Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 18:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તેના પોતાના જ પગ તેને જાળમાં સપડાવશે, અને તે જાતે જ ફાંદામાં પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેના પોતાના પગોએ તેને જાળમાં નાખ્યો છે, તે ફાંદા પર ચાલે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેના પોતાના પગોએ તેને જાળમાં નાખ્યો છે; તે જાળમાં ગૂંચવાયા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તે ફાસલામાં ચાલે છે; તેના પગ એમાં ફસાઇ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 18:8
18 Iomraidhean Croise  

તેથી જો આપને યોગ્ય લાગે તો તેમનો નાશ કરવાનો એક વટહુકમ બહાર પાડવો જોઈએ. જો આપ એમ કરશો તો સામ્રાજ્યના વહીવટ માટે હું રાજભંડારમાં દસ હજાર તાલંત ચાંદી આપીશ.”


તેણે તેની પત્ની ઝેરેશને તથા મિત્રોને પોતાની હાલત જણાવી. ત્યારબાદ તેની પત્ની અને મિત્રોએ કહ્યું, “મોર્દખાય આગળ તારું પતન થશે, કારણ કે તે યહૂદી છે. તું તેની પ્રગતિ રોકી શકવાનો નથી. પણ તે તો તારું પતન જોવા જીવશે.”


આમ, મોર્દખાય માટે તૈયાર કરવામાં આવેલી ફાંસી પર હામાનને લટકાવી દેવામાં આવ્યો. ત્યારબાદ રાજાનો ગુસ્સો શમી ગયો.


અહાશ્વેરોશ રાજાએ એસ્તેર રાણીને પૂછયું, “એવું કરવાની હિંમત કરનાર કોણ છે? તે ક્યાં છે?”


ફાંસો તેની એડીને જકડી લેશે અને પાશ તેને બાંધી દેશે.


તો હવે સમજી લો કે ઈશ્વરે જ મારી અવદશા કરી છે, અને તેમની જાળ મારા પર ફેંકી છે.


તેથી જ હવે તારી આસપાસ જાળ પથરાયેલી છે, અને અણધાર્યો આતંક તને ડરાવે છે.


તેના વાડવાળા ખેતરમાંથીયે ભૂખ્યાજનો તેનો પાક ખાઈ જાય છે; જ્યારે તરસ્યા માણસો તેમના પશુધનની દૂધ માટે લાલસા રાખે છે.


તેમના પર ઓચિંતો વિનાશ આવી પડો, અને તેમણે સંતાડેલી જાળમાં તેઓ જાતે જ સપડાઈ જાઓ; તેમાં પડીને તેમની પાયમાલી થાઓ!


વિધર્મીઓ જાતે ખોદેલા ખાડામાં ગબડી પડયા છે; પોતે બિછાવેલી જાળમાં તેઓ ફસાયા છે.


દુષ્ટ માણસનો અપરાધ એક ફાંદારૂપ છે, પણ નેકજન તેમાંથી છટકી જઈને હર્ષાનંદ કરે છે.


દુષ્ટની દુષ્ટતા તેને પોતાને માટે જ ફાંદારૂપ છે. તે પોતાની જ પાપી જાળમાં સપડાઈ જાય છે.


હે પૃથ્વીના રહેવાસીઓ, આતંક, ખાડો અને ફાંદો તમારી રાહ જુએ છે.


જે કોઈ ભયના ભણકારાથી ભાગી છૂટશે તે ખાડામાં પડશે, અને જે કોઈ ખાડામાંથી બહાર નીકળી જશે તે ફાંદામાં ફસાઈ પડશે. આકાશમાંથી ધોધમાર વરસાદ તૂટી પડશે અને ભૂમિના પાયા હાલી ઊઠશે.


પ્રભુ પરમેશ્વર આમ કહે છે: જ્યારે ઘણી પ્રજાઓ એકઠી થશે ત્યારે મારી જાળ તારા પર નાખીશ અને તેઓ તને કિનારા પર ખેંચી લાવશે.


વળી, તે મંડળીની બહારના લોકો મયે સારી પ્રતિષ્ઠા ધરાવતો હોવો જોઈએ, જેથી તે નિંદાપાત્ર બનીને શેતાનના સકંજામાં ફસાઈ ન જાય.


પણ ધનવાન થવાની ઇચ્છા રાખનારાઓ ક્સોટીમાં પડે છે, અને ઘણી મૂર્ખ તથા હાનિકારક ઇચ્છાઓના ફાંદામાં ફસાઈ જાય છે, જે માણસને અધોગતિના અને વિનાશના માર્ગે ઘસડી જાય છે.


અને પાછા ફરે, તથા તેમને વશ કરી લઈને પોતાની ઇચ્છાને આધીન કરનાર શેતાનના ફાંદામાંથી છટકી જાય.


Lean sinn:

Sanasan


Sanasan