Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 24:9 - પવિત્ર બાઇબલ C.L.

9 દુષ્ટો ધાવતાં અનાથ બાળકોને આંચકી લે છે, અને ગરીબોનાં સંતાનોને દેવા પેટે ગીરવે રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અનાથ બાળકોને ધાવતાં ખેંચી લેનારા, તથા ગરીબોનાં અંગ પરનાં [વસ્ત્રો] ગીરોમાં લેનારા પણ છે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 અનાથ બાળકોને માતાના ખોળામાંથી ઉપાડી લેવામાં આવે છે. તથા ગરીબોના અંગ પરનાં વસ્ત્ર ગીરે લેનારા પણ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 બાપ વગરના ગરીબ સંતાનો વેચાવા માટે માતાના ખોળામાંથી ઊપાડી લેવામાં આવે છે. ઉછીના લીધેલા નાણાંની જામીનગીરી તરીકે બાળકોને રાખવામાં આવે છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 24:9
9 Iomraidhean Croise  

સંદેશવાહકોના સંઘના એક સભ્યની વિધવાએ એલિશા પાસે જઈને તેને કહ્યું, “ગુરુજી, તમારા સેવક મારા પતિ મરણ પામ્યા છે! તમે જાણો છો કે તે ઈશ્વરથી ડરીને ચાલનાર હતા, પણ હવે તેમનો લેણદાર દેવા પેટે મારા બે પુત્રોને ગુલામ તરીકે લઈ જવા આવ્યો છે.”


અમે પણ અમારા સાથી યહૂદી ભાઈઓના જાતવંશના જ છીએ. અમારાં બાળકો પણ તેમનાં જ બાળકો જેવાં નથી? પણ અમારાં પુત્રો અને પુત્રીઓને અમારે ગુલામ થવા દેવાં પડયાં છે. અમારી કેટલીક પુત્રીઓને પણ અમારે ગુલામ તરીકે વેચવી પડી છે. અમારાં ખેતરો અને દ્રાક્ષવાડીઓ જપ્ત કરી લેવાયાં છે અને અમે તદ્દન નિરુપાય છીએ.”


તેં તારા જાતભાઈએ ગીરે મૂકેલી થાપણ અન્યાયથી પડાવી લીધી છે; અને દેણદારોનાં વસ્ત્ર ઉતારી લઈ તેમને નગ્ન કર્યાં છે.


એ ગરીબો નવસ્ત્રા રખડે છે, અને અનાજના પૂળા ઊંચકનારા જ ભૂખ્યા રહે છે.


તેઓ ડુંગરાઓમાં વરસાદથી પલળી જાય છે, અને કોઈ આશરો નહિ હોવાથી ખડકની ઓથે જાય છે.


કારણ, મેં રડતા ગરીબોને ઉગાર્યા હતા, અને અનાથ નિરાશ્રિતોને હું સહાય કરતો.


તમે તો અનાથને માટે ચિઠ્ઠીઓ નાખો એવા છો; અરે, મિત્રોને પણ વેચી મારો તેવા છો!


પ્રભુ પોતાના લોકોના વડીલો અને અધિકારીઓ વિરુદ્ધ ચુકાદો આપે છે: “તમે મારી દ્રાક્ષવાડી ભેલાડી મૂકી છે અને ગરીબોને લૂંટીને તમે તમારાં ઘર ભર્યાં છે.


“જો કોઈ માણસ સાથી ઇઝરાયલીનું અપહરણ કરે અને તેને ગુલામ તરીકે રાખતાં કે વેચતાં પકડાઈ જાય તો તે અપહરણકાર મૃત્યુદંડ પામે. એ પ્રમાણે તમારી વચમાંથી તમારે દુષ્ટતા દૂર કરવી.


Lean sinn:

Sanasan


Sanasan