાંકી દીધા છે.


અંધકારમાં ચાલતા લોકોએ મહાન પ્રકાશ જોયો છે. ઘોર અંધકારમાં વસનારા પર પ્રકાશ ચમકયો છે.


અંધકાર છવાય અને અંધારી ટેકરીઓ પર ઠોકર ખાઈને પડો તે પહેલાં, અને તમે પ્રકાશની આશા રાખી હતી પણ એને બદલે તે તેને ઊંડી ગમગીની અને ઘોર અંધકારમાં ફેરવી નાખે તે પહેલાં, તમારા ઈશ્વર પ્રભુને માન આપો.


તેમણે ક્યારેય એવું નથી કહ્યું કે અમને ઇજિપ્ત દેશમાંથી કાઢી લાવનાર તથા વેરાન પ્રદેશમાં, રણ અને કોતરોવાળા પ્રદેશમાં, નિર્જળ અને ભયાનક પ્રદેશમાં, જ્યાંથી કોઈ પસાર ન થાય કે જ્યાં કોઈ વસે નહિ એવા પ્રદેશમાં અમને દોરી લાવનાર પ્રભુ ક્યાં છે?


એને લીધે પૃથ્વી વિલાપ કરશે અને આકાશ અંધકારમય બની જશે. પ્રભુ બોલ્યા છે અને તે પોતાનું મન બદલશે નહિ. પ્રભુએ નિર્ણય કર્યો છે અને તે તેમાંથી ફરશે નહિ.


તે દિવસ એટલે પ્રભુનો દિવસ આવ્યો છે. તે વાદળાંથી ઘેરાયેલો દિવસ છે, પ્રજાઓને માટે સંકટનો દિવસ છે.


જેમ કોઇ ઘેટાપાળક આમતેમ વિખેરાઇ ગયેલાં પોતાનાં ઘેટાંને શોધવા જાય છે અને તેમને પાછાં લાવે છે, તેમ હું પણ મારાં ઘેટાંને શોધીશ અને તેમને બધેથી એકત્ર કરીને પાછા લાવીશ. જ્યાં જ્યાં તેઓ વિખેરાઇ ગયાં હશે ત્યાંથી હું તેમને પાછાં લઇ આવીશ.


એ તો અંધારાનો અને ઉદાસીનતાનો, કાળો અને વાદળાંવાળો દિવસ હશે. પર્વતો પર પથરાઈ જતા અંધકારની જેમ તીડોનું મોટું સૈન્ય આગળ વધી રહ્યું છે. એના જેવું કદી થયું નથી કે હવે થવાનું નથી.


જે કૃત્તિકા અને મૃગશીર્ષનો રચનાર છે, જે ઘોર અંધકારને પ્રભાતમાં અને દિવસને રાતમાં પલટી નાખે છે, અને જે સમુદ્રનાં પાણીને હાંક મારી બોલાવે છે અને પૃથ્વી પર વરસાવે છે તેમનું નામ યાહવે છે.


વળી, હું તમારા ઉત્સવોને અંતિમવિધિમાં ફેરવી નાખીશ અને તમારાં આનંદનાં ગીતોને વિલાપગીતોમાં પલટી નાખીશ. તમારે માંથુ મુંડાવી નાખવું પડે અને કંતાનનાં વસ્ત્રો ધારણ કરવાં પડે એવું હું કરી દઈશ, અને પોતાના એકનાએક પુત્રના વિયોગથી શોક કરતા હોય તેવા માબાપના જેવા તમે બની જશો. એ દિવસ આખો નર્યા દુ:ખનો હશે.”


જે જા અંધકારમાં વસતી હતી તેને મહાન પ્રકાશ દેખાયો, અને જે જા મૃત્યુછાયાના દેશમાં વસતી હતી તેની સમક્ષ જ્યોતિનો ઉદય થયો.


મૃત્યુની ઘેરી છાયા હેઠળ વસનારાઓ પર પ્રકાશ પાડશે, અને આપણા પગને તે શાંતિને માર્ગે દોરી જશે.”


તમે નજીક આવીને પર્વતની તળેટીમાં ઊભા રહ્યા હતા. પર્વત તો સળગતો હતો અને જવાળાઓ છેક આકાશ સુધી પહોંચતી હતી.


ઇઝરાયલી લોકોની માફક તમે સ્પર્શી શકાય એવા સિનાઈ પર્વત આગળ આવીને ઊભા નથી. ત્યાં તો અગ્નિની જ્વાળાઓ ભડભડતી હતી,


Lean sinn:

Sanasan


Sanasan