Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 27:5 - પવિત્ર બાઇબલ C.L.

5 ઈશ્વર એવું થવા ન દો કે હું તમને સાચા ઠરાવું, એથી ઊલટું, હું નિર્દોષ છું એવા મારા દાવાને મરતાં સુધી વળગી રહીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હું તમને ન્યાયી ઠરાવું, એવું ઈશ્વર ન થવા દો. મરતાં સુધી હું મારા પ્રામાણિકપણાનો ઈનકાર કરીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હું તમને ન્યાયી ઠરાવું એમ ઈશ્વર ન થવા દો; હું મૃત્યુ પામું, ત્યાં સુધી મારી નિર્દોષતા જાહેર કર્યા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તમે લોકો સાચા છો તે હું કદી જ સ્વીકારીશ નહિ; હું મૃત્યુ પામું ત્યાં સુધી મારી નિર્દોષતા જાહેર કર્યા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 27:5
17 Iomraidhean Croise  

અરે, તે મને રહેંસી નાખશે. હવે કોઈ આશા રહી નથી. તેમ છતાં, હું મારી વર્તણૂકનો તેમની સમક્ષ બચાવ રજૂ કરીશ.


પરંતુ નેકજનો પોતાના માર્ગને વળગી રહે છે અને શુદ્ધ હાથવાળા ઉત્તરોત્તર બળવાન થાય છે.


પ્રભુએ શેતાનને કહ્યું: “શું તેં મારા ભક્ત યોબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ, પ્રામાણિક તથા ઈશ્વરનો ડર રાખનાર અને ભૂંડાઈથી દૂર રહેનાર બીજો કોઈ નથી. તેં તો તેને પાયમાલ કરવા મને વિનાકારણ ઉશ્કેર્યો, છતાં હજી તે પોતાની નિષ્ઠાને દઢતાથી વળગી રહ્યો છે.”


ત્યારે તેની પત્નીએ તેને કહ્યું: “શું તું હજી તારી નિષ્ઠાને વળગી રહ્યો છે? ઈશ્વરને શાપ દે અને મરી જા.”


મેં સદાચાર પહેરી લીધો હતો અને તેણે મને ઢાંકી દીધો હતો, મારી નેકી મારા ઝભ્ભા અને પાઘડી સમાન હતી.


તો અદલ ત્રાજવામાં હું ભલે તોળાઉં, અને ઈશ્વર મારી નિષ્ઠા ચક્સી જુએ.


જો હું સન્માર્ગથી ભટકી ગયો હોઉં, અને મારું મન મારી આંખો પછવાડે રખડી ગયું હોય, જો મારા હાથ કલંક્તિ થયા હોય,


પોતાની દષ્ટિમાં પોતે નિર્દોષ છે, એ વાત યોબે પકડી રાખી. તેથી આ ત્રણ જણે વાર્તાલાપ બંધ કર્યો.


પરંતુ રામ ગોત્રના, બારાકેલ બુઝીના પુત્ર એલીહૂનો ક્રોધ યોબ પર તપી ઊઠયો; કારણ કે યોબ ઈશ્વરને બદલે પોતાને નેક ઠરાવતો હતો.


તે યોબના ત્રણ મિત્રો પર પણ ક્રોધિત થયો, કારણ કે, યોબ દોષિત છે એવું પ્રતિપાદિત કરવા છતાં તેઓ યોબની દલીલોનો કોઈ ઉત્તર આપી શક્યા નહોતા.


તું કહે છે, ‘હું વિશુદ્ધ અને પાપરહિત છું; હું નિર્દોષ છું અને મારામાં કોઈ અપરાધ નથી.


યોબ સાથે સંવાદ પૂરો કર્યા પછી પ્રભુએ એલિફાઝ તેમાનીને કહ્યું, “તારા પર અને તારા બે મિત્રો પર મને ક્રોધ ચઢયો છે; કારણ, તમે મારા સેવક યોબની જેમ મારે વિષે સાચું બોલ્યા નથી.


બસ, હવે અન્યાય કરશો નહિ. હવે બહુ થયું. કારણ, મારો દાવો વાજબી છે.


દુષ્ટને નિરપરાધી જાહેર કરવો અને નિર્દોષને દોષિત ઠરાવવો, એ બન્‍ને કામ પ્રભુની દષ્ટિમાં ઘૃણાસ્પદ છે.


અમને આ વાતનો ગર્વ છે કે અમે આ દુનિયામાં તમારા પ્રત્યે ઈશ્વર તરફથી મળેલી સંનિષ્ઠા અને નિખાલસતાથી વર્ત્યા છીએ અને તેનો આધાર માનવી જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરની કૃપાના સામર્થ્ય પર છે અને એની ખાતરી અમારી પ્રેરકબુદ્ધિ પણ અમને આપે છે.


જ્યારે પિતર અંત્યોખ આવ્યો ત્યારે તે દેખીતી રીતે જ ખોટો હતો. આથી મેં જાહેરમાં તેનો વિરોધ કર્યો.


“જો બે માણસો તેમની વચ્ચેની તકરાર માટે ન્યાયપંચ પાસે જાય તો ન્યાયાધીશોએ અદલ ન્યાયચુકાદો આપવો: તેમણે નિર્દોષ વ્યક્તિને નિર્દોષ જાહેર કરવી, પણ ગુનેગારને સજા કરવી.


Lean sinn:

Sanasan


Sanasan