Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 19:7 - પવિત્ર બાઇબલ C.L.

7 મારા પરના જુલમ વિષે હું બૂમ પાડું છું, પણ કોઈ સાંભળતું નથી; હું મદદ માટે પોકાર કરું છું, પણ ન્યાય મળતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અન્યાયને લીધે હું પોકાર કરું છું, પણ મારી દાદ સાંભળવામાં આવતી નથી; હું મદદને માટે પોકારું છું, પણ ન્યાય [મળતો] નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જુઓ, અન્યાયને લીધે હું બૂમો પાડું છું પણ મારી દાદ સાંભળવામાં આવતી નથી; હું મદદને માટે પોકાર કરું છું પણ મને ન્યાય મળતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 જો હું એમ બૂમો પાડું, ‘મારી મદદ કરો, મારા ઉપર હુમલો થયો છે.’ તો કોઇ મારી મદદે આવતું નથી. જો હું પોકાર કરું તોય મને ન્યાય મળતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 19:7
20 Iomraidhean Croise  

જુલમ કરવો, પોતાના હાથની કૃતિને ધૂત્કારવી, દુષ્ટોની કુટિલ યોજનાઓની તરફેણ કરવી, એ બધું શું તમને શોભે છે?


જેમ કોઈ મિત્ર પોતાના મિત્ર માટે અરજ કરે, તેમ તે મારે માટે લવાદી કરે તો કેવું સારું!


સાચે જ, હું તમારા વિચારો જાણું છું; તમે તો મારી વિરુદ્ધ કાવતરાં ઘડો છો.


હે ઈશ્વર, હું પોકારું છું, પણ તમે ઉત્તર દેતા નથી; હું તમારી સમક્ષ ઊભો થાઉં છું, પણ તમે મારી સામે તાકી રહો છો.


છતાં પડતો માણસ બચવા માટે પોતાનો હાથ લંબાવે નહિ? એની દુર્દશામાં તે મદદ માટે પોકાર નહિ પાડે?


સૂર્યથી નહિ, પણ વ્યાધિથી હું કાળો પડી ગયો છું, અને ભરી સભામાં ઊભો થઈ મદદ માટે યાચના કરું છું.


કારણ, યોબ કહે છે, ‘હું નિર્દોષ છું, પણ ઈશ્વરે મારો હક્ક છીનવી લીધો છે;


મારા ચુકાદાને શું તું નકામો ઠરાવીશ? પોતાને નેક ઠરાવવા શું તું મને દોષિત ઠરાવીશ?


જ્યારે કોઈ દેશ દુષ્ટોના હાથમાં પડે છે ત્યારે ઈશ્વર તેના ન્યાયાધીશોને અંધ બનાવે છે. એવું કરનાર ઈશ્વર વિના બીજું કોણ હોય?


ઈશ્વર કંઈ માણસ નથી કે હું તેમને પડકારું કે, “તો ચાલો, અદાલતે જઈને ન્યાય મેળવીએ!”


હે મારા ઈશ્વર, હું દિવસે પોકારું છું, પણ તમે મને ઉત્તર દેતા નથી; હું રાતેય અરજ કરું છું, પણ મને નિરાંત વળતી નથી.


હે ઈશ્વર, તમે પવિત્ર છો; તમે તમારા લોક ઇઝરાયલનાં સ્તુતિગાન પર બિરાજમાન છો.


હું જ્યારે જ્યારે બોલું છું ત્યારે ત્યારે બૂમો પાડું છું; હું આવી બૂમો પાડું છું: ‘હિંસા! લૂંટ!!’ પણ પ્રભુનો સંદેશ પ્રગટ કરવાને લીધે મારે સતત નિંદા અને નાલેશી વહોરવી પડે છે.


હું મોટેથી મદદને માટે પોકારું છું, પણ ઈશ્વર મારી પ્રાર્થના સાંભળતા નથી.


Lean sinn:

Sanasan


Sanasan