Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 18:5 - પવિત્ર બાઇબલ C.L.

5 સાચે જ દુષ્ટનો દીવો ઓલવી નાખવામાં આવશે, અને તેના અગ્નિની જ્યોત ફરી પ્રજ્વલિત થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હા, દુષ્ટોનો દીવો હોલવી નાખવામાં આવશે, અને તેના અગ્નિની ચિનગારી ચમકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હા, દુષ્ટ લોકોનો દીવો હોલવી નાખવામાં આવશે; તેનો અગ્નિ બળતો બંધ થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “હા, દુષ્ટ લોકોનું તેજ બહાર ચાલ્યું જશે. તેનો અગ્નિ બળતો બંધ થઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 18:5
12 Iomraidhean Croise  

તે અંધકારમાંથી છટકી શકશે નહિ. જેની ડાળીઓ અગ્નિથી ભરખાઈ જાય અને જેનો મહોર પવનથી ઊડી જાય એવા વૃક્ષના જેવો તે થશે.


તું તારા ક્રોધાવેશમાં તારી જાતને ઘાયલ કરી નાખે, તો પણ તારે લીધે કંઈ પૃથ્વી વેરણખેરણ કરી નંખાશે, અથવા તને સંતોષવા કંઈ પહાડો ખસેડાશે?


દુષ્ટની ખુશાલી અલ્પજીવી હોય છે, અને અધર્મીનો આનંદ ક્ષણિક હોય છે?


દુષ્ટોનો દીવો કેટલી વાર ઓલવી નાંખવામાં આવે છે? ક્યારે તેમના પર વિનાશ આવી પડે છે? ક્યારે ઈશ્વર પોતાના ક્રોધમાં તેમને દુ:ખ દે છે?


નેકજનોનો પ્રકાશ આનંદપ્રદ હોય છે, જ્યારે દુષ્ટોનો દીવો ઓલવાઈ જશે.


માતપિતાને શાપ દેનારનો દીવો ઘોર અંધકારમાં ઓલવાઈ જશે.


દીવો લઈને દુષ્ટોને જુઓ; તેમનાં પાપ દેેખાશે: ઘમંડી દૃષ્ટિ અને અહંકારી દિલ!


કારણ, દુષ્કર્મીઓનું કંઈ ભાવિ નથી, અને દુષ્ટોનો દીવો ઓલવાઈ જશે.


પણ દુષ્ટોનો માર્ગ રાત્રિના ઘોર અંધકાર જેવો છે, તેઓ પડી જાય પણ શાથી ઠોકર લાગી તે સમજતા નથી.


પણ હાલ જેઓ અગ્નિ પેટાવે છે અને સળગતી મશાલો ધરાવે છે તેવા તમે તમારા પેટાવેલ અગ્નિના અને સળગતી મશાલોના પ્રકાશમાં ચાલો. પ્રભુને હાથે તમારા આવા હાલ થશે: તમે વેદનામાં રિબાયા કરશો.


પણ દુષ્ટો તો ક્દવકીચડ ફેંક્તા ઊછળતા મોજાંવાળા અશાંત સમુદ્ર જેવા છે.”


હું તારો વિનાશ કરીશ ત્યારે આકાશને ઢાંકી દઇશ અને તારાઓને નિસ્તેજ બનાવી દઇશ. સૂર્ય વાદળો પાછળ સંતાઇ જશે અને ચંદ્ર પોતાનો પ્રકાશ આપશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan