Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 22:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તું નેક હો તો તેમાં સર્વસમર્થને રાજી થવા જેવું શું છે? અને તારા સદાચરણથી તેમને શો લાભ થાય?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તું ન્યાયી હોય તો તેમાં સર્વશક્તિમાનને શો આનંદ થાય? અને તું તારા માર્ગો સીધા કરે તેમાં [તેને] શો લાભ થાય?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તું ન્યાયી હોય તોપણ સર્વશક્તિમાનને શો આનંદ થાય? તું તારા રસ્તા સીધા રાખે તેમાં તેમને શો ફાયદો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તું સાચી રીતે જીવે તો પણ તેથી દેવને શું? તારું વર્તન ગમે તેટલું નિર્દોષ હોય તો પણ તેથી દેવને શો ફાયદો?

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 22:3
20 Iomraidhean Croise  

હે મારા ઈશ્વર, હું જાણું છું કે તમે અંત:કરણને પારખો છો, અને નિખાલસ લોકો પર પ્રસન્‍ન થાઓ છો. મેં તો નિખાલસ અંત:કરણથી તમને આ બધું રાજીખુશીથી આપ્યું છે. અત્રે હાજર થયેલા તમારા લોકો રાજીખુશીથી તમારી પાસે અર્પણ લાવ્યા છે. તે જોઈને મને આનંદ થયો છે.


સર્વસમર્થ વળી કોણ છે કે અમે તેમની સેવા કરીએ, અને તેમને પ્રાર્થના કરવાથી અમને શો લાભ?’


“શું કોઈ માણસ ઈશ્વરને ઉપયોગી થાય ખરો? અરે, કોઈ મહાજ્ઞાની માણસ પણ ઈશ્વરને લાભકારક નીવડે ખરો?


શું તે તને ભક્તિભાવને લીધે ઠપકો આપે છે, અને તારા પર મુકદમો ચલાવે છે?


તે કહે છે, ‘ઈશ્વરમાં મગ્ન થવાથી માણસને કોઈ પ્રકારનો લાભ થતો નથી.’


જો તું નેક હો તો તેથી ઈશ્વરને શો લાભ? અથવા તારા હાથથી તેમને શું પ્રાપ્ત થાય છે?


જ્યારે મેં મારા વર્તન વિષે વિચાર કર્યો, ત્યારે હું તમારાં સાક્ષ્યવચનો પ્રતિ વળ્યો છું.


મેં વિચાર્યું હું મારા માર્ગો વિષે સાવચેત રહીશ; જેથી હું મારી જીભે પાપ ન કરું. દુષ્ટો મારી નજીક હોય ત્યારે હું મારા મુખ પર મૌનની લગામ રાખીશ.


પ્રભુ ખોટાં ત્રાજવાં વાપરનારને ધિક્કારે છે, પણ સાચાં વજનિયાં વાપરનારથી તે પ્રસન્‍ન થાય છે.


પ્રભુ કુટિલ મનવાળાને ધિક્કારે છે, પણ તે સદાચારીથી પ્રસન્‍ન થાય છે.


પ્રભુ જૂઠું બોલનારને ધિક્કારે છે, પણ તે સત્યભાષકોથી પ્રસન્‍ન થાય છે.


પ્રભુ દુષ્ટોનાં બલિદાનોને ધિક્કારે છે, પરંતુ સદાચારી પર માત્ર તેની પ્રાર્થનાથી પ્રસન્‍ન થાય છે.


તારી પાસે જ્ઞાન હશે તો તેથી તને જ લાભ થશે, પણ તું ઉદ્ધતાઈથી વર્તીશ તો તારે જાતે તેનું પરિણામ ભોગવવું પડશે.


તમે તમારી વાતોથી પ્રભુને થકવી નાખ્યા છે. છતાં તમે પૂછો છો, “અમે તેમને કેવી રીતે થકવી નાખ્યા છે? ‘સર્વસમર્થ પ્રભુ સઘળા દુષ્ટોને સારા ગણે છે અને તેમના પર પ્રસન્‍ન રહે છે’ અથવા ‘ન્યાયી ગણાતો ઈશ્વર ક્યાં છે?’ એવું કહીને તમે તેમ કર્યું છે.


અને તેથી ઈશ્વર તેમ જ માણસો સમક્ષ મારું અંત:કરણ શુદ્ધ રાખવા હું હમેશાં મારાથી બનતો બધો પ્રયત્ન કરું છું.


મારા પ્રિય મિત્રો, આ સર્વ વરદાનો આપણને આપવામાં આવ્યાં હોવાથી આપણા આત્મા અને શરીરને, એટલે કે, આપણા જીવનને અશુદ્ધ બનાવનાર સર્વ બાબતોથી પોતાને અલગ રાખીએ અને ઈશ્વરના ડરમાં જીવન ગાળીને પવિત્રતાની પૂર્ણતા પ્રતિ વધતા જઈએ.


મને બધું મળ્યું છે. મારી પાસે પુષ્કળ, બલ્કે જરૂર કરતાં વિશેષ છે. એપાફ્રોદિતસે તમારી સર્વ ભેટ મને આપી છે. એ તો સુવાસિત અર્પણ છે, ઈશ્વરને માન્ય અને પ્રિય એવું બલિદાન છે.


Lean sinn:

Sanasan


Sanasan