Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 20:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તે સ્વપ્નની જેમ ઊડી જશે અને શોયો જડશે નહિ; રાત્રિના સંદર્શનની જેમ તે લોપ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તે સ્વપ્નની જેમ ઊડી જશે, અને તેનો પત્તો પણ લાગશે નહિ; રાતના સંદર્શનની માફક તે લોપ થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 સ્વપ્નની જેમ તે ઊડી જશે અને તેનો પત્તો લાગશે નહિ; રાત્રિના સંદર્શનની જેમ તે અદ્રશ્ય થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 સ્વપ્નની જેમ તે અદ્રશ્ય થઇ જશે. રાત્રિના સંદર્શનની જેમ તે અદ્રશ્ય થઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 20:8
14 Iomraidhean Croise  

આમ, મોર્દખાય માટે તૈયાર કરવામાં આવેલી ફાંસી પર હામાનને લટકાવી દેવામાં આવ્યો. ત્યારબાદ રાજાનો ગુસ્સો શમી ગયો.


આતંકો તેને ચોમેરથી ડરાવે છે, અને તેનાં પગલાંનો પીછો કરે છે.


તેને પ્રકાશમાંથી અંધકારમાં ધકેલી દેવામાં આવે છે, અને આ સંસારમાંથી તેને હાંકી કાઢવામાં આવે છે.


દિવસે પૂરની પેઠે આતંક આવી પડે છે અને બધું લૂંટી જાય છે, અને રાત્રે વાવાઝોડું તેમનું ધન ચોરી જાય છે.


શા માટે તમે મારા અપરાધ ક્ષમા કરતા નથી, અને મારો દોષ દૂર કરતા નથી? કારણ, હું ધૂળમાં પોઢી જાઉં તે પછી તો તમે મને શોધશો, પણ હું હયાત નહિ હોઉં.”


મારા પર સતત નજર રાખનાર આંખ પછી ક્યારેય મારી ચોકી કરશે નહિ; તમારી આંખો મને શોધશે, પણ હું હયાત હોઈશ નહિ.


તે પાંખાળાં પ્રાણી કરુબ પર સવારી કરીને ઊડયા, પવનની પાંખે તે વેગે ધસી આવ્યા.


જાગતાંવેંત જેમ સ્વપ્નનો આભાસ ભૂલી જવાય છે, તેમ હે પ્રભુ, તમે જાગશો ત્યારે દુષ્ટોને તમારી સ્મૃતિમાંથી દૂર કરશો.


અમારાં આયુષ્યનાં વર્ષો કદાચ સિત્તેર જેટલાં હોય, અથવા શક્તિને લીધે કદાપિ એંસી વર્ષ જેટલાં પણ થાય; તો પણ તે અમારે માટે મુશ્કેલી અને દુ:ખથી ભરેલાં છે; જિંદગી ઝડપથી પૂરી થાય છે અને અમે ઊડી જઈએ છીએ.


તમે તેમને પાણીના પૂરની જેમ તાણી જાઓ છો. તેઓ તો નિદ્રા સમાન છે. તેઓ સવારમાં ઊગતા ઘાસ જેવા છે.


વાવાઝોડું ફૂંકાશે ત્યારે દુષ્ટો હતા ન હતા થઈ જશે, પણ નેકજનોનો પાયો સદાકાળ ટકશે.


ત્યાર પછી રાજા પોતાના દેશના કિલ્લાઓમાં પાછો ફરશે, પણ ત્યાં તેની હાર થશે, અને તેનો અંત આવશે.


Lean sinn:

Sanasan


Sanasan