Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 27:2 - પવિત્ર બાઇબલ C.L.

2 “જીવંત ઈશ્વરના સોગંદ, તેમણે મારો હક્ક છીનવી લીધો છે, અને સર્વસમર્થે મારું દિલ દુભાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “ઈશ્વરે મારો હક ડુબાવ્યો છે; સર્વશક્તિમાને મારા આત્માને સતાવ્યો છે, તેમના સોગન [ખાઈને હું કહું છું] કે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “ઈશ્વરના સોગન ખાઈને કહું છું કે, તેમણે મારો હક ડુબાવ્યો છે, સર્વશક્તિમાન ઈશ્વરે મારા આત્માને સતાવ્યો છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “દેવે મારો ન્યાયનો હક છીનવી લીધો છે, સર્વસમર્થ દેવે મારા જીવનને દુ:ખી બનાવી દીધું છે, તેમના નામના સમ ખાઇને કહું છું;

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 27:2
26 Iomraidhean Croise  

યોઆબે કહ્યું, “જીવતા ઈશ્વરના સમ, તું ન બોલ્યો હોત તો આવતી કાલ સવાર સુધી મારા માણસોએ તમારો પીછો કર્યો હોત.”


ગિલ્યાદમાં આવેલા તિશ્બેના સંદેશવાહક એલિયાએ આહાબ રાજાને કહ્યું, “ઇઝરાયલના જીવંત ઈશ્વર પ્રભુ જેમની સેવા હું કરું છું તેમને નામે હું તમને કહું છું કે આવતાં બે કે ત્રણ વર્ષ દરમ્યાન મારા કહ્યા સિવાય ઝાકળ કે વરસાદ પડશે નહિ.”


*એલિયાએ જવાબ આપ્યો, “સર્વસમર્થ પ્રભુ જેમની સેવા હું કરું છું તેમના જીવના સમ દઈને કહું છું કે હું આજે રાજા સમક્ષ રજૂ થઈશ.”


પણ તે ઈશ્વરભક્ત એલિશા પાસે આવી એટલે તેની આગળ નમી પડીને તેના પગ પકડયા. ગેહઝી તેને હટાવી દેવા જતો હતો, પણ એલિશાએ તેને કહ્યું, “તેને રહેવા દે. તે કેવા ભારે દુ:ખમાં ડૂબી ગઈ છે તે તું જોતો નથી? વળી, પ્રભુએ પણ તે વિષે મને કંઈ કહ્યું નથી.”


જુલમ કરવો, પોતાના હાથની કૃતિને ધૂત્કારવી, દુષ્ટોની કુટિલ યોજનાઓની તરફેણ કરવી, એ બધું શું તમને શોભે છે?


ઈશ્વરે મને અધર્મીઓને હવાલે કરી દીધો છે, અને દુષ્ટોના હાથમાં સોંપી દીધો છે.


તો હવે સમજી લો કે ઈશ્વરે જ મારી અવદશા કરી છે, અને તેમની જાળ મારા પર ફેંકી છે.


ઈશ્વરે મારા દિલને હતાશ કરી દીધું છે, અને સર્વસમર્થે મને ગભરાવ્યો છે.


કારણ, યોબ કહે છે, ‘હું નિર્દોષ છું, પણ ઈશ્વરે મારો હક્ક છીનવી લીધો છે;


“યોબ, તું કહે છે, ‘પાપ ન કરવાથી મને શો લાભ થયો? જો મેં પાપ કર્યું હોત તો મારી જે દશા થાત તેનાં કરતાં મારી અત્યારની દશા કઈ રીતે વિશેષ સારી છે?’ પણ તારી એ વિચારસરણી વાજબી છે? શું તું એમ ધારે છે કે તું ઈશ્વર કરતાં વધારે ન્યાયી છે?


મારા ચુકાદાને શું તું નકામો ઠરાવીશ? પોતાને નેક ઠરાવવા શું તું મને દોષિત ઠરાવીશ?


તે તો મને ઝંઝાવાતથી કચડી નાખે છે અને વિનાકારણ મારા ઘા વધારે છે.


તે મને શ્વાસ પણ લેવા દેતા નથી અને તે મારા જીવને કડવાશથી ભરી દે છે.


તો હે યાકોબ, હે ઇઝરાયલ, તું શા માટે ફરિયાદ કરે છે કે “મારો સંકટનો માર્ગ પ્રભુથી છુપાયેલો છે અને મારા ન્યાયી હક્કો મારા ઈશ્વરે લક્ષમાં લીધા નથી.”


તે પછી જો તેઓ પોતાના પૂર્ણ દયથી મારા લોકના ધાર્મિક વિધિઓ શીખશે અને જેમ એક વેળાએ તેમણે મારા લોકને બઆલદેવને નામે શપથ લેતા શીખવ્યું હતું તેમ તેઓ ‘યાહવેના જીવના સમ’ એમ મારે નામે સોગંદ લેતા થશે તો તેઓ પણ મારા લોકની જેમ આબાદ થશે.


“હે ઇઝરાયલના લોકો, જો તમારે પાછા ફરવું હોય તો મારી પાસે પાછા આવો. જો તમે તમારી ઘૃણાપાત્ર મૂર્તિઓને મારી સમક્ષથી ફગાવી દો અને મારા પ્રત્યેની નિષ્ઠામાં અડગ રહો તો તમે મારે નામે સચ્ચાઈથી, ન્યાયથી અને નેકીથી સોગંદ લઈ શકશો. ત્યારે અન્ય પ્રજાઓ તેનામાં આશિષ પામશે અને તેનામાં હરખાશે.”


જો કે તમે મારે નામે સોગંદ ખાઈને મારા પ્રત્યેની નિષ્ઠાનો દાવો કરો છો છતાં સોગંદ ખાઈને પણ તમે જૂઠું બોલો છો.”


તેમને કહે કે, પ્રભુ પરમેશ્વર પોતાના સમ ખાઈને કહે છે કે દુષ્ટ માણસના મોતથી મને કંઈ આનંદ થતો નથી. હું તો ઇચ્છું કે તે પોતાનું દુરાચરણ છોડી દે અને જીવે. હે ઇઝરાયલીઓ, ફરો; તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો. તમે શા માટે મરવા માંગો છો?


પણ હું જીવંત છું અને સમગ્ર સૃષ્ટિ જેનાથી ભરપૂર છે એ મારા ગૌરવના સોગંદ ખાઈને કહું છું કે, જે દેશ આપવાનું વચન મેં તેમના પૂર્વજોને આપ્યું હતું તેમાં તેઓ પ્રવેશ પામશે નહિ. કારણ, આ લોકોએ મારું ગૌરવ તથા ઇજિપ્ત અને રણપ્રદેશમાં કરેલા મારા અદ્ભૂત ચમત્કારો જોયા છતાં વારંવાર મારી પરીક્ષા કરી છે અને મને આધીન થયા નથી. તેથી જેમણે મારો તિરસ્કાર કર્યો છે તેમનામાંનો કોઈ પણ એ દેશ જોવા પામશે નહિ.


તેથી બાકીની રાત અહીં જ સૂઈ રહે. પેલો માણસ તમારી જવાબદારી લેશે કે નહિ તે અમે સવારે શોધી કાઢીશું. તે જવાબદારી લે તો ઠીક, અને ન લે તો જીવતા પ્રભુના સમ ખાઉં છું કે હું તે જવાબદારી અદા કરીશ. જા, હવે સૂઈ જા.”


ઇઝરાયલના ઉદ્ધારક જીવતા પ્રભુને નામે હું પ્રતિજ્ઞા કરું છું કે મારો પુત્ર યોનાથાન દોષિત હશે તો તેને પણ મારી નાખવામાં આવશે.”


પણ લોકોએ શાઉલને કહ્યું, “શું ઇઝરાયલને આવો મહાન વિજય પમાડનાર યોનાથાનને આજે મારી નાખવામાં આવશે? ના, ના, અમે જીવતા પ્રભુના સોગંદ ખાઈએ છીએ કે તેના માથાનો એક વાળ પણ વાંકો થશે નહિ. તેનું આજનું કાર્ય ઈશ્વરની સહાયથી જ થયું છે.” એમ લોકોએ યોનાથાનને મરતો બચાવ્યો.


પછી હું મારા નોકરને તીર શોધવા મોકલીશ. અને હું તેને કહું કે, ‘જો તીર તારી આ બાજુએ છે, તેમને લઈ લે,’ ત્યારે તો તું સલામત છે અને બહાર આવી શકે છે. હું પ્રભુના જીવના સોગંદ લઉં છું કે તું કોઈ જોખમમાં નથી.


મહોદય, તમે મોકલેલા તમારા જુવાન સેવકો મને મળ્યા નહોતા. તમારું વેર વાળવાથી અને તમારા દુશ્મનોને મારી નાખવાથી પ્રભુએ જ તમને પાછા રાખ્યા છે. પ્રભુના તથા આપના જીવના સોગન લઉં છું કે તમારા શત્રુઓ અને તમને નુક્સાન પહોંચાડવા ઇચ્છતા સૌને નાબાલની માફક શિક્ષા થશે.


તમને નુક્સાન કરતાં પ્રભુએ મને રોક્યો અને જો તું ઉતાવળ કરીને મળવા આવી ન હોત તો ઇઝરાયલના ઈશ્વરના જીવના સમ કે સવાર સુધીમાં મેં નાબાલના આબાલવૃદ્ધ બધા પુરુષોને માર્યા હોત.”


Lean sinn:

Sanasan


Sanasan