Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 2:11 - પવિત્ર બાઇબલ C.L.

11 જ્યારે યોબ પર આવી પડેલી વિપત્તિના સમાચાર તેના ત્રણ મિત્રોએ જાણ્યા ત્યારે તેઓ એટલે, એલિફાઝ તેમાની, બિલ્દાદ શૂહી અને સોફાર નાઅમાથી પોતપોતાના ઘેરથી નીકળ્યા અને નક્કી કરેલ સ્થળે મળ્યા અને યોબને તેના દુ:ખમાં સહાનુભૂતિ દાખવવા અને આશ્વાસન આપવા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 આ સર્વ વિપત્તિ અયૂબ ઉપર આવી પડી હતી, તે વિષે તેના ત્રણ મિત્રોએ સાંભળ્યું, ત્યારે અલિફાઝ તેમાની, બિલ્દાદ શૂહી તથા સોફાર નામાથી પોતપોતાને ઘેરથી આવ્યા; તેઓ તેના દુ:ખમાં ભાગ લેવાને તથા તેને દિલાસો આપવાને વિચારણા કરીને તેની પાસે આવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 આ સર્વ વિપત્તિ અયૂબ પર આવી પડી હતી, તે વિષે તેના ત્રણ મિત્રોએ સાંભળ્યું, ત્યારે અલિફાઝ તેમાની, બિલ્દાદ શૂહી અને સોફાર નાઅમાથી પોતપોતાને ઘેરથી આવ્યા. તેઓ તેના દુઃખમાં ભાગ લેવાને તથા તેને દિલાસો આપવાને મસલત કરીને તેની પાસે આવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 આ અયૂબ પર આવી પડેલી આફતોની વાત તેના ત્રણ મિત્રોના જાણવામાં આવી તેઓએ તેમના ઘર છોડ્યા એક બીજાને સાથે મળ્યા. તેઓ અયૂબ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા અને તેને આશ્વાસન આપવા જવા માટે સંમંત થયા. તે મિત્રોના નામ તેમાનથી અલીફાઝ, શૂહીથી બિલ્દાદ અને નાઅમાંથી સોફાર હતાં.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 2:11
34 Iomraidhean Croise  

તેને પેટે અબ્રાહામને આ પુત્રો થયા: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશલાક અને શૂઆહ.


એલિફાઝના પુત્રો: તેમાન, ઓમાર, સફો, ગાતામ, કનાઝ. એસાવના પુત્ર એલિફાઝની ઉપપત્ની તિમ્ના હતી. તેનો પુત્ર અમાલેક હતો. આ એસાવની પત્ની આદાના વંશજો છે.


એસાવના પુત્રોમાંના મુખ્ય સરદારો આ પ્રમાણે હતા. એસાવના પ્રથમ પુત્ર એલિફાઝના પુત્રો: તેમાન, ઓમાર, સફો, કનાઝ, કોરા, ગાતામ, અમાલેક. એલિફાઝને અદોમ દેશમાં થયેલા એ સરદારો છે. તેઓ આદાના વંશજો છે.


યોબાબ મૃત્યુ પામ્યો, અને તેને સ્થાને તેમાન પ્રદેશના હુશામે રાજ કર્યું.


તેના બધાં દીકરાદીકરીઓ તેને દિલાસો આપવા માટે આવ્યા, પણ તેણે દિલાસો પામવાની ના પાડી અને કહ્યું, “મારા પુત્ર પાસે હું મૃત્યુલોક શેઓલમાં પહોંચું ત્યાં સુધી હું તેને માટે શોક કરીશ.” આમ, પોતાના દીકરા યોસેફ માટે તેણે શોક કર્યા કર્યો.


અબ્રાહામની ઉપપત્ની કટૂરાથી જન્મેલા તેના પુત્રો: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક, તથા સૂઆ. યોકશાનના પુત્રો: શબા તથા દદાન.


યોબાબ મરણ પામ્યો એટલે તેની જગાએ તેમાનના પ્રદેશના હૂશામે રાજ કર્યું.


તેમના પિતા એફ્રાઈમે તેમને માટે ઘણા દિવસો સુધી શોક કર્યો, અને તેના ભાઈઓ તેને દિલાસો દેવા આવ્યા.


તે પછી સોફાર નાઅમાથીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું,


પણ તમે જુઠાણાંને ઓપ ચડાવો છો. તમે બધા જ ઊંટવૈદ જેવા છો!


તે પછી એલિફાઝ તેમાનીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું:


“મેં આવી વાતો ઘણીવાર સાંભળી છે. તમારો દિલાસો તો ત્રાસદાયક છે!


તે ઈશ્વર સમક્ષ મારા વિચારો સમજાવે છે, તેને માટે મારી આંખો ઝૂરે છે.


તે પછી બિલ્દાદ શૂહીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું.


મારા દિલોજાન દોસ્તો મારી ઘૃણા કરે છે. હું જેમને સૌથી વિશેષ ચાહતો હતો તેઓ મારાથી વિમુખ થયા છે.


દયા કરો, મારા પર દયા કરો. તમે તો મારા મિત્રો છો! કારણ, ઈશ્વરના હાથે મારા પર પ્રહાર કર્યો છે.


ત્યારે એલિફાઝ તેમાનીએ ઉત્તર આપતાં કહ્યું:


યોબના બધા ભાઈઓ, તેની બધી બહેનો અને સઘળા પરિચિતો તેની મુલાકાતે આવ્યા અને તેના ઘરમાં તેની સાથે મિજબાની માણી. તેમણે યોબ પ્રત્યે તેમની સહાનુભૂતિ દર્શાવી અને પ્રભુએ જે વિપત્તિ તેના પર ઊતારી હતી તે અંગે તેને સાંત્વન આપ્યું. દરેક જણે તેને એક ક્સીતા સિક્કો અને સોનાની વીંટી આપ્યાં.


યોબ સાથે સંવાદ પૂરો કર્યા પછી પ્રભુએ એલિફાઝ તેમાનીને કહ્યું, “તારા પર અને તારા બે મિત્રો પર મને ક્રોધ ચઢયો છે; કારણ, તમે મારા સેવક યોબની જેમ મારે વિષે સાચું બોલ્યા નથી.


તેથી એલિફાઝ તેમાની, બિલ્દાદ શૂહી તથા સોફાર નાઅમાથી પ્રભુની આજ્ઞા પ્રમાણે યોબ પાસે ગયા અને તેમણે અર્પણો ચડાવ્યાં અને પ્રભુએ યોબની પ્રાર્થના સ્વીકારી.


હતાશ થયેલા માણસ પ્રત્યે તેના મિત્રે હમદર્દી દાખવવી જોઈએ, નહિ તો તે સર્વસમર્થના ભયનો ત્યાગ કરશે.


તેમાં નગરના કાફલા પાણીનાં ઝરણાંની શોધ કરે છે, અને શેબાના સોદાગરો તેમને માટે ઝંખે છે.


તે પછી બિલ્દાદ શૂહીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું,


સાચો મિત્ર સર્વસમધ્યે મિત્રતા જાળવે છે, અને વિપત્તિકાળે મદદે આવવા માટે તો ભાઈ જન્મ્યો છે.


ઘણા ખરા મિત્રોની મિત્રતા તૂટી જાય છે, પણ સાચો મિત્ર ભાઈ કરતાં વધુ નિકટનો સંબંધ જાળવે છે.


પોતાના મિત્રને અરે, તારા પિતાના મિત્રને પણ તજીશ નહિ, એમ કરીશ તો આપદ્કાળે ભાઈને ત્યાં દોડી જવાની જરૂર પડશે નહિ; દૂર રહેતા ભાઈ કરતા નજીકનો પડોશી વધારે મદદરૂપ બનશે.


તારા પર તો બેવડી આપત્તિ આવી પડી છે: યુદ્ધને લીધે પાયમાલી અને વિનાશની સાથોસાથ ભૂખમરો પણ છે અને તારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવનાર કોઈ નથી.


અદોમ વિષે સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “શું તેમના પ્રદેશમાં કોઈની પાસે જ્ઞાન રહ્યું નથી? શું તેમનું જ્ઞાન અદશ્ય થયું છે?


તેમાનના ભડવીરો ભયભીત થશે અને એસાવના પર્વત પરનો પ્રત્યેક લડવૈયો ક્તલમાં માર્યો જશે.


ઘણા યહૂદીઓ માર્થા અને મિર્યામને તેના ભાઈના મરણ અંગે દિલાસો આપવા આવ્યા હતા.


આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો.


જો શરીરના એક અવયવને નુક્સાન થાય, તો તેની સાથે બીજા બધા અવયવોને દુ:ખ થાય છે. જો શરીરના એક અવયવની પ્રશંસા થાય, તો તેનો સુખાનુભવ બધા અવયવો કરે છે.


જેઓ જેલમાં છે તેમને તમે પણ જાણે તેમની સાથે જેલમાં હો તેમ યાદ રાખો. જેમની સતાવણી થાય છે તેમને આત્મીયતાથી યાદ રાખો.


ગદેરોથ, બેથ-દાગોન, નાઅમા, માક્કેદા; એ સોળ નગરો તેમનાં ગામ સહિત.


Lean sinn:

Sanasan


Sanasan