Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 20:5 - પવિત્ર બાઇબલ C.L.

5 દુષ્ટની ખુશાલી અલ્પજીવી હોય છે, અને અધર્મીનો આનંદ ક્ષણિક હોય છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 દુષ્ટોનો જયજયકાર ક્ષણભંગુર છે, અને અધર્મીઓનો હર્ષ માત્ર ક્ષણિક છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 દુષ્ટ લોકોની કીર્તિ ક્ષણભંગુર છે, તથા અધર્મીઓનો આનંદ ક્ષણિક છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 દુષ્ટ લોકોની કીર્તિ ક્ષણભંગુર છે, તથા નાસ્તિકનો આનંદ ક્ષણિક છે?

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 20:5
25 Iomraidhean Croise  

યોઆબે કહ્યું, “હું તારી સાથે મારો વધારે સમય બગાડવા માગતો નથી.” તેણે ત્રણ ભાલા લીધા અને મસ્તગી વૃક્ષ પર લટકી રહેલો આબ્શાલોમ હજુ તો તે જીવતો હતો ત્યારે જ તેના હૃદયમાં ભોંકી દીધા.


પછી યોઆબના દસ સૈનિકો આબ્શાલોમને ઘેરી વળ્યા અને તેને મારીને પૂરો કર્યો.


આમ, મોર્દખાય માટે તૈયાર કરવામાં આવેલી ફાંસી પર હામાનને લટકાવી દેવામાં આવ્યો. ત્યારબાદ રાજાનો ગુસ્સો શમી ગયો.


કારણ તમે પૂછો છો, ‘જુલમગાર ઉમરાવનો મહેલ ક્યાં છે? દુષ્ટો વસતા હતા તે તંબૂઓ ક્યાં છે?’


ઈશ્વર અધર્મીનો અંત આણે, અને તેનો જીવ ઉઠાવી લે ત્યારે તેને માટે શી આશા હોય છે?


લોકો અધર્મીઓને તેમના પર રાજ કરતા રોકી શક્તા નથી; તેઓ તેમને ફાંદામાં ફસાવનારાથી બચાવી શક્તા નથી.


મેં મૂર્ખને ઠરીઠામ થયેલો જોયો છે; તેમ જ તે પછી તેના નિવાસસ્થાન પર અચાનક શાપ ઊતરતો જોયો છે.


તેની હયાતીના સમય પૂરતો જ તેનો આનંદ હોય છે. પછી તેની જગાએ બીજા છોડ ઊગી નીકળે છે.


ટૂંક સમયમાં જ દુષ્ટો હતા ન હતા થઈ જશે, તું તેમને ખંતથી શોધશે, પણ તેમનું નામનિશાન જડશે નહિ.


હે પ્રભુ, દુષ્ટો ક્યાં સુધી ગર્વ કરશે? ક્યાં સુધી તેઓ વિજયમાં જયજયકાર કરશે?


ગુનેગારો ઘમંડી બકવાટ કરે છે, અને ભ્રષ્ટાચારીઓ ગુનેગારી વિષે શેખી મારે છે.


જે કોઈ મને ’પ્રભુ, પ્રભુ’ કહીને પોકારે છે તે બધા ઈશ્વરના રાજમાં પ્રવેશ કરશે તેવું નથી. પણ જે કોઈ મારા આકાશમાંના ઈશ્વરપિતાની ઇચ્છાને અનુસરે છે તેઓ જ પ્રવેશ કરશે.


દરેકે પોતાની વર્તણૂકનો જાતે જ ન્યાય કરવો; કારણ, એમ કરવાથી તે પોતાની યોગ્યતાને આધારે ગર્વ કરી શકશે અને બીજાની સાથે સરખામણી કરવાની જરૂર રહેશે નહિ.


પણ હાલ તમે ગર્વિષ્ઠ છો અને બડાઈ મારો છો. આ પ્રકારનો તમામ ગર્વ નકામો છે.


Lean sinn:

Sanasan


Sanasan