Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 21:16 - પવિત્ર બાઇબલ C.L.

16 તેમની આબાદી શું તેમના પોતાના જ હાથમાં નથી? દુષ્ટો માટેના આવા ઈરાદા મને સમજાતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 શું તેઓની આબાદી તેઓના પોતાના હાથમાં નથી? દુષ્ટોના વિચાર મારાથી દૂર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જુઓ, તેઓની સમૃદ્ધિ તેઓના પોતાના હાથમાં નથી? દુષ્ટોની સલાહ મારાથી દૂર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 “એ સાચું છે કે દુષ્ટ લોકો પોતાની જાતે સફળ થયા નથી. હું તેઓની સલાહ પ્રમાણે અનુસરી શકતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 21:16
13 Iomraidhean Croise  

હું તેમની મસલતમાં સામેલ થઈશ નહિ અને તેમની સંગતમાં ભળીશ નહિ.


અને કહ્યું કે, “મારી માતાના ઉદરમાંથી હું જન્મ્યો ત્યારે કશું લીધા વગર આવ્યો હતો, અને હું મૃત્યુ પામીશ ત્યારેય સાથે કશું લઈ જવાનો નથી; પ્રભુએ આપ્યું અને પ્રભુએ પાછું લઈ લીધું; યાહવેના નામને ધન્ય હો!”


જુલમ કરવો, પોતાના હાથની કૃતિને ધૂત્કારવી, દુષ્ટોની કુટિલ યોજનાઓની તરફેણ કરવી, એ બધું શું તમને શોભે છે?


પરંતુ ઈશ્વરે જ તેમનાં ઘર સારાં વાનાથી ભરી દીધાં હતાં; દુષ્ટો માટેના એ ઈરાદા મને સમજાતા નથી.


ધન્ય છે પ્રભુના લોકને કે જેઓ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતા નથી, પાપીઓના માર્ગમાં ઊભા રહેતા નથી, અને ઈશ્વરનિંદકોના સહવાસમાં બેસતા નથી;


મારા પુત્ર, પાપીઓ તને પ્રલોભનોમાં ફસાવવા પ્રયાસ કરે, ત્યારે તું લલચાઈશ નહિ.


એવી સ્ત્રીથી તું દૂર રહેજે; તેના બારણે પણ ફરક્તો નહિ.


પોતાના નીકળતા પ્રાણને રોકવાની કોઈ મનુષ્યની તાક્ત નથી અથવા તે પોતાના મૃત્યુના દિવસને પાછો ઠેલી શક્તો નથી. એ યુદ્ધમાંથી કોઈને છુટકારો મળતો નથી. છેતરપિંડી કરીને ય કોઈ એનાથી છટકી શકતું નથી.


તેણે તેને કહ્યું, ‘તારા વિષે હું આ બધું શું સાંભળું છું? મારી જે મિલક્તનો તું કારભાર કરે છે તેનો પૂરેપૂરો હિસાબ આપી દે, કારણ તું હવે મારા કારભારી તરીકે રહી શકે નહિ.’


પણ અબ્રાહામે કહ્યું, ‘મારા દીકરા, તારા જીવનકાળ દરમિયાન તને બધાં સારાં વાનાં આપવામાં આવ્યાં હતાં, જ્યારે લાઝરસને બધાં ભૂંડા વાનાં મળ્યાં હતાં, તે યાદ કર; પણ હવે તે અહીં આનંદ કરે છે, જયારે તું યાતના ભોગવે છે.


Lean sinn:

Sanasan


Sanasan