Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 2:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તેમણે દૂરથી યોબને જોયો ત્યારે તેઓ તેને ઓળખી પણ શક્યા નહિ, તેથી તેઓ પોક મૂકીને રડયા. તેમણે પોતપોતાનો ડગલો ફાડયો અને આકાશ તરફ પોતાના માથા પર ધૂળ ઉછાળતાં ઊંડો શોક પ્રગટ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જ્યારે તેઓએ તેને દૂરથી જોયો, અને તેને ઓળખ્યો પણ નહિ, ત્યારે તેઓ પોક મૂકીને રડયા; અને દરેકે પોતાનો જામો ફાડયો, અને આકાશ તરફ [જોઈને] પોતાનાં માથાં પર ધૂળ નાખી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જ્યારે તેઓએ તેને દૂરથી જોયો ત્યારે તેઓ તેને ઓળખી ન શક્યા; તેઓ પોક મૂકીને રડ્યા; દરેકે પોતાનાં વસ્ત્રો ફાડ્યાં. અને આકાશ તરફ નજર કરીને પોતાના માથા પર ધૂળ નાખી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તેઓએ દૂરથી અયૂબને જોયો અને હવે તે ઓળખી ન શકાય તેવો થઇ ગયો હતો તેથી તેઓ મોટે અવાજે રડ્યા, શોકના માર્યા પોતાના વસ્ત્રો ફાડી નાંખ્યા અને તેઓનો શોક વ્યકત કરવા, તેઓ તેઓના માથા પર રેતી વરસાવવા લાગ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 2:12
17 Iomraidhean Croise  

પોતાના પિતાના શબ્દો સાંભળીને એસાવ ખૂબ મોટેથી પોક મૂકીને રડયો અને તેના પિતાને કહ્યું, “પિતાજી, મારા પિતાજી, મને પણ આશિષ આપો.”


તે બોલી રહ્યો હતો એવામાં જ દાવિદના પુત્ર અંદર આવ્યા. તેઓ રડવા લાગ્યા અને દાવિદ અને તેના અધિકારીઓ પણ ખૂબ રડયા.


એ સાંભળીને મેં મારાં વસ્ત્ર તથા ઝભ્ભો ફાડયાં, માથા અને દાઢીના વાળ ફાંસી નાખ્યા અને આઘાત પામીને બેસી પડયો.


એ જ માસની ચોવીસમી તારીખે ઇઝરાયલી લોકો પોતાનાં પાપનું દુ:ખ વ્યક્ત કરવા ઉપવાસ કરીને ભેગા થયા. શોકની નિશાની તરીકે તેમણે તાટનાં વસ્ત્ર પહેર્યાં હતાં અને પોતાના માથા પર ધૂળ નાખી હતી.


જે બધું કરવામાં આવ્યું તે જાણીને મોર્દખાયે દુ:ખથી પોતાનાં વસ્ત્ર ફાડયાં અને તાટ પહેરીને માથા પર રાખ ચોળી. પછી તે નગરમાં મોટે ઘાંટે વિલાપ કરતાં ફર્યો,


આ સાંભળીને યોબ ઊઠયો. એણે શોકમાં પોતાનો જામો ફાડયો, પોતાનું માથું મુંડાવ્યું અને ભૂમિ પર મસ્તક ટેકવીને આરાધના કરી,


મારા નિકટના સ્નેહીઓએ મને તરછોડી દીધો છે; મારા ઘરમાં વસનારા મને વીસરી ગયા છે. મારી દાસીઓ મને અજાણ્યા જેવો ગણે છે. તેઓ મારી સાથે એક પરદેશીના જેવો વર્તાવ કરે છે.


યરુશાલેમના વૃદ્ધો જમીન પર મૂંગે મોંએ બેઠા છે. તેમણે પોતાના માથા પર ધૂળ નાખી છે અને શરીર પર તાટ વીંટાળ્યું છે. યુવતીઓએ પોતાનાં માથાં જમીન સુધી ઢાળી દીધાં છે.


તેઓ સૌ તારે માટે પોક મૂકીને વિલાપ કરે છે, પોતાના માથાં પર ધૂળ નાખે છે અને રાખમાં આળોટે છે.


પછી યહોશુઆએ પોતાનાં વસ્ત્ર ફાડયાં અને સંયાના સમય સુધી પ્રભુની કરારપેટી આગળ ભૂમિ પર ઊંધો પડયો રહ્યો; ઇઝરાયલના આગેવાનોએ પણ તેમ જ કર્યું, અને પોતાના શોક પ્રદર્શિત કરવા પોતાના માથા પર ધૂળ નાખી.


તેમણે પોતાને માથે ધૂળ નાખી અને તેઓ મોટેથી રડીને શોક કરવા લાગ્યા, “ઓ મહાનગરી તને હાય હાય! આ તો એ નગરી છે, જ્યાં વહાણવટું કરનાર બધા જ તેની સંપત્તિથી ધનવાન બન્યા છે! અને ફક્ત એક ઘડીમાં જ તે ઉજ્જડ થઈ ગઈ.”


પ્રભુના દૂતે એ વાત કહી ત્યારે સર્વ ઇઝરાયલી લોકો પોક મૂકીને રડવા લાગ્યા.


શાઉલ રહેતો હતો ત્યાં ગિબ્યામાં સંદેશકો આવી પહોંચ્યા અને જ્યારે તેમણે સમાચાર આપ્યા ત્યારે લોકો પોક મૂકીને રડવા લાગ્યા.


દાવિદ અને તેના માણસો રડવા લાગ્યા અને રડવાની શક્તિ ખૂટી ગઈ ત્યાં સુધી તેઓ રડયા.


રણક્ષેત્રમાંથી બિન્યામીનના કુળનો એક માણસ નાઠો અને એ જ દિવસે શીલોમાં આવી પહોંચ્યો. શોક દર્શાવવા તેણે પોતાનાં વસ્ત્ર ફાડી નાખ્યાં હતાં અને પોતાના માથા પર ધૂળ નાખી હતી.


Lean sinn:

Sanasan


Sanasan