Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 19:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પણ તમે પોતાને મારા કરતાં ચડિયાતા સમજતા હો, અને મારી નામોશીને મારી વિરુદ્ધનો પુરાવો ગણતા હો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જો તમારે મારી વિરુદ્ધ ગર્વ કરવો જ હોય, અને મારી વિરુદ્ધ દલીલ રજૂ કરીને મારું અપમાન કરવું હોય,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જો તમારે મારી વિરુદ્ધ અભિમાન કરવું જ હોય, અને મારી વિરુદ્ધ દલીલ રજૂ કરીને મારું અપમાન કરવું હોય;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તમારે ફકત તમારી જાતને મારી કરતા સારી દેખાડવી છે. તમે કહો છો કે મારી સમસ્યા એ મારો દોષ છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 19:5
16 Iomraidhean Croise  

તેમણે કહ્યું, “જેઓ દેશનિકાલમાંથી બચી જઈ પ્રાંતમાં જીવતા રહ્યા છે તેઓ ભારે મુશ્કેલીમાં અને અપમાનજનક સ્થિતિમાં છે. યરુશાલેમનો કોટ હજી તૂટેલી હાલતમાં જ છે અને દરવાજાઓ બાળી નાખ્યા પછી સમારવામાં આવ્યા નથી.”


ધારો કે મેં પાપ કર્યું જ હોય, તો મારી એ ભૂલ મારે માથે!


મારા સંકટમાં આનંદ કરનારાઓને તમે લજ્જિત કરો અને મૂંઝવી દો, મારા પર રૂઆબ કરનારાઓને તમે શરમિંદા અને અપમાનિત કરો.


તેથી મેં કહ્યું હતું કે, “મારા શત્રુઓને મારા દુ:ખ પર હરખાવા ન દો; મારા પતનના સમયમાં તેમને શેખી મારવા ન દો.”


મારા શત્રુઓ મારી સામે વિજયના પોકાર નહિ કરી શકે ત્યારે હું માનીશ કે તમે મારા પર પ્રસન્‍ન છો.


જો કોઈ શત્રુએ મારી નિંદા કરી હોત, તો હું તે સહન કરી શક્ત. જો કોઈ પ્રતિસ્પર્ધીએ મારી વિરુદ્ધ લડાઈ કરી હોત તો હું તેનાથી સંતાઈ શક્ત.


પરંતુ એ તો તું જ છે. મારો સમકક્ષ, મારો સાથી અને મારો દિલોજાન દોસ્ત!


તે દિવસે સાત સ્ત્રીઓ એક પુરુષને પકડીને કહેશે, “અમે અમારો પોતાનો ખોરાક ખાઈશું અને અમારાં પોતાનાં વસ્ત્રો પહેરીશું પણ તું અમારો પતિ થા અને અમારું કુંવારા રહી જવાનું મહેણું દૂર કર.”


હે મારા શત્રુ, મારી દુર્દશામાં આનંદ ન કર. હું પડયો છું, પણ પાછો ઊભો થઈશ. હું હમણાં અંધારામાં છું, પણ પ્રભુ પોતે મારો પ્રકાશ બનશે.


સર્વસમર્થ પ્રભુના લોકોનું અપમાન કરવા બદલ અને અભિમાની તથા ઉદ્ધત વર્તન માટે મોઆબ તથા આમ્મોનના લોકોને એવી શિક્ષા થશે.


હું પ્રભુ, યહૂદિયાનાં સૈન્યોને પ્રથમ વિજય અપાવીશ, તેથી દાવિદના વંશજો કે યરુશાલેમના રહેવાસીઓને બાકીના યહૂદિયા કરતાં વિશેષ માન મળશે નહિ.


તેણે કહ્યું, “આખરે ઈશ્વરે મને મદદ કરી છે. તેમણે મારું વંધ્યા હોવાનું મહેણું ટાળ્યું છે!”


તેમના શિષ્યોએ પૂછયું, “ગુરુજી, કોના પાપે એ આંધળો જનમ્યો? પોતાનાં કે તેનાં માતાપિતાનાં?”


તેમણે પ્રત્યુત્તર આપતાં કહ્યું, “તું તો પૂરેપૂરો પાપમાં જનમ્યો અને ઊછર્યો છે, અને પાછો અમને શીખવે છે?” અને તેમણે તેને કાઢી મૂક્યો.


હાન્‍નાની શોક પનિન્‍ના તેને દુ:ખ આપતી અને તેને ઉતારી પાડતી. કારણ, પ્રભુએ હાન્‍નાને બાળક વગરની રાખી હતી.


Lean sinn:

Sanasan


Sanasan