Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 2:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પરંતુ તમારો હાથ ઉગામીને તેના શરીરને પીડા આપો, એટલે તે મોઢે ચઢીને તમને શાપ આપશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પણ તમારો હાથ લંબાવીને તેના હાડકાને તથા તેના માંસને સ્પર્શ કરો, એટલે તે તમારે મોઢે ચઢીને તમને શાપ આપશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પણ તમારો હાથ લંબાવીને તેના હાડકાને તથા તેના શરીરને સ્પર્શ કરો. એટલે તે તમારે મોઢે ચઢીને તમને શાપ દેશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તમે તેના શરીરને સ્પર્શ કરો અને માંદગી આપો. પછી જુઓ, તે તમારી સામો થશે અને તમારા પર શાપ વરસાવશે.”

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 2:5
16 Iomraidhean Croise  

દાવિદે પ્રાર્થના કરી, “હે ઈશ્વર, પાપ અને ભયાનક દુષ્ટતા તો મેં આચરી છે. વસ્તી ગણતરી તો મેં કરાવી છે. પણ આ લોકો તો ઘેટાં જેવા છે. બિચારા એમણે શું કર્યું છે? હે પ્રભુ, મારા ઈશ્વર, મને અને મારા કુટુંબને સજા કરો, પણ આ લોકોને રોગચાળામાંથી ઉગારો.”


પરંતુ તમારો હાથ ઉગામીને તેના પર પ્રહાર કરો તો તે મોંઢે ચઢીને તમને શાપ આપશે.”


પ્રભુએ શેતાનને કહ્યું: “ભલે, યોબનું સર્વસ્વ હું તારા હાથમાં સોંપું છું, પણ યોબના પંડને કશી ઈજા પહોંચાડવાની નથી.” પછી શેતાન પ્રભુની સમક્ષતામાંથી ચાલ્યો ગયો.


મિજબાનીના દિવસ પૂરા થાય તે પછી યોબ તે બધાંને બોલાવીને તેમનું શુદ્ધિકરણ કરતો. એ માટે તે વહેલી સવારે ઊઠીને પોતાના દરેક સંતાનને માટે દહનબલિ ચડાવતો; કારણ, તે વિચારતો કે, “કદાચ, મારા પુત્રોએ પાપ કર્યું હોય અને તેમના હૃદયમાં ઈશ્વરનિંદા કરી હોય!” યોબ એ પ્રમાણે હમેશ કરતો.


શેતાને પ્રભુને ઉત્તર આપ્યો: “‘ચામડી સાટે ચામડી’, પોતાનો જીવ બચાવવા માટે તો માણસ પોતાનું સર્વસ્વ આપી દે,


પ્રભુએ શેતાનને કહ્યું: “ભલે, હું તેને તારા હાથમાં સોંપું છું; માત્ર તેનો જીવ બચાવજે.”


ત્યારે તેની પત્નીએ તેને કહ્યું: “શું તું હજી તારી નિષ્ઠાને વળગી રહ્યો છે? ઈશ્વરને શાપ દે અને મરી જા.”


તમે મોકલેલી મહામારી મારાથી દૂર કરો; હું તો તમારા પ્રહારોથી મરણતોલ થઈ ગયો છું.


તેઓ પવિત્ર વાટિકાઓમાં બલિદાનો ચડાવીને અને ઈંટોની વેદીઓ ઉપર ધૂપ બાળીને મને સામે મોંએ છંછેડે છે.


પીડિતો અને કંગાલો આખા દેશમાં ભટકશે. તેઓ આકાશ તરફ મીટ માંડશે. તેઓ ભૂખના માર્યા રોષે ભરાઈને તેમના રાજાને અને ઈશ્વરને શાપ દેશે.


ત્યાર પછી ઇઝરાયલી લોકને કહેજે: જે કોઈ ઈશ્વરનિંદા કરશે તેણે તેની સજા ભોગવવી પડશે જ.


પછી સ્વર્ગમાં મેં એક મોટી વાણી આમ બોલતાં સાંભળી, “હવે આપણા ઈશ્વરે વિજય પ્રાપ્ત કર્યો છે, હવે ઈશ્વરનું રાજ આવ્યું છે. હવે તેમના અભિષિક્તે પોતાનો અધિકાર સ્થાપિત કર્યો છે. કારણ, ઈશ્વરની સમક્ષ આપણા ભાઈઓ પર રાતદિવસ દોષારોપણ કરનારને સ્વર્ગમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan