Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 24:1 - પવિત્ર બાઇબલ C.L.

1 “સર્વસમર્થ શા માટે ન્યાયનો સમય ઠરાવતા નથી? શા માટે તેમના ભક્તો ન્યાયના દિવસો જોતા નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 સર્વશક્તિમાને સમયો કેમ ઠરાવ્યા નથી? અને જેઓ તેમને ઓળખે છે, તેઓ તેમના દિવસો કેમ જોતા નથી?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 સર્વશક્તિમાન ઈશ્વરે સમયો કેમ નિશ્ચિત કર્યા નથી? જેઓ તેમને જાણે છે તેઓ તેમના દિવસો કેમ જોતા નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “સર્વસમર્થ દેવ, લોકોનું કયારે બૂરું થવાનું છે તે કેમ જાણે છે? પરંતુ તેના અનુયાયીઓ તે એવું કાંઇક ક્યારે કરવાના છે તેનું ભવિષ્ય ભાખી શકતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 24:1
29 Iomraidhean Croise  

પ્રભુએ વિચાર્યું, “હું જે કરવાનો છું તે શું હું અબ્રાહામથી છૂપું રાખું?


સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાળીસ દિવસ અને ચાળીસ રાત વરસાદ વરસાવીશ અને મેં સર્જેલા બધા સજીવો પૃથ્વી પરથી નાશ પામશે.”


દુષ્ટ જીવનપર્યંત યાતનામાં સબડશે અને જુલમીની આવરદા ટૂંકી હશે.


મારા જીવનના સર્વ સંજોગો તમારા હાથમાં છે. મને સતાવનારા મારા શત્રુઓના હાથમાંથી મને છોડાવો.


તમારા અનુભવમાં આવેલાઓ પર તમારો પ્રેમ અને નિખાલસ દિલવાળા પર તમારું વિશ્વાસુપણું જારી રાખજો.


હે યાહવે, તમારું નામ જાણનારા તમારા પર ભરોસો રાખે છે; તમારું શરણ શોધનારાઓને તમે કદી તરછોડતા નથી.


મેં મારા મનમાં વિચાર્યું છે, તેથી ઈશ્વર સદાચારી અને દુરાચારી બધાંનો અદલ ન્યાય કરશે.


તે દિવસે સમર્થ પ્રભુ દરેક ગર્વિષ્ઠ, અભિમાની અને શક્તિશાળી માણસને નમાવશે.


તમારામાં જે સૌથી નાનું કુટુંબ તે હજારનું ગૌત્ર બની જશે અને વિસાત વિનાનું ગૌત્ર સમર્થ પ્રજા બની જશે. હું પ્રભુ નિયત સમયે એ બધું સત્વરે કરીશ.”


આ તો સૈનાધિપતિ પ્રભુ પરમેશ્વરનો દિવસ છે; એ દિવસે તે વેર વાળશે અને તેમના શત્રુઓને સજા કરશે. તેમની તલવાર ધરાતાં સુધી ભક્ષ કરશે, અને લોહી પીને તૃપ્ત થશે. અરે, ઉત્તરમાં યુફ્રેટિસ નદીને કિનારે સેનાધિપતિ પ્રભુ પરમેશ્વર બલિદાનોની મિજબાની ગોઠવશે.


તે સમય અને ઋતુઓનું નિયમન કરે છે; તે જ રાજાઓને ગાદીએ બેસાડે છે અને તેમને પદભ્રષ્ટ પણ કરે છે. તે જ જ્ઞાન અને સમજશક્તિ આપે છે.


“સઘળી પ્રજાઓનો ન્યાય કરવાનો મારો દિવસ પાસે છે. અદોમ, તેં જેવું કર્યું છે, તેવું જ તને કરવામાં આવશે. તેં જે આપ્યું છે તે જ તને પાછું અપાશે.


પ્રભુ ન્યાય કરશે તે દિવસ પાસે છે; તેથી તેમની સંમુખ ચૂપ રહો. પ્રભુ પોતાના લોકનું બલિદાન કરી દેવા તેમને તૈયાર કરે છે અને યહૂદિયાને લૂંટાવી દેવા શત્રુઓને અલગ કરી તેમને આમંત્રણ આપ્યું છે.


જળપ્રલય પહેલાં નૂહ વહાણમાં ગયો તે દિવસ સુધી લોકો ખાતા અને પીતા હતા, તથા લગ્ન કરતા અને કરાવતા હતા.


માણસો તમને, એકલા સાચા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત, જેમને તમે મોકલ્યા છે તેમને ઓળખે એ જ સાર્વકાલિક જીવન છે.


ઈસુએ તેમને જવાબ આપ્યો, “સમય અને પ્રસંગ નક્કી કરવાનો અધિકાર મારા પિતાનો છે; એ ક્યારે બનશે તે જાણવાનું ક્મ તમારું નથી.


એક માણસમાંથી તેમણે બધી પ્રજાઓ પેદા કરી, અને તેમને આખી પૃથ્વી પર વસાવી. તેમના વસવાટ અંગેના ચોક્કસ સમયો અને સ્થળો તેમણે પોતે અગાઉથી નક્કી કર્યાં હતાં.


તારું હૃદય તો હઠીલું અને રીઢું થઈ ગયું છે. ન્યાયને દિવસે તને થનાર સજામાં તું વધારો કર્યા કરે છે.


ભાઈઓ, કયા દિવસે અને કયા સમયે આ બધા બનાવો બનશે તે સંબંધી તમને લખવાની કંઈ જરૂર ન હોય.


પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે જણાવે છે કે પાછલા સમયમાં કેટલાક માણસો વિશ્વાસમાં ડગી જશે. તેઓ જૂઠા આત્માઓ અને દુષ્ટાત્માઓના શિક્ષણને અનુસરશે.


ઈશ્વર સર્વોપરી સત્તાધીશ છે; રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છે. તે નિયત સમયે ઈસુને પ્રગટ કરશે.


આ જૂઠા શિક્ષકો લોભી છે અને બનાવટી વાતો જણાવીને તમારો લાભ ઉઠાવશે. તેમના ન્યાયાધીશે ઘણા લાંબા સમયથી તેમનો ન્યાય તોળી નાખ્યો છે અને તેમનો નાશ કરનાર સતત જાગ્રત છે.


Lean sinn:

Sanasan


Sanasan