Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 2:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પ્રભુએ શેતાનને કહ્યું: “શું તેં મારા ભક્ત યોબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ, પ્રામાણિક તથા ઈશ્વરનો ડર રાખનાર અને ભૂંડાઈથી દૂર રહેનાર બીજો કોઈ નથી. તેં તો તેને પાયમાલ કરવા મને વિનાકારણ ઉશ્કેર્યો, છતાં હજી તે પોતાની નિષ્ઠાને દઢતાથી વળગી રહ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 યહોવાએ શેતાનને પૂછયું, “શું તેં મારા સેવક અયૂબને લક્ષમાં લોધો છે? પૃથ્વી પર તેના જેવો સંપૂર્ણ, પ્રામાણિક, ઈશ્વરભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી; જોકે તેને વિનાકારણ પાયમાલ કરવાને તેં મને ઉશ્કેર્યો હતો, તોપણ હજી સુધી તે પોતાના પ્રામાણિકપણાને દઢતાથી વળગી રહ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યહોવાહે શેતાનને પૂછ્યું કે, “શું તે મારા સેવક અયૂબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો સંપૂર્ણ, પ્રામાણિક, ઈશ્વરભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી. જો” કે તેને વિનાકારણ પાયમાલ કરવાને તેં મને ઉશ્કેર્યો હતો. છતાં હજી સુધી તે પોતાના પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 યહોવાએ શેતાનને પૂછ્યું કે, “શું તેઁ મારા સેવક અયૂબને ધ્યાનથી જોયો છે? પૃથ્વી પર તેના જેવો કોઇ નથી. તે ભલો, પ્રામાણિક, દેવથી ડરનાર, અનિષ્ટ કર્મો કરવાનો ઇન્કાર કરનાર છે. એને હેરાન કરવાને તેઁ મને પડકાર ફેક્યો અને તે પણ કોઇ કારણ વગર, અને તે છતાં પણ તે તેની પ્રામાણિકતાને દ્રઢતાથી વળગી રહ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 2:3
26 Iomraidhean Croise  

આ નૂહની વાત છે: તે ઈશ્વરપરાયણ અને પોતાના જમાનામાં એકમાત્ર નિર્દોષ માણસ હતો.


યોઆબે જવાબ આપ્યો, “હું તો કંઈ તમારા નગરનો નાશ કરવા કે તેને ખંડેર બનાવવા માગતો નથી. એ અમારો આશય નથી.


યોબ નામે એક માણસ ઉસ દેશમાં વસતો હતો. તે નિર્દોષ, પ્રામાણિક, ઈશ્વરનો ડર રાખનાર અને ભૂંડાઈથી દૂર રહેનાર હતો.


પરંતુ તમારો હાથ ઉગામીને તેના પર પ્રહાર કરો તો તે મોંઢે ચઢીને તમને શાપ આપશે.”


એક દિવસે સ્વર્ગદૂતો પ્રભુની તહેનાતમાં હાજર થયા હતા અને શેતાન પણ તેમની સાથે આવ્યો.


પ્રભુએ શેતાનને પૂછયું: “શું તેં મારા ભક્ત યોબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ, પ્રામાણિક


અરે, તે મને રહેંસી નાખશે. હવે કોઈ આશા રહી નથી. તેમ છતાં, હું મારી વર્તણૂકનો તેમની સમક્ષ બચાવ રજૂ કરીશ.


પ્રભુએ શેતાનને પૂછયું: “તું કયાં જઈ આવ્યો?” શેતાને પ્રભુને ઉત્તર આપ્યો: “પૃથ્વી પર હું રખડતો હતો, અને ત્યાં આમતેમ લટાર મારતો હતો.”


શેતાને પ્રભુને ઉત્તર આપ્યો: “‘ચામડી સાટે ચામડી’, પોતાનો જીવ બચાવવા માટે તો માણસ પોતાનું સર્વસ્વ આપી દે,


તે તો મને ઝંઝાવાતથી કચડી નાખે છે અને વિનાકારણ મારા ઘા વધારે છે.


કદાપિ હું નિર્દોષ હોઉં તો પણ મારા જ મુખે તે મને દોષિત ઠરાવે! કદાપિ હું ભોળો હોઉ તો પણ તે મને કુટિલ ઠરાવે!


હે પ્રભુ, તમારા ન્યાયચુકાદાથી મારું સમર્થન કરો; કારણ, હું નિખાલસપણે વર્ત્યો છું. મેં તમારા પર ભરોસો રાખ્યો છે અને હું ડગી ગયો નથી.


નિર્દોષને લક્ષમાં લે, અને પ્રામાણિકને નિહાળ; શાંતિપ્રિય મનુષ્યોનું ભાવિ ઉજ્જવળ હોય છે.


મારી પ્રામાણિક્તાના ફળસ્વરૂપે તમે મને ધરી રાખ્યો છે, માટે તમે મને સદાસર્વદા તમારી સન્મુખ સ્થાન આપો છો.


સદાચારી સંકટમાંથી ઉગરી જાય છે, પણ દુષ્ટ એ સંકટમાં સપડાય છે.


નેકી નિર્દોષ માણસોનું રક્ષણ કરે છે, પણ દુષ્ટતા પાપીઓનો નાશ કરે છે.


પ્રભુનો આદરયુક્ત ડર રાખનાર પ્રામાણિક આચરણ કરે છે; પણ ઈશ્વરની અવજ્ઞા કરનાર દુષ્ટ આચરણ કરે છે.


પ્રભુ દુષ્ટોનાં બલિદાનોને ધિક્કારે છે, પરંતુ સદાચારી પર માત્ર તેની પ્રાર્થનાથી પ્રસન્‍ન થાય છે.


સદાચારીનો ધોરીમાર્ગ ભૂંડાઈથી દૂર રહીને જાય છે; પોતાનાં પગલાં સંભાળનાર પોતાના જ જીવનની રક્ષા કરે છે.


ઈસુએ જવાબ આપ્યો, “એના અંધાપાને એનાં કે એનાં માતાપિતાનાં પાપ સાથે કંઈ સંબંધ નથી; પણ તેનામાં ઈશ્વરની કાર્યશક્તિ પ્રગટ થાય તે માટે તે આંધળો જનમ્યો છે.


એ સર્વ બાબતો મેં પ્રાપ્ત કરી લીધી છે, કે હું સંપૂર્ણ થઈ ગયો છું એવો મારો દાવો નથી. પણ હું એને માટે આગળ ધપી રહ્યો છું, કારણ, ખ્રિસ્ત ઈસુએ મને એ મેળવવા માટે જીતી લીધો છે.


જે માણસ પ્રલોભનોમાં વિશ્વાસુ રહે છે તેને ધન્ય છે. કારણ, પ્રલોભનોમાંથી પાર ઊતર્યા પછી ઈશ્વર તેને ઇનામ તરીકે જીવનરૂપી મુગટ આપશે. ઈશ્વર પર પ્રેમ કરનારાઓને એ જીવન આપવાનું ઈશ્વરે વચન આપેલું છે.


આ દુ:ખો તો તમારો વિશ્વાસ સાચો છે કે નહિ તેની પારખને માટે છે. નાશવંત સોનાની ક્સોટી અગ્નિથી થાય છે. પણ તમારો વિશ્વાસ તો સોના કરતાં વધુ મૂલ્યવાન છે અને તે ટકી રહે તે માટે તેની પણ પરીક્ષા થવી જોઈએ. જ્યારે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાનો દિવસ આવશે ત્યારે તમને સ્તુતિ, મહિમા અને માન મળશે.


ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી થોડીવાર સુધી સહન કર્યા પછી તમને પોતાના સાર્વકાલિક મહિમાના ભાગીદાર થવાને બોલાવનાર સર્વ કૃપાના દાતા ઈશ્વર પોતે તમને સંપૂર્ણ કરશે અને તમને સ્થિર, બળવાન અને મજબૂત કરશે.


Lean sinn:

Sanasan


Sanasan