Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 17:9 - પવિત્ર બાઇબલ C.L.

9 પરંતુ નેકજનો પોતાના માર્ગને વળગી રહે છે અને શુદ્ધ હાથવાળા ઉત્તરોત્તર બળવાન થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તોપણ નેક પુરુષ પોતાના માર્ગમાં ટકી રહેશે, અને શુદ્ધ હાથવાળો અધિકાધિક બળવાન થતો જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 છતાંય સજ્જન પુરુષો પોતાના માર્ગમાં ટકી રહેશે અને શુદ્ધ હાથવાળો અધિકાધિક બળવાન થતો રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 છતાંય સજ્જન પુરૂષો પોતાના માર્ગમાં ટકી રહેશે અને પ્રામાણિક નીતિવાન અધિકાધિક બળવાન થતાં રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 17:9
26 Iomraidhean Croise  

એ માણસે પોતે મને નહોતું કહ્યું કે, ‘તે મારી બહેન છે?’ વળી, તે સ્ત્રીએ પણ કહ્યું હતું કે, ‘તે મારો ભાઈ છે.’ મેં તો નિષ્કપટ અંત:કરણથી અને શુદ્ધ હાથે એ કર્યું છે.”


શાઉલના કુટુંબને ટેકો આપનાર લશ્કરી દળો અને દાવિદના કુટુંબને ટેકો આપનાર લશ્કરી દળો વચ્ચે લાંબા સમય સુધી વિગ્રહ ચાલ્યો. દાવિદનું કુટુંબ બળવાન થતું ગયું અને શાઉલનું કુટુંબ નિર્બળ થતું ગયું.


નિર્દોષ ન હોય તેને પણ ઈશ્વર ઉગારશે, અને તારા હાથોની શુદ્ધતા તેને બચાવશે.


ઈશ્વર એવું થવા ન દો કે હું તમને સાચા ઠરાવું, એથી ઊલટું, હું નિર્દોષ છું એવા મારા દાવાને મરતાં સુધી વળગી રહીશ.


હું નિર્દોષ છું એ વાત પકડી રાખીશ અને તેને છોડી દઈશ નહિ, મારી જિંદગીમાં કોઈ દિવસ મારો અંતરાત્મા ડંખ્યો નથી.


જો હું સન્માર્ગથી ભટકી ગયો હોઉં, અને મારું મન મારી આંખો પછવાડે રખડી ગયું હોય, જો મારા હાથ કલંક્તિ થયા હોય,


તું કહે છે, ‘હું વિશુદ્ધ અને પાપરહિત છું; હું નિર્દોષ છું અને મારામાં કોઈ અપરાધ નથી.


સમાજવ્યવસ્થાના પાયા જ નષ્ટ કરવામાં આવે, ત્યારે નેકજન શું કરી શકે?


એવા જનો કે જેમના હાથનાં કાર્ય શુદ્ધ હોય અને દયના વિચારો નિર્મળ હોય અને જેઓ મિથ્યા મૂર્તિઓ પર પોતાનું દિલ લગાડતા નથી કે જૂઠા સોગન ખાતા નથી.


મારી નિર્દોષતા જાહેર કરવા હું મારા હાથ ધોઈ નાખીશ; હે પ્રભુ, જનસમુદાય સાથે તમારી વેદીની પ્રદક્ષિણા કરીશ.


મારા દયને શુદ્ધ રાખવાનો કંઈ અર્થ ખરો? અને મેં મારા હાથ નિર્દોષ રાખ્યા તેથી શો લાભ થયો?


સાચે જ પ્રભુ આપણા સંરક્ષક દૂર્ગ તથા ઢાલ છે; તે કૃપા અને સન્માન બક્ષે છે. નેકીથી વર્તનારને માટે તે કોઈપણ સારી વસ્તુ અટકાવી રાખતા નથી.


તેઓ વધુ ને વધુ સામર્થ્ય પામતાં આગળ વધે છે; તેઓ દેવાધિદેવ ઈશ્વરની સંમુખ હાજર થશે.


હે સેનાધિપતિ પ્રભુ, મારી પ્રાર્થના સાંભળો; અમારા પૂર્વજ યાકોબના ઈશ્વર, કાન ધરો. (સેલાહ)


વાવાઝોડું ફૂંકાશે ત્યારે દુષ્ટો હતા ન હતા થઈ જશે, પણ નેકજનોનો પાયો સદાકાળ ટકશે.


નેકજન હમેશાં અવિચળ રહેશે, પણ દુષ્ટો ધરતી પર કાયમ ટકશે નહિ.


જ્ઞાની માણસ સાવધાનીપૂર્વક ભૂંડાઈથી દૂર રહે છે, પણ મૂર્ખ લાપરવાહીથી ઉતાવળિયાં પગલાં ભરે છે.


નેકજનોનો માર્ગ પ્રભાતના પ્રથમ પ્રકાશ જેવો છે, જે મયાહ્ન સુધી ઉત્તરોત્તર વધતો જાય છે.


તેમણે જોયું કે તેમના કેટલાક શિષ્યો ફરોશીઓના કહેવા પ્રમાણે લોકોએ જે રીતે હાથ ધોવા જોઈએ તે રીતે ધોયા વગર ખોરાક ખાતા હતા.


ઈશ્વરની પાસે આવો એટલે તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ! તમારા હાથ ચોખ્ખા કરો. ઓ દંભીઓ, તમારાં હૃદયો શુદ્ધ કરો.


અંતને સમયે પ્રગટ થનાર ઉદ્ધારને માટે તમને વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરના સામર્થ્યથી સલામત રાખવામાં આવ્યા છે.


આ લોકો ખરેખર આપણા પક્ષના ન હતા અને તેથી જ તેઓ આપણામાંથી ચાલ્યા ગયા. જો તેઓ આપણા પક્ષના હોત તો તેઓ આપણી સાથે રહ્યા હોત. પણ તેઓ હવે ચાલ્યા ગયા હોવાથી સ્પષ્ટ થાય છે કે તેમનામાંનો કોઈ આપણા પક્ષનો હતો જ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan