Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 19:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તેમણે મારા માર્ગમાં અભેદ્ય દીવાલ ઊભી કરી છે, એટલે હું આગળ જઈ શક્તો નથી; તેમણે મારો માર્ગ અંધકારથી ઢાંકી દીધો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેમણે વાડથી મારો માર્ગ એવો બંધ કર્યો છે કે, હું આગળ ચાલી શકતો નથી, અને મારા રસ્તાઓમાં તેમણે અંધકાર મૂક્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ઈશ્વરે મારો માર્ગ એવો બંધ કરી દીધો છે કે હું આગળ ચાલી શકતો નથી, તેમણે મારા રસ્તાઓને અંધકારથી ઢાંકી દીધા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 દેવે મારો માર્ગ બંધ કરી દીધો છે. તેણે મારા રસ્તાઓને અંધકારથી ઢાંકી દીધા છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 19:8
16 Iomraidhean Croise  

ઘોર અંધકારે મારા ચહેરાને ઢાંકી દીધો છે, તેમ છતાં અંધકારે મને નષ્ટ કર્યો નથી!”


જે માણસનું ભાવિ ધૂંધળું છે, અને ઈશ્વરે જેને સકંજામાં લીધો છે તેને પ્રકાશ શા કામનો?


મેં તો શુભની આશા સેવી હતી પણ અશુભ આવી પડયું! અને પ્રકાશની વાટ જોતો હતો પણ અંધકાર આવી પડયો!


તમે મને એવો રોગિષ્ટ બનાવ્યો છે કે મારા મિત્રો પણ મારાથી દૂર રહે છે; તમે મને તેઓ માટે ખૂબ ઘૃણાપાત્ર બનાવ્યો છે. હું અલાયદો રખાયો છું અને અહીંથી બહાર નીકળી શક્તો નથી.


પણ દુષ્ટોનો માર્ગ રાત્રિના ઘોર અંધકાર જેવો છે, તેઓ પડી જાય પણ શાથી ઠોકર લાગી તે સમજતા નથી.


તમારામાં પ્રભુથી ડરીને ચાલનાર કોણ છે? તેમના સેવકના શબ્દોને આધીન થનાર કોણ છે? જે કોઈ હોય તે પોતાની પાસે પ્રકાશ ન હોવાથી અંધકારમાં ચાલતી વખતે પોતાના ઈશ્વર યાહવેના નામ પર ભરોસો મૂકે અને તેમના પર આધાર રાખે.


લોકો કહે છે, “એટલે તો અમે અદલ ઇન્સાફથી વંચિત છીએ અને હજી અમારો બચાવ થયો નથી. અમે તેજની આશા રાખીએ છીએ, પણ અમારે તો ઘોર અંધકારમાં ચાલવું પડે છે.


અંધકાર છવાય અને અંધારી ટેકરીઓ પર ઠોકર ખાઈને પડો તે પહેલાં, અને તમે પ્રકાશની આશા રાખી હતી પણ એને બદલે તે તેને ઊંડી ગમગીની અને ઘોર અંધકારમાં ફેરવી નાખે તે પહેલાં, તમારા ઈશ્વર પ્રભુને માન આપો.


તેથી તેમનો માર્ગ તેમને અંધકારમય લપસણાં સ્થાનો તરફ લઈ જશે. તેમને ત્યાં હડસેલી દેવામાં આવશે અને તેમનું પતન થશે. કારણ, હું તેમના પર વિપત્તિ લાવીશ, અને તેમની સજાનો સમય આવી પહોંચ્યો છે. હું પ્રભુ આ બોલું છું.


તેમણે મને શોકમાં ઘેરી લીધો અને દુ:ખની ભીંસમાં લીધો છે.


તેમણે મને સાંકળોથી બાંધ્યો છે; છુટકારાની કોઈ આશા ન હોય એવા કેદી જેવો હું છું.


ચાલતાં ચાલતાં હું લથડિયાં ખાઉં છું; કારણ, જ્યાં જ્યાં હું ફરું ત્યાં ત્યાં પથ્થરની દીવાલોએ મને ઘેરી લીધો છે.


“એ માટે હું તેને કાંટાની વાડથી ઘેરી લઈશ અને તેની આસપાસ દીવાલ ઊભી કરીશ કે જેથી તે બહાર જઈ શકે નહિ.


“હું જ તેને અનાજ, ઓલિવ તેલ અને દ્રાક્ષાસવ આપતો હતો એવું તો તે ક્યારેય સ્વીકારતી નથી. મેં જ તેને આપેલા અઢળક સોનારૂપાનો તેણે બઆલની ભક્તિમાં ઉપયોગ કર્યો.


ઈસુએ ફરીથી તેમને કહ્યું, “હું દુનિયાનો પ્રકાશ છું. જે કોઈ મને અનુસરે છે તેની પાસે જીવનનો પ્રકાશ રહેશે અને તે કદી અંધકારમાં ચાલશે નહિ.”


ત્યારે તેમણે મને મદદને માટે પોકાર કર્યો, અને મેં તેમની અને ઇજિપ્તીઓની વચમાં અંધકાર મૂકી દીધો. ઇજિપ્તીઓ પર સમુદ્રનાં પાણી ફેરવી વાળી મેં તેમને ડૂબાડી દીધા. મેં ઇજિપ્તીઓની શી દશા કરી તે તમે જાણો છો. ‘તમે લાંબો સમય રણપ્રદેશમાં રહ્યા.


Lean sinn:

Sanasan


Sanasan