Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 24:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તેઓ કંગાલોને માર્ગમાંથી હડસેલી કાઢે છે, અને ગ્રામ્ય દરિદ્રીઓને સંતાવાની ફરજ પાડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેઓ દરિદ્રીઓને માર્ગમાંથી કાઢી મૂકે છે. પૃથ્વીના ગરીબો એકત્ર થઈને છુપાઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેઓ દરિદ્રીઓને માર્ગમાંથી કાઢી મૂકે છે. અને બધા ગરીબ લોક ભેગા થઈને છુપાઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તેઓ ઘર વગરના એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા ગરીબોનો પીછો કરે છે. અને બધા ગરીબ લોકોને આ દુષ્ટ લોકોથી છુપાવાની ફરજ પાડવામાં આવે છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 24:4
22 Iomraidhean Croise  

નિર્બળ અને લાચાર ગરીબની હત્યા કરવા ખૂની પરોઢિયે જ ઊઠી જાય છે, અને પાછા રાત્રે ચોરી કરે છે.


કારણ, મેં રડતા ગરીબોને ઉગાર્યા હતા, અને અનાથ નિરાશ્રિતોને હું સહાય કરતો.


હું કંગાલોને પિતાની ગરજ સારતો, અને અજાણ્યાઓની ગરજ જાણીને તેમને સહાય કરતો.


કોઈના માઠા દિવસો જોઈને શું મેં આંસુ સાર્યાં નહોતાં? અને કંગાલ માટે મારો પ્રાણ કકળી ઊઠયો નહોતો?


જો મેં ગરીબોની જરૂરિયાત નકારી કાઢી હોય, અને વિધવાઓની આંખોને નિરાશ થવા દીધી હોય;


જો મેં કોઈ કંગાલને પહેરવાના વસ્ત્રના અભાવે, અને ગરીબને ઓઢવાનાં વસ્ત્ર વગર મરતો જોયો હોય;


કારણ, તેણે કદી દયા દર્શાવવાનું યાદ રાખ્યું નહિ, પણ તેણે પીડિત અને કંગાલો પર જુલમ કર્યો, અને લાચારજનોની હત્યા કરવા પીછો કર્યો.


લાચારજનોની કાળજી લેનારાઓને ધન્ય છે; તેઓ સંકટમાં આવી પડે ત્યારે પ્રભુ તેમને ઉગારશે.


ગરીબો પર જુલમ ગુજારનાર પોતાના સર્જનહારનું અપમાન કરે છે; પણ કંગાલો પ્રત્યે દયા દર્શાવનાર ઈશ્વરને સન્માન આપે છે.


પોતાની ધનદોલત વધારવા ગરીબો પર જુલમ ગુજારનાર અને ધનવાનોને બક્ષિસો આપનાર, જાતે જ કંગાલાવસ્થામાં આવી પડશે.


નેકજનોના વિજયમાં બધા હર્ષોલ્લાસ કરે છે, પણ દુષ્ટો સત્તા પ્રાપ્ત કરે ત્યારે લોકો ડરના માર્યા છુપાઈ જાય છે.


દુષ્ટો સત્તા પ્રાપ્ત કરે ત્યારે લોકો ડરના માર્યા છુપાઈ જાય છે, પણ તેમનો વિનાશ થાય ત્યારે નેકજનોની ચડતી થાય છે.


એવા લોકો પણ હોય છે જેમના દાંત તલવાર જેવા અને જેમની દાઢો ક્સાઈની છરી જેવી તીક્ષ્ણ હોય છે. તેઓ પૃથ્વી પરથી કચડાયેલાઓને અને લોકોમાંથી ગરજવાનોને ફાડી ખાય છે.


એ રીતે તમે ગરીબોનો હક્ક છીનવી લો છો અને પીડિતોને ન્યાયથી વંચિત રાખો છો. તમે વિધવાઓને તમારો શિકાર બનાવો છો અને અનાથોને લૂંટો છો.


ગરીબો અને ગરજવાનો પર અત્યાચાર ગુજારતો હોય, લૂંટફાટ કરતો હોય, દેવાદારની ગીરો મૂકેલ વસ્તુ પાછી આપતો ન હોય, પરદેશીઓની મૂર્તિઓનું ધ્યાન કરતો હોય અને ઘૃણિત કાર્યો કરતો હોય,


પણ તેના પિતાએ તો અત્યાચાર ગુજાર્યો હતો, જાતભાઇને જોરજુલમથી લૂંટયો હતો અને હંમેશા બીજા પ્રત્યે દુષ્ટતા આચરી હતી; તેથી તેને તો પોતાના પાપને લીધે માર્યા જવું પડશે.


દેશના અનેક લોકો પણ ધાકધમકીથી પૈસા પડાવે છે. તેઓ ગરીબો અને ગરજવાનો પર અત્યાચાર કરે છે અને પરદેશીઓ પર બળજબરી કરી ગેરલાભ ઉઠાવવામાં પાછા પડતા નથી.


તેઓ નિર્બળ અને નિરાધારોનાં માથાં ધરતીની ધૂળમાં રગદોળે છે અને દીનોને તેમના માર્ગમાંથી હડસેલી મૂકે છે. પિતા અને પુત્ર મંદિરની એક જ દેવદાસી સાથે જાતીય સંબંધ કરીને મારા પવિત્ર નામને કલંક લગાડે છે.


હે સમરૂનની સ્ત્રીઓ, તમે આ સંદેશ સાંભળો: તમે તો સારો ખોરાક ખાઈને તગડી બનેલી બાશાનની ગાયો જેવી છો. તમે નિર્બળોને કચડો છો. ગરીબો પર જુલમ કરો છો અને તમારા પતિઓને “લાવો, અમને મદિરા પાઓ,” એમ સતત કહ્યા કરો છો.


Lean sinn:

Sanasan


Sanasan